આજે પ્રસ્તુત છે શ્રી દિનેશભાઈ શાહનું એક દ્વન્દ્વગીત, એમનાં જન્મદિવસે… બે અલગ અલગ સંગીત અને અલગ અલગ સ્વરમાં… પહેલીવાર 1986માં સ્વરબદ્ધ થયું હતું. અને બીજીવાર 2008માં એમનાં આલ્બમ ‘ઓ ગોરી’ માટે ફરી સ્વરબદ્ધ કરવામાં આવ્યું હતુ.
પ્રિય દિનેશ અંકલને જન્મદિવસની મબલખ શુભકામનાઓ !

(મનનો મયૂર મારો મસ્ત બની નાચતો…)
સંગીત નિયોજક: વિક્રમ વકિલ (1986)
સ્વર: મનહર દવે, હંસા દવે
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સંગીત અને સ્વર: કર્ણિક શાહ (2008)
આલ્બમ: ઓ ગોરી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
એ ગોરી તારા પાંપણનાં પલકારે
એ ગોરી તારા નયણાંનાં ઝબકારે
એ ગોરી તારા શમણાંનાં શણગારે
આ હૈયું મારું હેલે ચઢે…
ઓ મારું હૈયું હેલે ચઢે…
ફાગણના વાયરા મસ્ત બની ઘૂમતાં
કોયલડી કુંજતી ને ઝાડપાન ઝૂમતાં
ટમટમતા તારલા સાત તાળી રમતાં
ગગન કેરા ગોખલે સૂર્ય ચંદ્ર ઝૂલતા…
એ ગોરી તારા…
મનના મંદિરિયાના દ્વાર તે ઊઘાડી
અંતરની આરતીની જ્યોત તે જલાવી
મયુર પંખ પવન તણો પાલવ પ્રસારી
તનમનની ઊર્મિ સિતાર તેં વગાડી…
એ ગોરી તારા…
અષાઢી વાદળાં ને મેહુલિયો ગાજતો
મનનો મયૂર મારો મસ્ત બની નાચતો
શરમાતી ગોરી તારો ઘુંઘટ ઊઠાવતો
ચાંદલિયો આજ તો તુજથી શરમાતો…
એ ગોરી તારા…
(ગોરી જવાબ આપે છે)
પિયું રવિના તેજ બને ચંદ્ર કેરી ચાંદની
મેહુલિયા વાટ તારી જોતી હું તલાવડી
આસોપાલવ તું મારો વળગી હું તો વેલડી
મોરલો મીઠો તું મારો હું તો તારી ઢેલડી
ઓ પિયું તારી આંખ્યુંના અણસારે
વાલમ તારા વેણનાં રણકારે
પ્રિતમ તારા કિયા કામણગારે
આ હૈયું મારું હેલે ચઢે…
ઓ મારું હૈયું હેલે ચઢે…
-ડૉ.દિનેશ શાહ
આ સાથે જ દિનેશઅંકલનાં ઓ ગોરી સંગીત-આલ્બમની તેમ જ રમેશભાઈ અને હિમાંશુભાઈની સાથે મળીને તાજેતરમાં બહાર પડેલાં એમનાં ત્રિવેણીસંગમ સંગીત-આલ્બમ વિશેની માહિતી એમનાં નવાં બ્લોગ ત્રિવેણીસંગમ પરથી મળી રહેશે.








ડૉ. દિનેશ શાહ…જન્મદિન મુબારક..સુંદર ગીત..
હેપેી બર્થ ડે સાહેબ.સરસ દિનેશ બ્રાન્ડ કાવ્ય.
હેપી બર્થ ડે સાથે સરસ ગીત મુબારક
[...] ઓ ગોરી Posted on March 30, 2009 by thetrivenisangam આ ગીત માણવા માટે ગાગરમાં સાગર ઉપર જશો [...]
dr.denesh bhai salghirah mubarak ` khubsuratgeet `shafee subedar jacksonvill fl.
ડૉ. દિનેશભાઇ શાહને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ.
સાથે સાથે બન્ને ગીત માણવાની ખુબ જ મજા આવી.
જન્મદિવસ પર મસ્ત મસ્ત ગીત. Happy Birthday to Dineshbhai. જન્મદિવસની શુભ કામનાઓ.
ફરી એકવાર… Happy Birthday Dinesh Uncle..!!
ઓ ગોરી.. આલ્બમવાળું ગીત તો મેં પહેલા સાંભળ્યું છે - પણ મનહર દવે - હંસા દવેના અવાજવાળું પહેલીવાર સાંભળ્યું.. ખરેખર મઝા આવી ગઇ..!
ઉમિઁસાગરના ઓડિયો સાથેના નવાં રુપરંગ ગમ્યાં..
વિવિધતાની પધરામણી..!!
વિશ્વ ગુજૅરીના રત્નોની સેવા માટે ઘુણી ધખાવવા બદલ આભાર.
Dineshbhai,
Happy B Day from all of us from Pune…. Your family at Pune
Tamari kavita mate su lakhu? Just wonderful!
Warm Regards
Shirish Rekha & Pariwar
મસ્ત ગીત.
દિલીપ ચેવલી.
દિનિશભાઇ ને અભિનન્દૃન એકાતો .ન્મદિવસ માટૅ અને એજ દિવસે એમને
ગુજરાત સરકાર તરફ થિ મલેલા મોટાચેક માટૅ જેથિ ઍમનુ નેનો ટૅકનોલોજિનુ
કામ સરસ રિતે પાર પડૅ,દિનેશભાઇ ખુબ જિવો ને સુન્દર કામકરતા રહો પ્રભુ
તમને તન્દુરસ્તિ અને કામ કરવાનિ શક્તિ આપો એજ પ્રાથના.
Happy Birthday.