આજે મારા વ્હાલા વિશાલના જન્મદિવસ પર સાંભળીએ આ મઝાનું કૃષ્ણ દવે રચિત બાળગીત..!
Happy Birthday Vishal… Wish you a lot of fun today and always..!! … હેપ્પી બર્થ ડે બેટા!
સંગીત : હરીશ ઉમરાવ
This text will be replaced
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !









I visit Urmisagar and read your blog and would like to convey my greetings and appreciation for posting an excellent smogesboard of rich cultural collection of stories poems and music. This helps me stay in touch with my mother tongue and also teaches me a lot of forgotten things.
Thank you for doing what you are doing. Raj Asser
Niagara Falls Canada
વિશાલને જન્મદિનની વધાઈ.
સરસ બાળગીત. બાળસ્વર અને રમતભર્યા અવાજમાં સાંભળવાની મઝા આવી.
૧૭ જુલાઈએ કૃષ્ણ દવેને લંડનમાં સાંભળવાનો લ્હાવો મળશે. આ બ્લોગના મારા જેવા વિલાયત-નિવાસી વાચકો માટે કાર્યક્ર્મની વધુ માહિતી ….
http://spancham.wordpress.com/2010/06/30/gla-krushnadave-17july2010/
વર્ષગાંઠ મુબારક !
આયુષ્યમાન ભવ,વિશાલ….. જન્મદિન નિમિત્તે ખૂબ-ખૂબ આશીર્વાદ.
ઊર્મિ..!તમને બન્નેને પણ વિશાલની વર્ષગાંઠ મુબારક.
સરસ બાળગીત…
તા.ક.
ઊર્મિ,અમે ૧૬,૧૭,૧૮જુલાઈ ન્યુ જર્સી,એક લગ્નપ્રસંગે આવીએ છીએ…
જન્મદિવસની ખુબ શુભકામનાઓ, બાળકના જન્મદિવસનો માતાને વિશેષ આનંદ હોય છે, એટલે તમને પણ અભિનદન…….સંગીતમય સરસ બાળગીત…….
Many happy returns of the day to dear Vishal and thanks because of you we have had the pleasure and privilege of reading and listening to this beautiful and melodious poem which is indeed quite unusual and path breaking.
Vallabhdas Raichura
North Potomac
July 6,2010.
વિશાલને જન્મદિનની વધાઈ.ખુબ શુભકામનાઓ……
સરસ બાળગીત……..
પ્યારા વિશાલ,
વર્ષગાંઠ મુબારક હો !!
MANY MANY HAPPY RETURNS OF THE DAY,DER VISHAL
Vishal,
Wishing you a manyy many happy returns of the day.
And yeah also Rawal saheb, do visit my blog http://www.madhav.in
you might like it…
ચિ વિશાલના જન્મદિનની વધાઈ
અને
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
વાહ
મધુર ગાયકી
ચી.વિશાલને જન્મદિનની હાર્દિક શુભેચ્છાઓ. બાળગીત પણ સરસ છે.
ભારત ભૂમિ….રમેશ પટેલ(આકાશદીપ)
ચીં .વિશાલના જન્મદિને ખૂબખૂબ શુભેચ્છાઓ અને સુંદર બાળગીતના
આનંદ સાથે આપનો પરિવાર સદા ખુશહાલ રહે એવી પ્રભુ પ્રાર્થના.
રમેશ પટેલ(આકાશદીપ)
-Pl find time to visit my site and leave a comment
સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
http://nabhakashdeep.wordpress.com/
With regards
Ramesh Patel
જન્મદિને હાર્દિક શુભેચ્છાઓ !
વિશાલ ને વ્હાલ .
ઉર્મિબેન આવા ઘણા બધા બાળકાવ્યો લઇને હુ તા ૫ ઑગસ્ટ થી-૫ સપ્ટેમ્બર અમેરિકા આવિ રહ્યો છુ ગુજરાતી સમજતા,શીખતા થોડા બાળકો વચ્ચે બાળકાવ્યો સમ્ભળાવવાની ઇચ્છા છે તમે તેમા મને મદદ ક્રરી શક છો.
કૃષ્ણ્ દવે.
ચી. વિશાલને જન્મદિન નિમિત્તે શુભેચ્છાઓ. ને મજાનું બાળગીત ગમ્યું.
અઢળક શુભેચ્છાઓ બદલ આપ સૌ મિત્રોનો અઢળક આભાર…