આજે નવરાત્રિનાં પ્રથમ દિવસે મા અંબાને માત્ર ચાર દિવાલોવાળા મંદિરોમાં જ નહીં, પરંતુ આપણા મનનાં મંદિરિયામાં પધારાવાનું આમંત્રણ પણ આપીએ ને…?
સંગીત : રિષભ મહેતા
સ્વર : રિષભ મહેતા અને ગાયત્રી ભટ્ટ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
અરજી અંતરની સ્વીકારો… સ્વીકારો રે.
શમણાનાં ફૂલડાંમાં સુરભિ ભરી દો,
આશાનાં દીવડામાં જ્યોતિ ભરી દો;
ચિતડાના ચોકને શણગારો… શણગારો રે,
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
આંખમાં રમે છે રૂમઝૂમ રજની રઢિયાળી,
હાથમાં હિલોળા લેતી ગરબાની તાળી;
ચરણોમાં તાક્ ધિના ધિન લયનો ધબકારો…
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
તનનાં તંબૂરે માડી નાદ થઈને આવો,
મૌનનો મધુરમ્… સાદ થઈ આવો;
અંતરમાં ગૂંજે તમારા જંતરના ઝણકારો…
મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
-રિષભ મહેતા









મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે…………
” નવલી નોરતા એ મા ને આના થી રુડુ કોઇ આમઁત્રણ ના હોઇ શકે “.
મયુર ચોકસી.
‘મા મનનાં મંદિરિયે પધારો… પધારો રે.
અરજી અંતરની સ્વીકારો… સ્વીકારો રે’
આજના દિવસે આવો સરસ અંતરની આરતી જેવો ગરબો આપ્યો.. મજા આવી ગઈ.
ખૂબ જ સુંદર ગરબો!
સૌને નવરાત્રિની હાર્દિક શુભકામનઓ!
સુધીર પટેલ.
નવરાત્રીની ખુબ ખુબ શુભકામનાઓ દીદી આપને.
સરસ ગરબો.
[...] મા મનનાં મંદિરિયે પધારો -રિષભ મહેતા આજ માતાજી આવ્યા મારે આંગણે રે સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા - તુષાર શુક્લ ઘોર અંધારી રે રાતલડીમાં નીકળ્યા ચાર અસવાર માનો ગરબો રે રમે રાજને દરબાર ઘોર અંધારી રે રાતલડીમાં આવી તારે દ્વાર પંખીડા રે ઉડી જાજો પાવાગઢ રે એક વણઝારી ઝૂલણાં ઝૂલતી’તી… ઊંચા મંદિર નીચા મોલ (2 audio) ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે… સૂરજનાં દેશમાં ચાંદો ઉગ્યો રે લોલ -રિષભ મહેતા ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય હો રંગ રસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો ? (2 audio) મણિયારો તે હલુ હલુ… ચાંદલિયો ઊગ્યો રે સખી મારા ચોકમાં… હો પૂનમની પ્યારી પ્યારી રાત… [...]