આજે હસ્તાક્ષર આલ્બમનું… મધુરા દિવસોની યાદ વિશેનું… મારું એક અતિપ્રિય ગીત…

( એવા દિવસોની વાત મને યાદ છે, તને યાદ છે? )
આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: પાર્થિવ ગોહિલ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?
સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?
મારી આંખમાં તું…
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?
સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
* * *








બહુ મઝાનું ગીત !
સોનેરી પોયણી-હો-મા’–વાહ વાહ્-શુ શબ્દો ચ્હે-શુ’ સુર ચ્હે–સોનામા’ સુગ્’ધ
ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું,
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું…
-કેટલી અદભુત કલ્પના છે ! ચોમાસામાં ચોતરફ ઘાસ ઊગી નીકળે એ રીતે જ્યારે ચાર આંખો મળે ત્યારે રગ-રગમાં ખળભળાટ મચે અને ધરતીમાંથી ઊગી નીકળતા ઘાસની જેમ રોમાંચ થાય…
ખૂબ જ સુંદર ગીત… જેટલું સુંદર લખાયું છે, એટલું જ સુંદર ગવાયું પણ છે…
“ખરબચડું લોહી થતું, રુંવાટીદાર….”
આ કલ્પનાતો રમેશપારેખની જ હોય!
અને હા સાથે…..
ખૂબ જ સરસ કસાયેલ સ્વર સંયોજન.
રમેશ પારેખની સુંદર રચના……સાથે પાથિઁવભાઈનો મખમલી અવાજ .શ્યામ સૌમિલ ..સોનાના ……..સુગંધ ના ભળે તો શુ થાય..
આશરે આડત્રીસ વરસ પહેલાં, હું એન્જિનિયરીંગ કોલેજનો વિદ્યાર્થી હતો, અને કાવ્યસર્જનની દુનિયામાં હજી પા-પા પગલી ભરતો હતો, ત્યારે ‘કુમાર્’ કાર્યાલયની ‘બુધ-સભા’માં અચૂક જતો. સંપાદક શ્રી બચુભાઈ રાવત એમની અનોખી અદાથી કાવ્યો વાંચતા. થોડાં ટપાલમાં આવેલાં કાવ્યો, તો થોડાં અમે હાથોહાથ આપતા તે. ઉમાશંકરથી માંડી નવોદિત કવિયો સુધીનાં કાવ્યો વંચાતાં, અને કોઈ જાતના ભેદભાવ વિના ‘કુમાર’ માટે સ્વિકારાતાં, કે બાઊંસ થતાં.
રમેશ પારેખ પણ નવા કવિ (મારાથી જોકે સીનિયર)હતા, અને અમરેલીથી ટપાલંમાં કાવ્યો મોકલતા. જ્યારે બચુભાઈએ રમેશની ટપાલ ખોલી આ કાવ્ય વાંચ્યું ત્યારે ત્યાં હાજર હતા તે બધાના ચહેરા પર વસંત ખીલી ઉઠી. કહેવાની જરૂર નથી કે ‘તને યાદ છે’ કુમારમાં છપાયું.
ઘનશ્યામ ઠક્કર.
મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
અને ઘેરાતી રાત …..
રાતે આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે,તને યાદ છે?
વાહ !! આને કહેવાય …….
લોચનની ભાષામાં ઘટના અને જીવતરની ભાષામાં યાતના.
no words…….! !
[...] મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી, … [...]
[...] !! ખૂબ મજાનું પ્રણયોર્મિસભર આ ગીત ઊર્મિનાં બ્લૉગ પરની ઑડિયો પણ આ [...]