ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો?
ટોપો ઉર્જિતાને પે’રાવો, આજુબાજુ કન્ડક્ટર બેસાડો,
“બાકી ટિકિટ, બાકી ટિકિટ” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો?
ટોપો રૂપલને પે’રાવો, આજુબાજુ ખાનદેશિયા બેસાડો,
“કાય સાંગલે, કાય સાંગલે” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો?
ટોપો શ્રેયાને પે’રાવો, આજુબાજુ બાવા બેસાડો,
“રાધેશ્યામ, રાધેશ્યામ” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો?
ટોપો નિશાને પે’રાવો, આજુબાજુ કાછિયા બેસાડો,
“શાકભાજી, શાકભાજી” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો?
ટોપો અમિતાને પે’રાવો, આજુબાજુ કાળિયા બેસાડો,
“વોટ્સ અપ?! વોટ્સ અપ?!” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો?
ટોપો મોનાને પે’રાવો, આજુબાજુ સ્પેનિયા બેસાડો,
“સેનિયોરીતા, સેનિયોરીતા” કરે બિચારીને ટોપો પે’રાવો…
ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો?
ટોપો મોનલને પે’રાવો, આજુબાજુ કોલેજીયન બેસાડો,
“આઈ લવ યુ, આઈ લવ યુ” કરે બિચારીને ટોપો પે’રાવો…
*
યાદદાસ્તમાંથી ફૂટેલું ફટાણું…
(લયસ્તરો પરની સપ્તપદી વિશેષ ઉજવણીનાં ભાગરૂપે)









વાહ.. શું યાદદાસ્ત છે!?
આ બધી છોકરીઓના નામ જાણીતા લાગે છે…
ફટાણાંની મજા જ કંઈ ઓર છે…
આ ફટાણું છેલ્લા ૪ વર્ષથી અમારા ઘરમાં છોકરા કે છોકરી ના લગ્નમાં અચુક ગવાય છે. મામાના બે ઘરો વચ્ચે ચોકમાં બધા ભેગા થયા હોય અને ફટાણા શરુ થાય. એમાં શરુઆત તો ઘરની વહુ અને જમાઈ થી થાય પછી વેવાઈપક્ષનો વારો આવે.
આ ગીત ગામડાના લોકો ને નથી ખબર હોતી પણ મોટે ભાગે NRI જ ગાતા હોય છે.
સરસ નવીન ફટાણાં
મારી બચપણની યાદોમાંનું એક એવું એકદમ સરળ લય-રાગમાં ગવાતું ઉત્તર ગુજરાતનું એક જાણીતું અને ખૂબ funny આ લગ્નગીત છે. જુઓ અસરના ઓટલે મારી નૉંધ http://asaryc.wordpress.com/2009/05/06/copypastenibhavai/#comment-162
મને યાદ છે તે પંક્તિઓ
ઈંગ્લીશ ટોપો મંગાય રે ઊપર વાંદરો બેહાડ’રે, હૂપાહૂપ-હૂપાહૂપ કર બચારાન્..ટોપો મંગાય રે
ઈંગ્લીશ ટોપો મંગાય રે ઊપર કંડક્ટર બેહાડ’રે, ટિકીટ-ટિકીટ-ટિકીટ-ટિકીટ કર બચારાન્..ટોપો મંગાય રે
પણ મને અન્ય પંક્તીઓ યાદ આવતી નથી.
વાહ
આ ફટાણું મારી બેનપણી ગાય
અને
મને પહેરાવે
ઈંગ્લિશ ટોપો મંગાવો… ટોપો કોને રે પે’રાવો?
ટોપો —-ને પે’રાવો, આજુબાજુ કોલેજીયન બેસાડો,
“આઈ લવ યુ, આઈ લવ યુ” કરે બિચારીને ટોપો પે’રાવો…
સરસ ફ્ટાણા ગીત, લગ્નની મોસમ લાગે છે……
સરસ ફટાણું છે.
લગ્ન પ્રસન્ગે ફટનણા મા જે મસ્તિ મજા છે તેના જેવો આનન્દ
અનુભવ કર્વા લાયક છે …હા….સહન શિતા પણ હોવિ જરુરિ છે…
છ્@ન્દ્ર્@
આના જેવું જ બીજું એક ફટાણું…
પાણીનો પરપોટો નાચે, ચાલો જોવા જઈએ રે
ત્યાં તો પેલી અમિતા નાચે, ચાલો જોવા જઈએ રે
જાડી છે પણ સરસ નાચે, ચાલો જોવા જઈએ રે
પાણીનો પરપોટો નાચે, ચાલો જોવા જઈએ રે
ત્યાં તો પેલી મોના નાચે, ચાલો જોવા જઈએ રે
ઠીંગણી છે પણ સરસ નાચે, ચાલો જોવા જઈએ રે
પાણીનો પરપોટો નાચે, ચાલો જોવા જઈએ રે
ત્યાં તો પેલી જયશ્રી નાચે, ચાલો જોવા જઈએ રે
કાળી છે પણ સરસ નાચે, ચાલો જોવા જઈએ રે
પાણીનો પરપોટો નાચે, ચાલો જોવા જઈએ રે
ત્યાં તો પેલી ઉર્જિતા નાચે, ચાલો જોવા જઈએ રે
સૂકલકડી પણ સરસ નાચે, ચાલો જોવા જઈએ રે
પાણીનો પરપોટો નાચે, ચાલો જોવા જઈએ રે
ત્યાં તો પેલી વૈશાલી નાચે, ચાલો જોવા જઈએ રે
લાંબી છે પણ સરસ નાચે, ચાલો જોવા જઈએ રે
આ ગીત ગામડાંમાં પણ હજુ ગવાય જ છે.