આજે આપણાં વ્હાલા કવિ શ્રી તુષાર શુક્લનો જન્મદિવસ છે… પ્રિય તુષારભાઈ, જન્મદિવસની અઢળક હાર્દિક શુભેચ્છાઓ… મારા પરિવાર અને મારા વાંચક-મિત્રો તરફથી.
મિત્રો, ગયા સપ્ટેમ્બરમાં ભૂલથી તુષારભાઈની વર્ષગાંઠ એમનાં જ એક ગીત એને પીડા કહું કે કહું પ્રેમ? થી આપણે ઉજવી નાંખેલી… :-) અને પછી જયશ્રીએ પણ ઉજવણી કરી દીધેલી… પરંતુ ત્યારે બે-ત્રણ મિત્રોએ મારું ધ્યાન દોરેલું કે કદાચ એમની જન્મતારીખ સપ્ટેમ્બરમાં નથી. પછી તો તુષારભાઈ પાસેથી જ એમની સાચી જન્મતારીખ confirm કરાવેલી… જે હતી આજની તારીખ, જૂન 29. ત્યારે ખોટ્ટુકલી વર્ષગાંઠ ઉજવેલી અને આજે સાચ્ચુકલી વર્ષગાંઠ ઉજવીએ… (શુભેચ્છાઓ તો જો કે ત્યારે ય સાચ્ચુકલી જ હતી!)
તમે તુષારભાઈનું ખૂબ જ લોકપ્રિય થયેલું અને એમનાં નામનાં પર્યાય-સમું થઈ ગયેલું પેલું ગીત દરિયાનાં મોજાં કંઈ રેતીને પૂછે તને ભીંજાવું ગમશે કે કેમ? એમ પૂછીને થાય નહીં પ્રેમ તો વારંવાર સાંભળ્યું અને માણ્યું જ હશે.. જે ખરેખર તો પુરુષનાં મિજાજનું ગીત છે. એ જ ગીતનાં સંદર્ભમાં તુષારભાઈએ તાજેતરમાં જ એક બીજું સ્ત્રીનાં મિજાજનું ગીત પણ લખ્યું છે. જે નજીકનાં ભવિષ્યમાં જ એ ગીત જેટલી સફળતા પામે તો બિલકુલ નવાઈ નહીં લાગે ! જેનાં વિશે વધુ આપણે તુષારભાઈનાં અવાજમાં જ સાંભળીએ અને માણીએ… જે સૂર-સંવાદવાળા આરાધનાબેને લીધેલી મુલાકાત દરમ્યાન તુષારભાઈએ સંભળાવ્યું હતું… (એમની આખી મુલાકાત ટહુકા પર સાંભળી શકો છો!) આજે આપણે એમનાં એ જ ફ્રેશ ગીતને અહીં માણીએ.

(તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત… Photo: Clark Little))
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પેલી મોજાંએ ભીંજવેલી રેતી, સજન ! મને કાનમાં એ એટલું કહેતી, સજન…
‘તારા સાજનને એવું સમજાવ ને,
તું જ મોજું થઈ મળવાને આવ ને !’
રોજ ભીંજાતી રેત થાય કોરીધાકોર, રોજ ભીંજવતાં મોજાં પણ નવ્વાનક્કોર,
એક તરસે ને એક વળી વરસાવે હેત, મને સમજાયો હેત કેરો સાચો સંકેત,
હું તરસું, તું વ્હાલપ વરસાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
કોરી રેતીને ભીંજવતા મોજાં સમો પ્રેમ વર્ષો વિતે ને તોયે રહેતો નવો,
કોઈ બાંધે ન કોઈને એ સાચો સંગાથ, કેવો પળ પળનો બેઉ જણા માણે છે સાથ !
તારા હૈયાને તું પણ સમજાવ ને…!
મને મોજું થઈ મળવાને આવ ને…!
તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત, જો પૂછ્યું હોત છીપને તો એ પણ કહેત,
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન ! તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!
-તુષાર શુક્લ
આખું ગીત ખૂબ જ મનભાવન અને મધુરું લાગ્યું. ખાસ તો ભીતરથી તરબતર હોવા છતાંયે પ્રિયતમ નેહનું મોજું બની ફરી ફરીને ભીંજવી શકે એ માટે કોરપને ઓઢવાની વાત ખૂબ જ સ્પર્શી ગઈ…! ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તુષારભાઈ… અને આવા જ ગીતો ગુજરાતી સાહિત્યને અને અમને હંમેશા આપતાં રહો એવી સનાતન અપેક્ષા સહ… સ્નેહવંદન.








ફરીથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તુષારભાઈ…
Thanks to Urmi also
જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, તુષારભાઈ.
પ્રિય તુષારભાઈ,
જન્મદિનના ખુબ ખુબ અભિનઁદનો! તમારા રેતી અને મોજાના ગીતમાઁ કવિતા અને પ્રેમની ફીલોસોફી ભારોભાર ભરેલી છે. ખુબ સુઁદર ગીત અને તમારા અવાજમાઁ સાઁભળવાની ઓર મઝા આવી!
