વ્હાલા કવિ શ્રી તુષારભાઈને એમનાં જન્મદિવસે મારા અને તમારા તરફથી અઢળક હાર્દિક શુભેચ્છાઓ… આજે ‘હસ્તાક્ષર’ આલ્બમનું એમનું એક ગીત માણીએ.
(તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ… ફોટો: વેબ પરથી)
સ્વર : સૌમિલ મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ
આલ્બમ : હસ્તાક્ષર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી.
ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવા થંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી.
કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.









આદરણીય તુષારભાઈને એમના જન્મદિને લાખ લાખ શુભેચ્છાઓ….
…….નટુ સોલંકી (મણિનગર,અમદાવાદ)
જન્મદિનની વધાઇ
સુંદર ગીત,
મધુરો સ્વર
કવિશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ !!
My song in HASTAKSHAR has been composed by Saumil Shyamal.Thanks for your wishes.
ખરેખર સુન્દર કવિતા, કવિને એમના જન્મદિને લાખ લાખ શુભેચ્છાઓ….
પ્રેમજીવન સ્વામી
બહુ જ સરસ રચના અને એવો જ સરસ સ્વર.
આભાર.