
(જમાઈ, તારા ચોગડાનો પત્તો નહિ…
)
એકડો ભણ્યા, બગડો ભણ્યા, ત્રગડો ભણ્યા સહી,
ભણી ભણીને થાકી ગયા પણ ચોગડાનો પત્તો નહિ,
જમાઈ, તારા ચોગડાનો પત્તો નહિ !
લંડન ફર્યા, પેરિસ ફર્યા, દુબઈ ફર્યા સહી,
ફરી ફરીને ખૂબ ફર્યા પણ ફરતાં આવડ્યું નહિ,
જમાઈ, તને ફરતા આવડ્યું નહિ !
ગુજરાતી ખાધું, પંજાબી ખાધું, ચાઈનીઝ ખાધું સહી,
ખાઈ ખાઈને ખૂબ ખાધું પણ ખાતાં આવડ્યું નહિ,
જમાઈ, તને ખાતાં આવડ્યું નહિ !
બૂટ પહેર્યા, ચંપલ પહેર્યા, મોજડી પહેરી સહી,
પહેરી પહેરીને ખૂબ પહેર્યું પણ ચાલતાં આવડ્યું નહિ,
જમાઈ, તને ચાલતાં આવડ્યું નહિ !
એમ-પી-થ્રી વાપર્યું, આઈ-ફોન વાપર્યો, કમ્પ્યુટર વાપર્યું સહી,*
ઈન્ટરનેટ પણ ખૂબ વાપર્યું પણ બ્લોગિંગ આવડ્યું નહીં,
જમાઈ, તને બ્લોગિંગ આવડ્યું નહિ !
*
લગ્નમાં any time ગવાતું ને મને બહુ ગમતું ફટાણું… જેમાં ‘જમાઈ’ની જગ્યાએ જમાઈનું નામ બોલવાથી તો એની મજા જ બમણી થઈ જાય… *છેલ્લો customize અંતરો ખાસ મારા તરફથી વરરાજાને અર્પણ… :-)
(લયસ્તરો પરની સપ્તપદી વિશેષ ઉજવણીનાં ભાગરૂપે)








એમ-પી-થ્રી વાપર્યું, આઈ-ફોન વાપર્યો, કમ્પ્યુટર વાપર્યું સહી,*
ઈન્ટરનેટ પણ ખૂબ વાપર્યું પણ બ્લોગિંગ આવડ્યું નહીં,
જમાઈ, તને બ્લોગિંગ આવડ્યું નહિ !
will match… appropriate ! haaa haaaaa !!
હા હા હા….
મને પણ આ તમારું Customization ઘણું જ ગમ્યું..!!
ફટાણાંની રમઝટથી મઝા આવી એ રીતે વિસરાઈ રહેલાં ખાયણાં,ઉખાણાં અને હ્ડૂલાં મૂકી શકાય.
લગ્નગીત ગાતા ગાતા ફટાણું યે જોડી દીધું, વાહ, મજા પડી ગઈ. આ ફટાણું ભલે જુના જમાનાથી ગવાતું હશે જ્યારે ચાઈનીઝ વગેરે ખવાતું પણ નહીં હોય કે દુબઈ, પેરિસ વગેરે ફરવા નહીં ગયા હોય બાકી અત્યારના જમાનામાં આ બધું જરૂર કરતાં હશે પણ પૈસાની લહાયમાં ખાતા કે ફરતા તો નહીં જ આવડતું હોય. ફટાણું ગાઈને અત્યારના જમાના અનુસાર જમાઈ ઉપર સરસ જોક કર્યો છે.
સરસ છે. મજા પડી ગઈ.
Ek vagya be vagya tran vagya sai,
janaiyo ne kehedejo koi gadbad kare nahi
…
cigarette aapsu, bidi aapsu, hukko aapsu sai
janaiyo ne kehedejo koi thutha veene nai
…
light rakhsu, torch aapsu and candle aapsu sai
janaiyo ne kehedejo koi bhite batkai nai..
…
many more…
‘જમાઈ’ ની જગ્યાએ ‘ધવલ’ ગાવાની મજા જરા વધારે જ આવી હતી…
સરસ લગ્નની મૌસમ માણવા મળી, આભાર