
(ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી… ફોટો: વેબ પરથી)
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ.
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉ
ત્યાં હૈયું હાથને રોકે
છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ,
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ.
અમે તમારાં અરમાનોને
ઉમંગથી શણગાર્યા
અમે તમારાં સપનાંઓને
અંધારે અજવાળ્યાં
તોય તમારી ઈચ્છા મુજથી દોડે આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ.
-મેઘબિન્દુ
‘મેઘબિન્દુ’નું નામ મેઘજી ખટાઉ ડોડેયા (જન્મ : ૧૯૪૧), કાવ્યસંગ્રહ : સંબંધ તો આકાશ, દરિયો, વિસ્મય. આ કવિ મુંબઈમાં- મુલુંડમાં રહે છે. એમની કવિતાનું મૂળ અંગત સંવેદનામાં છે. કાગળમાં ઘણીયે વાર લખવાનું ઘણું બધું હોય પણ છતાંયે જયાં કાગળ લખવાની શરૂઆત કરીએ ત્યાં તો શું લખવું એની વિમાસણ હોય છે. દિવ્ય ભાસ્કરની હયાતીનાં હસ્તાક્ષર કોલમમાં વાંચો, સુરેશ દલાલ દ્વારા આ ગીતનો ખૂબ જ સ-રસ રસાસ્વાદ.








ખૂબ જ સહજ અને સરળ કાવ્ય જાણૅ કશાય પ્રયત્ન વિના લખાયેલ. જાણે હૈયાની વાત અનયાસે શબ્દોમાં વહી નીકળી હોય. કશાય આડમ્બર વિનાની ‘સાચ્ચી’ ભાવના.
ખુબ જ સુન્દર ગેય કાવ્ય
સુંદર ગીત…
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં… ક્યા બાત હૈ !!!
કાગળ લખવાનુ ગીત વાચીને ખુબજ આનન્દ થયો. આજની પેઢીને તો આ કાગળ લખવાની સમ્વેદના ની તો ખબર પણ નહી પડે.
“…ઝળઝળિયાંની ઝાંખપ..”
વાહ કવિ.
સાદગીનું સૌંદર્ય..
agree with rohitbhai..
very nice..
મઝાનું ગીત…
મજાનું ગીત…
મારા પરિચિત કવિની રચના વાંચી ખૂબ આંનદ થયો
અમે તમારાં સપનાંઓને
અંધારે અજવાળ્યાં
તોય તમારી ઈરછા મુજથી દોડે આગળ આગળ,
ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ કયાંથી કાગળ.
વાહ વાહ, સરસ રચના-
જેવી સુન્દર રચના તેવોજ સુન્દર ફોટો..
બન્ને માટે અભિનંદન..ખુબ …ખુબ…..અભિનંદન્…
ઘણું ઘણું કહેવુ હોય,ને ઝળઝળિયાની ઝાંખપ વચ્ચે કાગળમાં કશું જ ન લખી શકાય એ વિમાસણ કવિએ ખૂબ જ સહજ રીતે આ કાવ્યમાં વ્યક્ત્ત કરી છે.
ખૂબ સરસ ગીત!
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉ
ત્યાં હૈયું હાથને રોકે –સુખ અને દુખની સહજતાને સરળતાથી રજુ કરી છે,ખુબ જ સુંદર રચના. - રાજેન્દ્ર નામજોશી - વૈશાલી વકીલ ( સુરત )
સુખની ઘટના લખું તમોને
ત્યાં દુ:ખ કલમને રોકે
દુ:ખની ઘટના લખવા જાઉ
ત્યાં હૈયું હાથને રોકે
મનના ભાવ ને કાવ્યમય રીતે વહેતા મૂક્યા.ખૂબ જ સરસ.
રમેશ પટેલ(આકાશદીપ)
લખિ લખિ ને થાકિ તોય વાત થૈ ના પુરિ .ને કાગળ ની હોડિ વેદના ના ભાર થિ જ ડુબિ….
ખૂબ સુંદર… મુલાયમ ઉર્મિગીત, પ્રભાવક પ્રારંભ ગમ્યો;
“નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ”… ધન્યવાદ
સુખ અને દ્;ખનિ સહજતાથિ રજુઆત કરિ…ખુબજ પસન્દ આવિ…
ધન્યવાદ
ચન્દ્રા
હ્રદયમાઁ ઘુટાતી છુપી વેદનાને સુઁદર શબ્દોમા શણગારી….અદભુત કૃતિ
અમે તમારાં સપનાંઓને
અંધારે અજવાળ્યાં
તોય તમારી ઈરછા મુજથી દોડે આગળ આગળ,