આમ તો દેશમાં હવે ચોમાસું જવાના એંધાણ વરતાય છે ખરા, પરંતુ મેહુલરાજા કાંઈ એમ નેમ થોડા જ વિદાય થઈ જાશે?!!  ક્યારેક ક્યારેક ક્યાંક ક્યાંક ધોધમાર વરસતાં યે જાશે જ ને… કાલે જ દેશથી એક મિત્રએ મને કહ્યું કે ઘણા દિવસે આજે ધોધમાર વરસાદ આવ્યો… તો મને થયું આજે હું પણ અહીં ધોધમાર મેહુલીયો જ વરસાવું…  :-)

તાજેતરમાં જ સુરત મહાનગર સેવા સદનની 35મી નાટ્યસ્પર્ધામાં રજૂ થયેલાં 9 નાટકોમાંથી ‘એક હતી જસ્મા ઓડણ’  નાટકને પ્રથમ ઈનામ મળ્યું હતું…  તદુપરાંત આ નાટકનાં શ્રેષ્ઠ દિગ્દર્શન માટે સોનલ વૈદ્યકુલકર્ણીની, સર્વશ્રેષ્ઠ સ્ત્રી-અભિનય તરીકે નાયિકા જુહી પારેખની(પાત્ર ‘રંગલી’), શ્રેષ્ઠ સંગીત માટે મેહુલ સુરતીની અને શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ માટે પ્રા. જ્યોતિ વૈદ્યની પસંદગી થઈ હતી… સૌ વિજેતાઓને મારા હાર્દિક અભિનંદન… ગુજરાત મિત્રમાં આવેલો આખો અહેવાલ અહીં વાંચી શકો છો !

આ જ નાટકનું આ એક ગીત છે… ગીતમાં કિરણભાઈનાં સુંદર શબ્દો હોય અને એમાં મેહુલનું કર્ણપ્રિય સંગીત ભળ્યું હોય તો પછી આખું ગીત સાંભળીને આપણે ભીંજાઇ તો જઇએ જ ને!  અને આમ તો આખું ગીત જ ધોધમાર છે, પરંતુ મને આ ગીતની પહેલી બે પંક્તિઓ ખૂબ જ ગમી ગઈ… “મોરી ગાગરમાં દરિયો છલકાયો, કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…” અને જો જો હોં, તમે પણ અહીંથી લથબથ થઈને જ જશો… પાક્કી ગેરેંટી!! 

radha-krishna-with-gaagar.jpg
(મોરી ગાગરમાં સાગર છલકાયો…)

સંગીત: મેહુલ સુરતી 
સ્વર:  હીના પટેલ, ખુશ્બુ રોટલીવાલા, પ્રિયંકા ભટ્ટાચાર્ય અને પરેશ ખંભાતી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મોરી ગાગરમાં….

મોરી ગાગરમાં દરિયો છલકાયો, 
કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…

એ… અમે કાઠિયાવાડી છે… અમે ઝાલાવાડીછે…
એ… એ તમે રાખો તો અમે રઈએ… નઈં તો ઝાલાવાડ જઈએ…

પાણી ભરીને હવે થાકી ગાગર એને છલકાવો ઝાકળથી હાય…
પ્યાલામાં ઝાકળ હું રેડું તો વાગે છે…
પ્યાલામાં ઝાકળ હું રેડું તો વાગે છે જાણે ભીની શરણાઈ…
સૂર એવો છાતીમાં રેલાયો…
સૂર એવો છાતીમાં રેલાયો,
કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…

મોરી ગાગરમાં….
મોરી ગાગરમાં દરિયો છલકાયો, 
કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…

* * *