આજનું ગીત મારા ટેણીયા તરફથી એના ડેડી માટે….
Happy Father’s Day !!

(દોસ્તી એવી પાક્કી… જૂના ૨૦, ૨૦૧૦)
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.
દોસ્તી એવી પાક્કી જેનો કદી ન આવે એન્ડ.
પક્ડમ્-પકડી, દોડા-દોડી, કરીએ ધીંગામસ્તી,
પપ્પા ઘોડો, છૂક-છૂક ગાડી, મમ્મી ખડ-ખડ હસતી,
મોજ પડે તો ઊંચે ઊડીએ, મોજ પડે તો લેન્ડ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.
પપ્પાની બોલિંગમાં હું તો ચોગ્ગા-છગ્ગા મારું,
પપ્પા મહેનત કરે ઘણી પણ હું ના કદીએ હારું,
મારી બોલિંગમાં પપ્પાનું વાગી જાતું બેન્ડ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.
પપ્પા ક્યારેક દફતર લઈને જાય નિશાળે મારી,
હું પપ્પાની ઓફિસે જઉં બેગ ઉઠાવી ભારી,
પપ્પા મારી ચડ્ડી પહેરે હું પહેરી લઉં પેન્ટ,
પપ્પા મારાં ભાઈબંધ ને હું પપ્પાનો ફ્રેન્ડ.
- હસમુખ ગોવાણી
(સૌજન્ય: કાવ્યપુષ્પ)








Really good one.. ! nice picture too..
Wish both of them had fun-filled day today.. !
સુંદર રચના…
માણવી-ગણગણવી ગમે એવી…
સુન્દર રચના—–
એકાદ વાચક એકાદ ભૂલ કાઢે તો સારું;નહિતર કો’કની નજર લાગી જશે.
ખુબ ગમ્યુ.
સરસ ગીત.મજા લાવે તેવું.
રમેશ પટેલ(આકાશદીપ)
સરસ ગીત અને દરેક પપ્પાને આનંદ આપી જાય એવુ છે…….
Fun-tastic!!
ગમ્યુ..ખુબ ગમ્યુ…