એક અઠવાડિયાથી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે ચાલી રહેલા આ કાવ્યપઠન સ્પેશ્યલને એક સ્પેશ્યલ ગઝલથી વિરામ આપીએ. આપણા ઘરનાં જ કવિની એકદમ તરોતાજા ઓવનફ્રેશ ગઝલનાં કાવ્યપઠનથી…

(દિલોજાન બનીશું…. ફોટો: વિવેક ટેલર)
ગઝલ પઠન - વિવેક ટેલર
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.
એ રીતે બધી વાતે સમાધાન બનીશું,
જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું.
દુશ્મન થશું તો મોતના ફરમાન બનીશું,
જો દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.
પગમાં યદિ ન હોય જો સ્વપ્નોના પગરખાં,
રસ્તા ઊઠીને બોલશે, વ્યવધાન બનીશું.
ઘર આખું સમેટી લો છતાં એ ન સમેટાય,
એ રીતથી તુજ હોવાનો સામાન બનીશું.
ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
- વિવેક મનહર ટેલર
(26-05-2010)
*
વિપરીત સમયમાં પણ કશુંક બની બતાવવાની ખુમારી લઈને આવેલી આ ગઝલ ખરેખર ખૂબ જ સ-રસ થઈ છે. બીજો શેર ખૂબ અદભૂત લાગ્યો… ગોખી લઈને વારંવાર વાપરવા જેવો… :) અને મા ગુર્જરીવાળો શે’ર તો, અહાહાહા……………..
ઊર્મિસાગર.કૉમની ચોથી વર્ષગાંઠની ઉજવણીમાં ભાગ લેવા બદલ સૌ વાચક-ભાવક મિત્રોનો દિલથી આભાર… હવેથી ફરી આપણે અહીં રાબેતા મુજબ જ મળતા રહીશું, થોડા થોડા દિવસનાં આંતરે.








અરે વાહ્ પહોચિસુ બધા ઘરમા અમે નેટના રસ્તે
“મા ગુર્જરિનુ એમ જિવતદાન બનિશુ….
ખરેખર બહુજ સરસ્…ગિત નિ હલક પસન્દ પડિ
ચન્દ્રા
વિવેકનો મિજાજ બાઆદબ વ્યકત કરતી ગઝલ.
મિજાજને અનુરૂપ લહેરાતો છંદઃ ગાગાલ લગાગાલ લગાગાલ લગાગા
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
ઊગી હો જુદાઈની ભલે ભીંત ખીચોખીચ,
તું જ્યાં મળે એ દ્વારના ઓધાન બનીશું.
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
ખૂબ સરસ… અમારા,તમારા સૌના મનની વાત
લગન ને ૧૫ વરસ થવા દો. આમાથી એકેય પન્ક્તિ યાદ રહે તો સારી વાત છે!!
માણસને કંઈક બનવું તો હોય છે પણ શું બનવું છે એજ ઘણીવાર ખબર નથી હોતી અથવા નક્કી નથી કરી શક્તો, પણ કવિએ એવા માનસને અભિવ્યક્ત કર્યું છે જેને ખબર છે -શું બનવું છે.
સરસ અને સશક્ત વાત.
આખી ગઝલના ભાવ અને ભાવોચિત પઠન બન્ને આસ્વાદ્ય રહ્યા.
અભિનંદન વિવેકભાઈ…
ક્યા બાત હે,બહોત ખુબ,વિવેકભાઇ
નીલેશ રાણા
It was a pleasure listening to vivekbhai.. khubaj sundar ghazal saathe..
આખી ગઝલ બહુ જ સુંદર થઇ છે. છંદની સફાઇ માટે પણ કવિને અભિનંદન. ‘સપનાંનાં પગરખાં’વાળા શેર માટે ખાસ અભિનંદન.
[...] એ રીતે બધી વાતે સમાધાન બનીશું, જ્યાં ગાંઠ પડે ત્યાં અમે નાદાન બનીશું. [...]
પણ મા ગુર્જરીને નેટના રસ્તે જીવતદાન આપ્યા પછી શું ?
માની લઈ આશિષ અમે નેટના રસ્તે,
ઘર ઘરમાં ગુર્જરીને લાવનાર બનીશું.
અલબત્ત, ગઝલ ગમી. મા ગુર્જરીની કૃપાથી એના વિશે http://www.girishparikh.wordpress.com બ્લોગના ‘ગિરીશના ભાવ પ્રતિભાવ’ વિભાગમાં વધુ લખવા પ્રયત્ન કરીશ.
વાહ વાહ ક્યા બાત હૈ…..
પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.
‘ઘર ઘરમાં ગુર્જરીને લાવનાર ! (ગિરીશના ભાવ પ્રતિભાવ)’ http://www.girishparikh.wordpress.com બ્લોગ પર પોસ્ટ કરી દીધું છે. વાંચવા વિનંતી.
સહુ દોસ્તોનો આભાર !