જયશ્રીએ ઊર્મિસાગર.કૉમની ચોથી વર્ષગાંઠ નિમિત્તે મુકેશભાઈને કાવ્યપઠન માટે ખાસ ફરમાઈશ કરી અને જનમદિનની મુબારકબાદી પાઠવતું આ મજાનાં ગીતનું ખાસ પઠન કરીને મુકેશભાઈએ મોકલ્યું. (ખૂબ ખૂબ આભાર, મુકેશભાઈ !) તો આજે આ ગીત ટહુકો.કોમને ખાસ સ્નેહાર્પણ. આ જ ગીત દ્વારા આજે ટહુકો.કૉમને પણ એની ચોથી વર્ષગાંઠની અઢળક અઢળક હાર્દિક શુભેચ્છાઓ પાઠવીએ. ટહુકાને આજે એમ કહેવાનું મન થાય છે કે- ‘તુમ જીઓ હજારો સાલ, સાલમેં ટહુકા કરો તુમ હજાર...’
(ને ઉલ્લાસથી તરબતર આભ આખું વસે તારે ગામે, ટહુકો ડૉટ કોમ નામે… )
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મુબારક, તને આ જનમદિન મુબારક.
કદી કોઈ નારંગી સાંજે હવાના સરોવર મહીંથી સુગંધોના ખોબા ભરી તેં ઉછાળ્યા,
હવે મોકલું છું આ કાગળની વચ્ચે બે ટીપા, બે ખોબા અને એક છાલક;
મુબારક, તને આ જનમદિન મુબારક.
પર્વતના હૈયામાં કલ્લોલની વાગતી વાંસળી એની
સાબિતી લઇને વહી જાય ઝરણું જરા એને ધારીને જો તો ખરી
તને નામ મારું ગમે ને મને પણ
છતાં સાથમાં એ નહીં છાપવાનું
વિધાતાએ જાતે જ છાપી દીધી એવી કંકોતરી.
ભલી આંખ વચ્ચે અનામત જગાએ હું બાંધુ છતાં
એક ટીપું વહે ને તણાઈ જતા તારી યાદોના સ્મારક;
મુબારક, તને આ જનમદિન મુબારક.
શિયાળાના પહેલા પ્રહરનો એ સૂરજ,
ચોમાસે ટપટપટી રાતોનો વૈભવ,
ને ઘખતા ઉનાળે પરબડીનાં સુખ્ખો કરું તારે નામે,
બધી ખુશીઓ પગમાં પહેરીને ઝાંઝર ફરે તારે આંગણ,
ને ઉલ્લાસથી તરબતર આભ આખું વસે તારે ગામે.
લિખિતંગ જો આ મધુમાલતી-શા અણીશુધ્ધ તારા
મહેકતા ચહેકતા અને વાંચતા ચહેરાનો ભાવક;
મુબારક, તને આ જનમદિન મુબારક.
કદી કોઇ નારંગી સાંજે હવાના સરોવર મહીંથી સુગંધોના ખોબા ભરી તેં ઉછાળ્યા
હવે મોકલું છું આ કાગળની વચ્ચે બે ટીંપા બે ખોબા અને એક છાલક
મુબારક, તને આ જનમદિન મુબારક.









અત્યંત ભાવભર્યું મુકેશભાઈનું કાવ્યપઠન
ટહુકો.કોમને જન્મદિન મુબારક
અને તમને ફરીથી મુબારક
બન્ને હાથે વધાવી લેવી ગમે તેવી રચના.નજર લાગે તેવું કાવ્ય પઠન અને ઉમળ્કો અંગે અંગમાં છલકાય તેવા ફાંકડા શબ્દોની ગોઠવણી…આફ્રીન…
વાહ, મુકેશભાઈ…
સુંદર ગીત લાવ્યા…
This poem/song, by Mr. Mukesh Joshi, which i liked very much, is not new but was in fact published in the April-May 2002 issue of “Kavita” (edited by Mr. Suresh Dalal). There are some minor changes in the text which I am unable to point out as the Gujarati keyboard is not functioning.
સરસ શબ્દો અને પઠન પણ ભાવવાહી અભિનદન્………
ટહુકો.કોમને પણ જન્મદિવસની શુભકામનાઓ…….
વાહ…
મુકેશભાઈના અવાજમાં એમનું જ ગીત સાંભળવા મળ્યું….!
મુબારક…મુબારક…મુબારક.
અભિનંદન
સરસ કૃતિ અને ટહુકા/ઉર્મિસાગર નાં ૪ વર્ષ્..જે ટહુકતુ રહે સદીઓ સુધી
ઊર્મિબેન,
ટહુકાના ચોથા જન્મદિન પ્રસંગને શોભતું બહુ સુંદર ગીત છે અને પઠન પણ સરસ છે. મુકેશભાઈને અને સાથે સાથે ફરમાઈશ કરવા બદલ જયશ્રીબેનને પણ અભિનંદન.
સરસ ગીત.
વાહ ! ભઇ વાહ, સુન્દર મનભાવક રચના,અભિનન્દન મુકેશભાઈ
નીલેશ
વાહ બેના… મુકેશભાઇએ આ ગીત મોકલ્યું અને ‘જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ’ એ મીઠા શબ્દો સાથે શરૂ કર્યું… ત્યારથી જ આ ગીત ખૂબ જ ગમી ગયું..!
ટહુકાને જન્મદિવસની વધાઇ પહોંચાડનાર દરેક મિત્રનો હ્રદયપૂર્વક આભાર..!
સાહિત્ય, સુર અને સંગીતનો સમન્વય સુંદરતાથી શણગારવા શુભકામના.
ઊર્મિ ના સાગર પર નિત્ય ટહુકાઓ થતા રહે તેવી ચોથા જન્મદિન નિમિત્તે હાર્દિક શુભેચ્છા.
યોગિની અને ઉલ્લાસ ઓઝા
અરે… મુકેશભાઇનાં જન્મદિને,
આ જ ગીત મૂકી તેમને શુભેચ્છા પાઠવેલી !!