આજે ગનીચાચાની પૂણ્યતિથિએ એમને સાદર શ્રદ્ધાંજલી સાથે સાંભળીએ એમની મને ખૂબ જ ગમતી ખૂબ જ જાણીતી ગઝલ…

(સૂરજ સુધી ગયો છું… ફોટો: વેબ પરથી)
સંગીત : ભરત પટેલ
ગાયક : નિગમ ઉપાધ્યાય
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.
જો કહું વિનમ્રભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.
હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.
આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.
નથી કંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.
બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.
‘ગની’ પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.
- ગની દહીંવાલા
(સૌજન્ય: ઓડિયો આલ્બમ માટે ‘ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન’ - શ્રી લલિત શાહનો ખાસ આભાર)








મઝાની ગઝલ.. અને સ્વર નિયોજન પણ મઝાનું થયું છે.
આ જ ગઝલ પંકજ ઉધાસના સ્વર-સ્વરાંકનમાં - ટહુકો પરઃ
http://tahuko.com/?p=447
પ્રિય ઉર્મિ,
આ મારી પણ અત્યંત પ્રિય ગનિભાઈની ગઝલ છે. ખુબ જ ઓરીજીનલ રચના છે. થોડું સાયન્સ પણ ગઝલમાં વણાઈ ગયુ છે. સુરજની વાતમાં એમણે બીગ બેંગની વાત કરી છે. સુર અને સંગીત પણ એટલું જ સરસ છે. આભાર!
દિનેશ ઓ. શાહ,શાહ-શુલમન સેંટર ઓફ સરફેસ સાયંસ એન્ડ નેનોટેકનોલોજી,ડી.ડી.યુનીવરસીટી, નડિયાદ,ગુજરાત,ભારત
Urmi - thanks for posting
આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.
વાહ …
એક અદ્દભુત રચના. બહુ જ સરસ પસંદ થઈ છે. જાણે કે મારી જ વાત અા મુઠ્ઠી ઊંચેરા શાયર કરી રહ્યા તેવો અનુભવ. અાજને દિવસે ગનીભાઈને સ્નેહસ્મરણો અને વંદના. અને તમને અા પેશ કરવા મને ખોબો ભરીને અભિનંદન. ધન્યવાદ.
મારી પ્રિય ગઝલોમાંની એક..
સાંભળવાની મઝા આવી. આભાર.
મારી ગમતી ગઝલ… બધાને ઑડિયો સંભળાયો પણ મને નહીં એટલે મારા જ પીસીમાં કંઈક ગરબડ લાગે છે…
વાહ ગનીભાઈ -
પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણે ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.
પત્થર માઁ પાણી તે આનુ નામ - અથવા કહો મીણનો પત્થર
સ ર સ
વાહ “ગનિ” પર્વતોનિ સામે આ રહ્યુ છે શિશ અણનમ
કોઇ પાપળો ઢ્ળ્યા ત્યા હુ ઝુકિઝુકિ ગયો છુ
ખુબજ સરસ ગિત અને રાગ ….મજા આવિ..
ચન્દ્રા
વાહ્ કન્ઠસ્થ કરવા જેવી ગઝલ છે.
“હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.”
આ નાની પંક્તિ ઘણું બધું કહી જાય છે…..
“માનવ”
સરસ પસંદગી. આ ગઝલ શ્રી ગની દહીંવાલાના સ્વરમાં જ સાંભળવાનો લહાવો મળેલો. ત્યારે મજા આવેલી. આજે પણ મજા આવી. આભાર.
હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.
આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.
વાહ
અને સુંદર ગાયકી
સ્વ. ગનિભાઈની પૂણ્ય તિથ નિમીત્તે ગઝલ સ્ંભળાવવા બદલ આભાર.
ખૂબ સુંદર ગઝલ
ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.
પર્વતોની સામે આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણે ઢળ્યાં ત્યાં હું ઝૂકીઝૂકી ગયો છું.