લયસ્તરો પર સપ્તપદી વિશેષ અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે… અને એ જ ઉજવણીનાં ભાગરૂપે ઊર્મિસાગર.કૉમ પર પ્રસ્તુત છે, ફટાણાં*
 સ્પેશ્યલ… :-)  

492466480112_0_alb-2
(ચતુર માને કહેજે આણા મોકલે…)

ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે…

પેલી અમિતા છે કંઈ તરબૂચ જેવી,
કંઈ આમ ગબડે, કંઈ તેમ ગબડે,
ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે…

પેલી ઉર્જિતા છે કંઈ દૂધી જેવી,
કંઈ વેલે વધે, કંઈ વેલે વધે,
ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે…

પેલી રૂપલ છે કંઈ કારેલાં જેવી,
કંઈ કડવી લાગે, કંઈ કડવી લાગે, 
ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે…

પેલી વાસ્વી છે કંઈ વેંગણ જેવી,
કંઈ ચરકી લાગે, કંઈ ચરકી લાગે, 
ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે…

પેલી જયશ્રી છે કંઈ મરચાં જેવી,
કંઈ તીખી લાગે, કંઈ તીખી લાગે, 
ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે…

પેલી વૈશાલી છે કંઈ ટેટી જેવી,
કંઈ મીઠી લાગે, કંઈ મીઠી લાગે, 
ઓ ચાંદલિયા, ચતુર માને કહેજે આણા મોકલે…

neha-with-mahendi-hands2

*

 

યાદદાસ્તમાંથી ફૂટેલું ફટાણું…

* ફટાણાં એટલે લગ્નમાં ગવાતાં વ્યંગગીતો… લગ્ન એ કદાચ એક જ એવો પ્રસંગ હશે કે જેમાં વર-કન્યા બંને પક્ષો  એકબીજાને અને થનારાં સગાસંબંધીઓને એમના નામસહિત અપમાનજનક શબ્દો ફટાણાંમાં બિંદાસ્ત રીતે કહી શકે છે, અને એ પણ કોઈનેય ખોટું લાગશે કે કેમ- એવા ડર વિના ! :-)

(લયસ્તરો પરની સપ્તપદી વિશેષ ઉજવણીનાં ભાગરૂપે)