tulip
(ઉપવનમાં તો અજવાળુ અજવાળુ…  ફોટો: વેબ પરથી)

સ્વરકાર: અમર ભટ્ટ
સ્વર: ઝરણા વ્યાસ અને સોનિક સુથાર
આલ્બમ: વિદેશિની
(આ આલ્બમનાં બધા ગીતોની ઝલક અહીં સાંભળો!)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું,
ભમરાઓ તો મનમાં ગૂંજે ગીત ગહન મર્માળુ.

વાસંતી સંદેશો લઈ મન ઉડે આમ ને તેમ,
દિશ દિશમાં સુગંધી, સૂરજ છલકાવે છે પ્રેમ;
કંઠ ઝનકતી કોયલને હું કેમ કરી સંભાળું ?
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

આપણ ક્યાંય જવું નથીજી, ઉડે સૂર-ગુલાલ,
એકમેકનાં રંગેસંગે આપણ ન્યાલમ ન્યાલ;
આંખોમાં રેશમિયા મનનાં સપનાને પંપાળું,
ફુલ ખીલ્યું ને ઉપવનમાં તો અજવાળું અજવાળું.

-પન્ના નાયક

‘ફુલ’ ખીલવાની ઘટના ઘટે તો આખાયે ‘ઉપવન’માં અજવાળું અજવાળું તો થાય જ ને… સુંદર ગીતને સુમધુર ગાયકીએ વધુ નિખાર્યુ હોય એમ લાગે છે.

* મારા ‘ઉપવન’માં ‘ફુલ’ ખીલવનાર મારી ‘વસંત’ને જન્મદિવસની વધામણી સાથે આ ગીત અર્પણ !   :-)