
(કેવું વિસ્મિત જંતર…! Satellite view of rain!)
સ્વર : સોલી કાપડિયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
જળ પ્રપાત હે વહો નિરંતર, અનંત યુગોથી અનંત રાગથી,
ગીત ઊઠે તુજ મહા નિરંતર, જળ પ્રપાત હે વહો નિરંતર.
મહાર્ણ્વોનું મૌન ઓગળે, વાદળ વરાળ આગ ઓગળે;
સતત સતત આ ધૈર્ય ભાવનું કેવું વિસ્મિત જંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.
અનરાધાર તું, ધોધમાર તું, સરળ સહજ પણ ધરાધાર તું;
તવ ચરણોમાં શોભે કેવું મેઘધનુનું તંતર !
જળ પ્રપાત હે વહો નિરંતર.
-ભાગ્યેશ જ્હાં
જળની વહેવાની કે વરસવાની પ્રકૃતિ અને પ્રકૃતિમાં એનાં અસ્તિત્વનું કવિએ કરેલું અદભૂત વર્ણન…!








અાટલા દિવસોથી તમે અનરાધાર, ધોધમાર, એકમેકથી ચડિયાતાં વર્ષાગીતો અાપો છો. અને પાછાં તે ય સ્વરબદ્ધ. બહુ જ ગમે છે. મીઠું લાગે છે.
તમારો અોશિંગણ રહું છઉં.
બહુ સુંદર કાવ્ય.
મહાસાગરોની ગર્જના સામે વરસાદના કોઈ પણ પ્રકારનો ધ્વનિ મૌન સમો જ લાગે એ વાત મહાર્ણ્વોનું મૌન ઓગળેમાં કેવી સરસ રીતે ખૂલે છે. અને અર્ણવ એટલે અવકાશ, અંતરિક્ષ પણ - વાદળ સાથે એ એક જુદી જ વાત ઉઘાડે છે !
કાવ્યશાસ્ત્ર મુજબ અનેક રીતે પામી શકાય અને માણી શકાય એ જ ઉત્તમોત્તમ કાવ્ય!
Bhagyesh Jaha is a well known Gujarati poet. His petic outlook and selection of subject are great. He has true poetic sense and good selection of words to express inner heart. He has power of creating true picture of nature, human mind or atmosphere. Enjoyed. Very nice poem. cONGRATULATIONS. Good luck
Jay GAJJAR
સરસ વરસાદી ગીત અને કવિશ્રી ભાગ્યેશ જહાનો કાવ્ય સન્ગ્રહ “પહાડો ઓગળતા ચાલ્યા” માણવા જેવો છે, સરકારી નોકરીમા રહીને બહુ સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે…..સુરતમા એમને કવિ તથા વક્તા તરીકે માણ્યા છે એ યાદ કરાવવા બદલ આપનો આભાર…કવિશ્રીને અને સુરતી ગાયક શ્રી સોલિને પણ અભિનદન્…….
Very much authenticity of poetry is pouring out of this expression of rain..enjoyed very much ..congratulations to bhagyeshji! v want to havemore!
આ કાવ્ય વાંચતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર ની યાદ આવી ગઈ.જાણે ગીતાંજલીનુ
કોઈ કાવ્ય વાંચતા હોઇએ.ભાગ્યેશ જ્હા એક નીવડેલા કવિ છે.શબ્દોની પસંદગી તથા ભાવોની માવજતમાં કાબેલ છે.
સરસ રચના…
સોલી કાપડીયાનો કંઠ કાવ્યને રુપેરી વાઘા બક્ષે છે.વરસાદ નો સેટેલાઈટ ફોટોગ્રાફ અદભુત છે.આટલો પ્રતિભાવ આપવો બાકી રહી ગયેલો.અભિનંદન ઉર્મિજી…
ઉમાશંકર જોશીની રચના વાંચતા હોઈએ એવી સહજ અનુભૂતિ થઈ… મજાનું સંઘેડાઉતાર કાવ્ય…