
(નયણાં તો ઘૂઘવતું ગીત… ફોટો: વેબ પરથી)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર : હંસા દવે
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પ્રીત્યું તો શ્રાવણની સાંજ, મોરી સૈયર, પ્રીત્યું નંઈ વૈશાખી રાત.
પ્રીત્યું તો રામકલી રાગ, મોરી સૈયર, પ્રીત્યું નંઈ વે’વારી વાત.
નયણાં તો ઘૂઘવતું ગીત, મોરી સૈયર, નયણાં નંઈ મરજાદી વેણ.
નયણાં તો સાગરનો છાક, મોરી સૈયર, નયણાં નંઈ વીરડીનું વહેણ.
સમણાં તો સોનેરી આભ, મોરી સૈયર, સમણાં નંઈ રુદિયાની રાખ.
સમણાં તો જીવતરનો ફાગ, મોરી સૈયર, સમણાં નંઈ નીતરતી આંખ.
જોબન તો સુખડનાં શીત, મોરી સૈયર, જોબન નંઈ બાવળની શૂળ.
જોબન તો ડોલરની ગંધ, મોરી સૈયર, જોબન નંઈ આવળનું ફૂલ.
પરણ્યો તો પાંથીનો રંગ, મોરી સૈયર, પરણ્યો નંઈ આછકલી યાદ.
પરણ્યો તો કંકણનો સૂર, મોરી સૈયર, પરણ્યો નંઈ સોરાતો સાદ.
- વજુભાઈ ટાંક (૧૮/૦૮/૧૯૧૫ : ૩૦/૧૨/૧૯૮૦)








પ્રીત્યું તો શ્રાવણની સાંજ, મોરી સૈયર, પ્રીત્યું નંઈ વૈશાખી રાત.
સુન્દર ….
લોકગીતના ઢાળમાં દડતું મજાનું ગીત… ગાયકી પણ ગમી !
વજુભાઈ ટાંકને રુબરુ મળવાનો આનંદ આજે પણ અનુભવી રહ્યો છું….
excellent
keep it up
some time want to hear
“Kalapi’s : Jigger ane Ami :
???? prit..
sajan mari pritadi …
sajan mari pritadi bhuli na bhulase
ગાયકિ એક્દમ પસન્દ આવિ,,,હન્સાબેન દવેનો સ્વર સામ્ભડિને મજા આવિ ગઇ
ચન્દ્રા