કવિશ્રી ઇન્દુલાલ ગાંધીનાં જન્મદિવસે એમનું એક યાદગાર ગીત માણીએ…

(વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે…)
પ્રભુજીને પડદામાં રાખ મા,
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા !
વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એવી ભીતિ વંટોળિયાની ભાખ મા,
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા !
આડે ઊભો તારો દેહ અડીખમ ભળી જાશે એ તો ખાખમાં,
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા !
ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી થાક ભરેલો એની પાંખમાં,
સાત સમંદર પાર કર્યા તોયે નથી રે ગુમાન એની આંખમાં;
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા !
આંખનાં રતન તારા છોને હોલાય છોને હિરા લૂંટાય તારા લાખના,
હૈયાનો હિરો તારો નહિ રે લૂંટાય કોઈથી, ખોટા હીરાને ખેંચી રાખ મા;
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા !
-ઇન્દુલાલ ગાંધી
લયસ્તરો પર યાદગાર ગીતોની શ્રેણીમાં આજે એમનું બીજું સુંદર ગીત પણ માણો…
આજ અમે અંધારું શણગાર્યું અને ટહુકા પર સાંભળો એમનું ખૂબ વખણાયેલું ગીત, આંધળી માંનો કાગળ !








આખના રતન તારા છોને હોલાય છ્હોને હિરા લુટાય તાર લાખના
હૈયાનો હિરો તારો નહિ રે લુટાય કોઇથિ , ખોટા હિરાને ખેચિ રાખમા
ખુબજ સુન્દર …..
ચન્દ્રા
Dear Urmi,
Thank you for discovering these jewels of Gujarati poetry and bringing them to the attention of your readership. Thanks to your efforts that we have enjoyed so many wonderful songs of years gone by and poets gone by! This is a very valuable service that you have provided and are continueing to provide to Gujarati poetry lovers,
Dinesh Uncle, Gainesville, Florida, USA
સુંદર સુંદર જૂનાં મોતી શોધી રજૂ કરવા બદલ ખૂબ ખૂબ આભાર.
Full of wisdom!
અદભૂત પ્રાર્થના ગીત!
સુધીર પટેલ.
સુંદર રચના.. કાવ્યરસ અને ભક્તિરસથી છલોછલ….
વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એવી ભીતિ વંટોળિયાની ભાખ મા,
પૂજારી, તારા આતમને ઓઝલમાં રાખ મા ……….
મો તી ડા મ ળી ગ યા………..
ભક્તિસભર મઝાની રચના
વાયુ વીંઝાશે ને દીવડો હોલાશે એવી ભીતિ વંટોળિયાની ભાખ મા,
આડે ઊભો તારો દેહ અડીખમ ભળી જાશે એ તો ખાખમાં,
ઊડી ઊડીને આવ્યાં પંખી હિમાળેથી થાક ભરેલો એની પાંખમાં,
સાત સમંદર પાર કર્યા તોયે નથી રે ગુમાન એની આંખમાં;
આંખનાં રતન તારા છોને હોલાય છોને હિરા લૂંટાય તારા લાખના,
હૈયાનો હિરો તારો નહિ રે લૂંટાય કોઈથી, ખોટા હીરાને ખેંચી રાખ મા;
વાહ વાહ - ઘણી જ ઊમદા નસીયત / સલાહ / Advice.
One must follow these Golden averments stated by the Poet.
I 101% agree with what Dineshbhai has stated… Urmiben………You are doing indeed a very very nice job of making all of us rich by your hard work!
Regards
કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીને જન્મદિન પ્રસંગે શુભેચ્છાઓ અને આવી સુંદર પ્રાર્થના આપવા બદલ તેમનો તથા તમારો પણ આભાર.
ગીત તો સુંદર જ પણ એનો લય જોયો? એ પેઢીના કવિઓએ લોકગીતો, ગરબાઓ અને સહજ હલકને કેવી કુશળતાથી વાપરી છે!
સરસ !
Urmi,
You did excellent job by finding this poem and this shows your choice and level of your mind development.
thanks and regards
DHIREN
સરસ ભક્તિરચનાના આસ્વાદ માટે, બાળપણમા પ્રાથનાના રુપમા સાંભળેલુ અહીં કેનેડામા માણવા મળ્યુ એનો વિશેષ આનદ, આપનો આભાર…..
POETS NAME IS SHRI INDUKUMAR PAREKH AND NOT GANDHI-HE WAS A MUSIC DIRECTOR OF MANY GUJRATI FILMS LIKE “JOGIDAS KHUMAN” ETC. THIS IS JUST FOR INFORMATION.