તેજના રસ્તા ઉપર દોર્યો મને,
શગની માફક આપે સંકોર્યો મને.
મંજરીની મહેકનાં ભારે લચું,
એક આંબો જાણે કે મ્હોર્યો મને.
ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું,
એણે અંદરથી સખત કોર્યો મને.
આ બધા શબ્દોનું ચિતરામણ કરી,
મેં જ આ કાગળ ઉપર દોર્યો મને.
ઠોઠને ઠપકો નજાકતથી દીધો,
તેં ગઝલ આપીને ઠમઠોર્યો મને.
એક્કે એક શે’ર પર આફ્રીન થઈ જવાય અને ‘દોબારા દોબારા’ શબ્દો મ્હોંમાંથી આપોઆપ નીકળી ઉઠે એવી મૃદુભાષી ગઝલ. કોઈ પણ એક શે’ર વિશે લખવા જઈશ તો અન્ય શે’રને જરૂર અન્યાય થઈ જશે… એટલે આ ગઝલને બસ એમ જ માણીએ !









કેમ સારુ
આ બધા શબ્દોનું ચિતરામણ કરી,
મેં જ આ કાગળ ઉપર દોર્યો મને.
સરસ
કાગળના વિસ્તાર ઉપર કંઈ વગડા જેવું રહીએ!કાગળ ઉપર આડાઅવળા લીટા કે કાંઇક દોરવા પ્રયત્ન કરો. આ કરવાથી તમારામાં છુપેલી સર્જનાત્મકતા બહાર આવશે !
વાહ દોસ્ત ! મસ્ત ગઝલ…
બધા જ શેર મન ડોલાવી દે એવા…
એકએકથી ચડિયાતા શે’રોવાળી ગઝલ.સુંદર
સાવ સરળ પારેવા જેવી ગઝલ જેમાં શેર શેરે આફ્રિન આફ્રિન બોલાઈ જવાય
ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું,
એણે અંદરથી સખત કોર્યો મને.
આ શેરમાં મને “સખત” શબ્દને બદલે “સતત” શબ્દ વધુ જામત એવું લાગે છે.ખેર આ તો મારું શાણપણ મને આવું લખવા પ્રેરે છે.જોકે હું દ્રઢ્પણે માનું છું કે કવિ તેના મન નો રાજા છે,જે વખતે સર્જન પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે જે અનુભુતિ થતી હોય તે પ્રમાણે શબ્દોની પસંદગી થતી હોય છે.એટલે આવા સુધારા-વધારાના તુકકા ફળદ્રુપ ભેજની નીપજ નઝર અંદાઝ કરી હળવાશ થી લેવા યોગ્ય છે.
મનોજ ખંડેરિયા- આમે ય મારા પ્રિય કવિ છે-આવી સુઁદર રચના મુકવા બદલ આભાર.
અનોખા રદીફ લઈને પોતાની વાતને એક અલગ સ્ટાઈલથી પ્રસ્તુત કરી ભાવક/વાચક અને વિવેચક બધાના ગળે શીરાની જેમ ઉતરી જતાં આ કવિ કે એમના કવન વિષે લખવા કે બોલવા બેસીએ તો વરસોના વરસ લાગે……
ડહાપણ અને શાણપણ એમાં જ ગણાશે કે, મનોજભાઈની રચનામાં ડૂબીને માત્ર એને માણીએ અને સમજવા પ્રયત્ન કરીએ તો ઘણું શીખી શકાય.
ના નિકળતુ આસુ ભમરો થઇ ગયુ
એણે અન્દરથિ સખત કોર્યો મને
બહુજ સરસ્…
ચન્દ્રા
સ્રરસ. નાજુક અને અનોખું ભાવવિશ્વ પ્રગટ કરતી ગઝલ.
ખુબ જ સુન્દર રચના મનોજભાઈના શબ્દો તો મન સુધિ પહોન્ચે એવા ને મન્ ને સ્પર્શે એવા હોય ;વધુ શુ કહેવુ ?
મનોભાવ વ્યક્ત કરતી ખુબ ભાવવાહી ગઝલ, મનોમન વિચારતા કરી દે છે………….આભાર..