
(”તને ભીંજાવું ગમશે?” Photo - from web)
સ્વર: શ્યામલ મુનશી
સંગીત: શ્યામલ - સૌમિલ
(’હસ્તાક્ષર’ આલ્બમમાંથી સાભાર…)
*
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી.
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
(સૌજન્ય: લયસ્તરો)
* * *






સુંદર ગીત.
“એમ પૂછીને થાય નહીં પ્રેમ”- સહજ રીતે ગમી જાય એવી ઉક્તિ.
ગલગલિયા કરાવે એવું શબ્દ સંયોજન.
વસ્તુ, ઘટના, અને વ્યક્તિની પરસ્પર સંમતિથી જો આખી વાતને વિધાયક રીતે લેવાય તો નરી પસન્નતા આપનાર ગીત.
પણ પરાણે ચૂમવું પડે એવું ચાહવું અને એક તરફી એન્ક્રોચમેન્ટ એ શું પ્રેમની વ્યાપક વ્યાખ્યા હોઇ શકે?
ખુબ જ મજાનું ગીત…
અને પંચમભાઈની વાત પણ એટલી જ સાચી…. એકતરફી પ્રેમથી વધુ કમનસીબ ભાગ્યે જ કોઇ ચીજ હશે… અને ત્યારે આ બધી રીત-પ્રીતનો કોઇ અર્થ સરતો નથી…
ગીત સાંભળીને મજા આવી…
પણ મારા મતે જો પ્રેમ હોય તો પહેલી તકે કહી દેવામાં જ મજા છે… બાકી જરૂરી નથી કે આપણે આપેલ હિન્ટ્સ સામેની વ્યક્તિ ઉકેલી જ શકે…
સાચી વાત છે પુછી ને થાય નહિ પ્રેમ.
સરસ ગીત.. પ્રેમ કાંઈ પૂછીને થોડો થાય છે….
Very nice song..I really liked it.
it was really poem … no one can deny for this… Thanks to Tusharbhai for giving such a wonderful poem.
આ ગીત એક સંગીત જલસા(કન્સર્ટ) મા સાંભળી હું સ્તબ્ધ થઈ ગયો હતો…વાહ!
પ્રેમ ને શબ્દ ના જોય અ તો આખ થિ વ્યક્ત થાય્
What a beautiful song
ટહુકા ને અભીનંદન. આ ગીત મને ગોતતા ૧ મ્હીનો લાગી ગ્યો અંતે ટહુકા મા મ્ને મલયું. આભાર્ you have made my day… thank you very much.
રચના સરસ છે. હદય ને ખુબ ગમી
‘ઈશ્ક’પાલનપુરી
[...] કલેકશન એ તુષાર શુક્લના ગીતોનું ! દરિયાના મોજા કંઇ રેતીને પૂછે, તને ભીંજ… કેસેટ પર લખેલા આટલા શબ્દો વાંચ્યા પછી [...]
This song is very much romanitic and also proud of indian gujju literature…..
absolutely best song….!!!!
This is a very very romantic song … but if it was available in Tusharbhai’s own voice it would have been great… coz i consider his voice is just so sweet and reciting his own poetry would have been icing on the cake… i heard him recite this poem back in india on doordarshan ahmedavad
it’s very delightful song….
i am very impressed….
Is it possible to dowmload in MP3 Player or Real Player?
If yes , then how….Please help me through mail
it’s a very wonderful song….
is it possible to download in mp3 player or Real player
if yes,,, then how…Please reply me on mail
!!!
prem ma savedna nu mahatv vadhre hoy pan abhiyakti ni rajuaat saras che
વારસાદ નિ મોસામ્મા ભિન્જતા હતા તયરે મને કયા ખબર હતિ કઆને રેઇનકોત પહેર્યો સે
તારક શાહ ભાવ્નગર ગુજ્રરાત્
સાચેજ પ્રેમ વિચારિ ને ના થાય
[...] અને હા, આ ગીતને માણતા તમને જો એમનું ગીત એમ પૂછીને થાય નહીં પ્રેમ યાદ આવી ન જાય તો જ [...]
ASK EVERY FORGINER THIS AN INDIA TITANIC SONG.
PREM IN URMI ON NE SARI RETE RAJU KARI CHE TUSAR BHAI NE, JAYRE EM NI VANI MAJ A GEET NE SOLI BHAI NE NISHA BEN NA SAVRAM A SHBHALIYA TO EK ANRO J GUJRATI MUSIC MAN VANO ANAND AVE.
SORRY!!!1 GUJRATI BHAI YO HU JARA KACHO RAHO GUJARTI TYPE SIKH VA MA.
[...] પર્યાય સમું થઈ ગયેલું પેલું ગીત દરિયાનાં મોજાં કંઈ રેતીને પૂછે તને ભી… તો વારંવાર સાંભળ્યું અને માણ્યું જ [...]