આવી ધવલભાઈ પરણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને…
આવી મોનલબેન પરણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને…
મંડપ ઉપર મૂકી સાકર, ઈલાફોઈને વળગી ડાકણ
આવી ધવલભાઈ પરણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને…
મંડપ ઉપર મૂક્યું સંતરૂ, ઊર્મિલાફોઈને વળગ્યું વંતરુ,
આવી ધવલભાઈ પરણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને…
મંડપ ઉપર મૂક્યો સોસિયો, અમિતાબેનને લઈ ગયો ઘસીયો,
આવી ધવલભાઈ પરણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને…
મંડપ ઉપર મૂક્યું રીંગણ, વિવેકને તો લઈ ગઈ કાળિયણ,
આવી ધવલભાઈ પરણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને…
મંડપ ઉપર મૂક્યો સાબુ, ઉર્જિતાને લઈ ગયો બાબુ,
આવી મોનલબેન પરણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને…
મંડપ ઉપર મૂકી પેપ્સી, નિરવને તો લઈ ગઈ જીપ્સી,
આવી મોનલબેન પરણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને…
મંડપ ઉપર મૂક્યો દિવો, વરકન્યા તમે ઘણું ઘણું જીવો,
આવી ધવલભાઈ પરણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને…
આવી મોનલબેન પરણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને…
*
યાદદાસ્તમાંથી ફૂટેલું ફટાણું… લગ્ન પછી ફલાભાઈને જાહેર કર્યા બાદ અહીં જરૂરથી એમનું નામકરણ કરીશ હોં…
(લયસ્તરો પરની સપ્તપદી વિશેષ ઉજવણીનાં ભાગરૂપે)
*
નોંધ: (નવેમ્બર ૯, ૨૦૦૯) આજે આ ફટાણાંમાં ફલાભાઈ નું નામકરણ કરી દીધું છે… એમનાં નામની સાથે આ ફટાણું એમનાં લગ્નમાં ગાવાની અમને બધાને તો ખૂબ્બ જ મજ્જા પડી હતી… ખરું ને, વિવેક?!

આવી ફલાભાઈ પરણાવવાની લ્હેર ના આવે ફરી ફરીને…
અહીંથી આ ફલાભાઇ ને કાઢીને વરરાજાનું નામ લખવા માટે મારી આંગળીઓ સળવળી રહી હતી.. પણ તમે કહ્યું કે લગ્ન પછી એ જાહેરાત કરશો એટલે માંડી વાળ્યું..!! લગ્નનું ગીત અને વરરાજાનું નામ ના આવે તો કંઇ મઝા આવે?
સરસ ગીત છે.
સરસ નવીન ફટાણાં ગમ્યાં
ફટાણા લગ્ન ગીતો ક્યાંથી લઈ આવો છો, લગ્નમા મહાલતા હોઈએ ત્યારે પણ આટલુ સરસ રીતે અર્થસભર માણવાનો મોકો ઓછો મળે છે, શ્રી ઉર્મિબેન, આપનો આભાર…….
સરસ… !
સરસ ગીત છે.
ખાસ ઘરનાં જમાઈઓ માટે ગવાતું ફટાણું… (જે અમે ગાયું પણ હતું!)
આવો જમાઈરાજ ! બેસો જમાઈરાજ ! તમને આદરમાન છે…
ધવલભાઈનાં લગ્નપ્રસંગે અમને ઝાઝેરાં કામ છે,અમને ઝાઝેરાં કામ છે.
આવો સુનીલભાઈ ! બેસો કેતનભાઈ ! તમને આદરમાન છે…
ધવલભાઈનાં લગ્નપ્રસંગે ગારબેજ કાઢવાનું ઘણું કામ છે, ગારબેજ કાઢવાનું કામ છે.
આવો ગૌતમભાઈ ! બેસો ગૌતમભાઈ ! તમને આદરમાન છે…
ધવલભાઈનાં લગ્નપ્રસંગે વાસણ માંજવાનું ઘણું કામ છે,વાસણ માંજવાનું કામ છે.
આવો કેતનભાઈ ! બેસો સુનીલભાઈ ! તમને આદરમાન છે…
ધવલભાઈનાં લગ્નપ્રસંગે છોકરા સાચવવાનું કામ છે, છોકરા સાચવવાનું કામ છે.