235175967_6dfadc22d3_m
(તારું આવવું…     ફોટો: વેબ પરથી)

તારું આવવું-
મારી અધૂરી રચનાઓના
આડાઅવળા
અટવાતા
વેરવિખેર શબ્દોનું
અચાનક ગોઠવાઈને
અર્થસભર
કવિતા બની જવું…

-પન્ના નાયક

પ્રિયજનનાં આગમનની મને ખૂબ જ ગમતી સુંદર અને સ-રસ અભિવ્યકતિ.   માર્ચની પાંચમીએ પન્નાઆંટીની વેબસાઈટ ‘વિદેશિની’ની પ્રથમ વર્ષગાંઠ હતી… એમને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.   આ પ્રસંગે માણો એમનું એક નવુંનક્કોર ગીત, બગીચો…  એમની વેબસાઈટ પન્નાનાયક.કૉમ પર.