બંગડીનો રંગ છે ગુલાબી, મોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને મોનલ બજારમાં ગઈ’તી,
કાછિયાની થઈ ગઈ માનિતી, મોનલ તારી ભર રે જુવાની.
બંગડીનો રંગ છે ગુલાબી, મોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને મોનલ થિયેટરમાં ગઈ’તી,
ગેઈટકીપરની થઈ ગઈ માનિતી, મોનલ તારી ભર રે જુવાની.
ગેઈટકીપરની થઈ ગઈ માનિતી, મોનલ તારી ભર રે જુવાની.
બંગડીનો રંગ છે ગુલાબી, મોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને મોનલ કોલેજમાં ગઈ’તી,
પ્રોફેસરની થઈ ગઈ માનિતી, મોનલ તારી ભર રે જુવાની.
પ્રોફેસરની થઈ ગઈ માનિતી, મોનલ તારી ભર રે જુવાની.
બંગડીનો રંગ છે ગુલાબી, મોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને મોનલ મેચ જોવા ગઈ’તી,
ક્રિકેટરની થઈ ગઈ માનિતી, મોનલ તારી ભર રે જુવાની.
ક્રિકેટરની થઈ ગઈ માનિતી, મોનલ તારી ભર રે જુવાની.
બંગડીનો રંગ છે ગુલાબી, મોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને મોનલ કારખાને ગઈ’તી,
ઘસિયાની થઈ ગઈ માનિતી, મોનલ તારી ભર રે જુવાની.
ઘસિયાની થઈ ગઈ માનિતી, મોનલ તારી ભર રે જુવાની.
બંગડીનો રંગ છે ગુલાબી, મોનલ તારી ભર રે જુવાની
બંગડી પહેરીને મોનલ દવાખાને ગઈ’તી,
ડૉક્ટરની થઈ ગઈ માનિતી, મોનલ તારી ભર રે જુવાની…
ડૉક્ટરની થઈ ગઈ દિવાની, મોનલ તારી ભર રે જુવાની…
*
થોડું થોડું યાદદાસ્તમાંથી અને થોડું થોડું મમ્મીને પૂછીને લખ્યું છે…
(લયસ્તરો પરની સપ્તપદી વિશેષ ઉજવણીનાં ભાગરૂપે)

તારી અને તારી મમ્મીની યાદદાસ્ત - બંનેને સલામ !
મસ્ત ફટાણું છે…. જો જે બાંધી મુઠ્ઠી ફટાણામાં કટાણે ખુલી ન જાય!
સરસ ફ્ટાણા ગીત, સરસ રજુઆત માટે અભિનદન……..
સરસ ગીત…
મઝાનો લય
સહેજે ગમી જાય તેવા શબ્દો…
ધન્યવાદ
સરસ મજા આવી ગઈ
હવે તો આવા ગીતો અને ફટાણાંઓ તો સાંભળવા ય કયાં મળે છે? કોઈ કોઈ લગ્નમાં ગાવાવાળા હોય પણ તેઓ તો તેમના બાંધેલા સમયમાં ગાઈ નાંખે, જ્યારે જે પ્રસંગ ઉકેલાતો હોય ત્યારે તેજ ઘડીએ થોડું ગવાય છે? તમે આ બધું યાદ કરીને લખો છો ત્યારે ૫૦ વરસ પહેલાનો જમાનો યાદ આવી જાય છે. બહુ સરસ છે અને મજા આવે છે.