મને ખૂબ જ ગમતી વિવેકની થોડી ગઝલોમાંની જ એક સૂરીલી ગઝલ આજે માણીએ, એના જ જન્મદિવસે.  ગયા વર્ષે આ જ ગઝલ વિવેકનાં બ્લોગ પર સરપ્રાઈઝ પોસ્ટરૂપે મૂકી હતી… યાદ છે મિત્રો?  આજે એ જ ગઝલ આપણે અહીં ફરી સાંભળીએ અને માણીએ.

વ્હાલા વિવેકને જન્મદિવસની અઢળક હાર્દિક શુભેચ્છાઓ… બોલે તો, એકદમ દિલસે!  :-)

vai

(વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે…    ફોટો: વિવેક )

સંગીત : મેહુલ સુરતી
સ્વર : અમન લેખડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

- વિવેક મનહર ટેલર

અને હા…. કવિમિત્ર વિવેક કાણે ‘સહજ’ને પણ આજે એમના જન્મદિવસે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ.