આપણા NRI કવિ ડો. આશરફ ડબાવાલાને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક, ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા (GLA) દ્વારા આપાતું ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિક અને આઇ.એન.ટી.(INT)નો કલાપી એવોર્ડ પ્રાપ્ત થયો છે. તેમના કાવ્યસંગ્રહ ‘ધબકારાના વારસ’ને ભાવનગર યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમ.એ. ના અભ્યાસક્રમમાં પાઠ્યપુસ્તક તરીકે પસંદ કરવામાં આવેલ છે. છેલ્લાં ૧૫ વર્ષથી ડો.ડબાવાલા ‘શિકાગો આર્ટ સર્કલ’ સંસ્થા થકી ગુજરાતી સાહિત્ય, સંગીત અને કલાના વિવિધ કાર્યક્રમો રજૂ કરી શિકાગો વિસ્તારમાં આપણી સાંસ્કૃતિક પ્રવૃત્તિના પ્રચાર ને પ્રસારમાં પ્રવૃત્ત છે.
ડો.ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને બિરદાવવા ‘શિકાગો આર્ટ સર્કલ’ના મિત્રોએ ૭મી ને ૮મી ઓગસ્ટે શબ્દ ને સંગીતના મહોત્સવનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમો વિષે વધારે માહિતી નીચેના ફ્લાયરમાંથી મળી શકશે.

આ મહોત્સવની જવલંત સફળતા માટે મારા અને તમારા તરફથી ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રોને અઢળક શુભેચ્છાઓ…








“આ મહોત્સવની જવલંત સફળતા માટે મારા અને તમારા તરફથી ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રોને અઢળક શુભેચ્છાઓ…”
‘ વન્દના કે ઈન સુરો મે - એક સુર મેરા મિલાઓ ‘ ની જેમ જ
આપશ્રીની આ ધુભેચ્છાઓ મા મારી શુભેચ્છાઓ નો પણ હુ ઉમેરો કરુ છુ.
આભાર.
સરસ…
હાર્દિક અભિનંદન !!
સુંદર
ધન્યવાદ
અમારા તો ઘર આંગણાના કવિ
Eagerly awiting. We will be there. Wishing for a very succeful event.
આજે ” ‘ધબકારાનો વારસ’ના ધબકારા: ૩ (ગિરીશના ભાવ પ્રતિભાવ)” http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કર્યો છે જેમાં કવિશ્રીના કાવ્ય સંગ્રહ ‘ધબકારાનો વારસ’માંથી ચૂટેલા શેરોનાં (અન્ય રચનાઓની જેમ) સદાય સુગંધીત રહેનારાં પુષ્પો પેશ કર્યાં છે. વાંચવા વિનંતી.
ડૉ.અશરફભાઈને હાર્દિક અભિનંદન.
સુંદર કાર્યક્રમ બદલ આયોજકો અને સહભાગી કવિમિત્રોને પણ સલામ.
આ મહોત્સવ જવલંત સફળતા પામે તેવી ‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ…
અશરફ ડબાવાલાની પ્રેરણાથી લખાયેલી અને એમને અર્પણ કરેલી ‘ગઝલની સુરાહી (ગઝલ)’ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરી છે. વાંચવા વિનંતી.
- – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
હાર્દિક અભિનંદન..‘શિકાગો આર્ટ સર્કલ’નાં મિત્રોને હ્રદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું..
જય ગરવી ગુજરાત..જય ગુજરાતી..
શિકાગો આર્ટ સર્કલના મિત્રો ગુજરાતી ભાષાના મશહૂર કવિ ડૉ. અશરફ ડબાવાલાની કાવ્યપ્રવૃત્તિને આજે (ઓગસ્ટ ૭, ૨૦૧૦) સાંજે શિકાગો લેન્ડમાં યોજાયેલા કવિ સંમેલનમાં બિરદાવશે.
આ લખનાર અશરફભાઈની કાવ્યપ્રવૃત્તિને બિરદાવે છે ‘અશરફભાઈને શબ્દપૂર્વક, હૃદયપૂર્વક અભિનંદન (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરીને. વાંચવા, વંચાવવા, અને પ્રતિભાવ પોસ્ટ કરવા વિનંતી.