દિનેશ ઓ. શાહ, ગેઈન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.
સરસ ગઝલ અને શ્રી તુષારભાઈને જન્મદિવસની અનેક શુભકામનાઓ…..
શ્રેી તુષારભાઇ ને જન્મ દિન નેી હાર્દિક શુભકામનાઓ …
શ્રી તુષારભાઈને જન્મદિને સાગારનાં મોંજાથી ભીંજવતી શુભેચ્છાઓ.
દરિયો ,રેતી અને તમારા જ ભાવથી
છલકતી રચના.
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!
રમેશ પટેલ(આકાશદીપ)
તુષારભાઈના જ શબ્દોમાં,
“મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!”
તુષારભાઈને તેમના જ્ન્મદિવસે આજે બરાબરના ‘સાચુકલા’ ભીંજવીએ.
જન્મદિનની શુભેચ્છાઓ..
મસ્ત મઝાનું ગીત
જન્મદિને શુભેચ્છાઓ..
વાહ સુન્દ્ર્ર રચના
અદ્ ભુત શબ્દ ગુ થ નિ
મારા વતન સુરેન્દ્રનગર -ઝાલાવાડ ના ઘરેણાં સમા, સહૃદયી કવિ અને સરળ-સહજ વ્યક્તિત્વના ઈન્સાન શ્રી તુષારભાઈને જન્મદિન નિમિત્તે હાર્દિક શુભકામનાઓ,
અને સુંદર રચના બદલ અભિનંદન.
Happybirthday for him and very nice gazal
CASSAMALY ( FRANCE )
જન્મદિવસની શુભેચ્છાઓ
તું દરિયાનું મોજું, હું કાંઠાની રેત, જો પૂછ્યું હોત છીપને તો એ પણ કહેત,
હું તો કોરપ ઓઢીને તને ખીજવું, સજન ! તો જ થાય ને તને, કે આને ભીંજવું સજન…?!
મને ભીતરથી આજે છલકાવને..!
મને મનગમતું મનભર ભીંજાવ ને…!
તેમના જ સ્વરમા
માણવાની મઝા આવી
હવે તરન્નુમમા મૂકશો
અત્યંત ફાંકડી રચના.જન્મદિને શું વાનગી પીરસીછે! અભિનંદન તુષારભાઈ ! !
Enjoyed. Thanks for sharing.
Saryu
સરસ,જન્મદિન મુબારક.
ક્યા બાત હૈ ! સરસ ગીત… રેતી-મોજું અને દરિયો તુષારભાઈને સદી ગયા લાગે છે.. સુંદર મજાનું ગીત અને સાંભળવું પણ વારંવાર ગમે એવું…
જન્મદિવસ માટેની સુંદર પોસ્ટ…
રેતિતો ભિન્જત ભિન્જશે પન આ આન્ખો તમરુ કવ્ય વન્ચિને ભિન્જૈ ગયિ!તમે થેથ હ્રિદય સુધિ પહોન્ચિ ન જાવ્!પરિચય્વિનનિ આન્ખમન આન્સુ લવ્વ એ સહેલુ નથિ!ભગ્વાન હઆત્કેશ અને મા આમ્બ સુખિ રાખે એ વરસ્ગન્થ્નિ શુભેચ્હ. હરિત્.
Thank you all…mitro vachhe uchharavani maja manato rahun, bas! Sanjay Vaidya, well known photographer,has published a photo book on me and my work ,edited by him.it is available in book shops.the book is in his Esearis.books.entitled” Evening”.an impressive publication too.
ઉત્તમ રચના..!!
[...] આ ગીતની ધ્રુવપંક્તિ આજકાલ પ્રેમી-પંખીડાઓ માટે કહેવતસમાન બની ગઈ છે એટલી હદે આ ગીત લોકપ્રિય થઈ ચૂક્યું છે. તુષારભાઈનાં સરળ શબ્દોની કમાલને લોકોની જીભે રમતી કરવામાં અને આ ગીતને ચાર ચાંદ લગાડવામાં આપણા ગુજરાતી સુગમ સંગીતની લોકપ્રિય બેલડી શ્યામલ-સૌમિલભાઈઓનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે. કિનારાની રેતીને ભીંજવવા માટે દરિયાએ પહેલા એની પરવાનગી લેવી પડતી નથી, એવી જ રીતે પૂછીને પૂછીને કદી પ્રેમ નથી પ્રગટતો. પ્રેમનું પ્રાગટ્ય તો સાવ સહજ અને અનાયાસ છે. વાંધાની વાડને વટાવીને એકમેકનાં અલગ અલગ અસ્તિત્વ અને વ્યક્તિત્વનો આદર કરવો એનું નામ પ્રેમ. પુરુષનાં મિજાજને રજૂ કરતા આ ગીત પછી તુષારભાઈએ સ્ત્રીનાં મિજાજને રજૂ કરતું આવું જ એક બીજું ગીત પણ (આના જવાબરૂપે) તાજેતરમાં જ લખ્યું છે, એ પણ માણવાલાયક છે- મને મોજું થઈ મળવાને આવ ને…! [...]