તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર.
શૂન્ય મારું મન થયું છે એટલું,
કે હવે ખડ ખડ હસું છું ભય વગર.
જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.
દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.
સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.
-ચિનુ મોદી ‘ઈર્શાદ’
*****
અમેરિકાના પશ્ચિમ તરફના અખાતી વિસ્તાર (west coast - bay area) માં વસતા ગુજરાતીઓ માટે ખાસ જાહેરાત…
ડગલો રજુ કરે છે - શ્રી ચિનુ મોદી ‘ઇર્શાદ’ સાથે એક સંવાદ, July 11, 2010, Sunnyvale CA








WAH WAH MAZA AAVI GAI
સુંદર ગઝલના આ શેરો વધુ ગમ્યા
દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.
સૂર્ય સ્પર્શે ઓસ તો ઊડી ગયું
હું તને મળતો રહ્યો કારણ વગર.
યાદ આવી
ગીત કે મળશે ગઝલ : કારણ વગર !
શબ્દની પકડી મજલ : કારણ વગર !
ફૂલ કૂંડામાં ખીલેલું જોઈને-
સુખ પામું છું અસલ : કારણ વગર !
સાંજ ટાંણે સૂર્ય ઢળતો જોઈને-
થાય છે આંખો સજલ : કારણ વગર !
જિન્દગીના અંતમાં પડશે ખબર,
અર્થની છે ગડમથલ : કારણ વગર !
After a long time I have seen post with a
very powerful expression of the TRUTH and
feelings!
અદભુત્!
સરસ ગઝલ!
દૂર તારાથી થતો હું જાઉં છું
એમ લાગે છે, હવે છું ઘર વગર.
આ પંકતીઓ ગમી ગઈ.
સપના
જેટલીવાર વાંચો એટલીવાર ગમે એવી ગઝલ…
ચિનુભાઈને પ્રથમવાર હુ મળ્યો ત્યારે તેઓ હતા ત્રેવીસના ને હુ હતો ઓગણિસનો કપડવણજ કોલેજમા તેઓ લેકચરર હતા ને હુ હતો તેમનો વિધ્યાર્થી-કમ-મિત્ર! આ ગઝલ તે અરસામા લખાયેલી મતલબ કે એટલી જૂની આ ગઝલ છે! અમે ગઝલો લખતા ને તેમને ઘેર જ વર્ક્શોપ ચલાવતા. આ ગઝલે એ બધી યાદો તજી કરાવી ગઈ!
તું મને મળતી ખરી પણ મન વગર,
ઝાંઝવા બનતાં સરોવર જળ વગર
ને બીજો લાજવાબ શેર છેઃ
જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર.
ભરત ત્રિવેદી
ખૂબસુંદર અને જાણીતી ગઝલનો આ શે’ર બેમિસાલ છે!
જ્યાં જઉં છું ત્યાં મને સામી મળે
ભીંત પણ ચાલી શકે છે પગ વગર!
મારી ગઝલનાં ચંદ અશઆર આ તકે યાદ કરવા બદલ પ્રજ્ઞાબેનનો પણ આભાર!
સુધીર પટેલ.
અદ્ભુત્ સરસ ગજલ છે
ચિનુભાઈઃ
વેરતો વધામણી તું અવસર વગર
ભીંજવે અસ્તિત્વ તું ગાગર વગર … ચંદ્રેશ્
લાજવાબ ગઝલ, ઈર્શાદ…