
( એને વન પોપટની પાંખ… Very Rare Parrot Flower of Thailand!)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો.
એ જી આંબાની મ્હોરી મંજરી કોઈ ફાગણ લ્યો,
એવાં સરવર સોહે કંજ રે કોઈ ફાગણ લ્યો.
એ જી દરિયા દિલનો વાયરો કોઈ ફાગણ લ્યો,
એ તો અલમલ અડકી જાય રે કોઈ ફાગણ લ્યો.
એ જી જુગલ વાંસળી વાજતી કોઈ ફાગણ લ્યો,
એને નહીં મલાજો લાજ રે કોઈ ફાગણ લ્યો.
એ જી દિન કપરો કંઈ તાપનો કોઈ ફાગણ લ્યો,
એની રાત ઢળે રળિયાત રે કોઈ ફાગણ લ્યો.
એ જી ઊડે કસુંબો આંખમાં કોઈ ફાગણ લ્યો,
એને વન પોપટની પાંખ રે કોઈ ફાગણ લ્યો.
એ જી ગગન ગુલાબી વાદળાં કોઈ ફાગણ લ્યો,
જોબનિયું કરતું સાદ રે કોઈ ફાગણ લ્યો.
એ જી ફાગણ આવ્યો ફાંકડો કોઈ ફાગણ લ્યો,
એનો વાંકડિયો કંઈ લાંક રે કોઈ ફાગણ લ્યો.








ખૂબ જ સરસ.વસન્ત અને ફાગણના આગમન નિમિત્તે પ્રસ્તુત ગીત રજૂ કરવા બદલ અભિનન્દન.
ફાગણના આગમનને વધાવી લેનારું ગીત મન સુધી પહોંચી ગયું.ખુબજ સરસ રચના.
- રાજેન્દ્ર નામજોશી - વૈશાલી વકીલ ( સુરત )
બહુ સરસ ગીત ! મજા આવી ગઈ!
હુ અમદાવાદ કોલેજમા અભ્યાસ કરતો હતો ત્યારે કુમારનેી બુધવારેી સભામા કોઇકવાર મુમ્બઇથેી આવતા ત્યારે બચુભાઇ સાથે મુલાકાત થૈ હતેી અને ત્યારે બેીએમા એમનો કાવ્ય સંઘ્રહ પણ અભ્યાસમા હતો.એ વાત સ્મરીને એમને શોકાંજ્લિ અર્પુ છુ.
an exquisite presentation of very melodiuos creation of
Rajendrabhai and Kshemubhai.What a combition—
ખુબજ સરસ ગિત ,,,આવા ગુજરતિ ગિતો સામ્ભડિ ને બહુજ ગર્વ થાય છે..