સંગીત: ક્ષેમુ દિવેટીયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
. પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી
. પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.
આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
. પેલી તૂટે મોતનમાળ હો કોઈ ઝીલો જી.
આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
. પેલું કોણ હસે મરમાળ ? હો કોઈ ઝીલો જી.
આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
. આ વરસે અમરત-મેહ હો કોઈ ઝીલો જી.
આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
. આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.
આ ચળકે વાદળ-તલાવડી કોઈ ઝીલો જી
. એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.
આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
. આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.
આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
. પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
આ જતિ-સતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
. પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.
-બાલમુકુન્દ દવે
જલધારામાં ઝૂલતી મોતનમાળ, લહેરાતી લટ અને ઉપરથી કોકનું હસવું મરમાળ, સમણાં કેરા કરા પડે, દૂધે ધોયા ડુંગરા… કવિની કલ્પનાઓ પણ જાણે બિલકુલ ચોમાસી થઈ ગઈ છે. ધખધખતા કાળઝાળ ઉનાળાના લંબાયેલા ગરમીના દિવસો પછી શાતા આપવા માટે આવેલાં આ ઝરમરીયાં દિવસો કદી ચાલ્યા ન જાય એવી રીતે કવિ એને ઝીલી લેવા માંગે છે. આકાશમાંથી વરસાદ નહીં પણ જાણે અમૃત ઝરે છે અને વરસાદનાં કરાં નહીં પણ સમણાં પડે છે. વરસાદમાં ભીંજાતા ભીંજાતા જ કદાચ કવિએ આ ગીતનાં એક એક શબ્દોને ઝીલ્યાં હશે અને એથી જ આપણને મળ્યું હશે, સાવ ભીનું ભાવ-ભીનું ઝરમરીયું વર્ષાગીત…









આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
બાલમુકુંદ દવેનું યાદગાર સદાબહાર ગીત.
ઉર્મિ, આ ગીત મેઁ ક્યાઁક સ્વરસન્ગીત માઁ સાભ્રર્યુ છે. કદાચ ટહુકો.કોમ ઉપર. જો ક્યાકથી મળે તો જરુર આ ગીત સાથે મુકજે.ખુબ સરસ ગીત છે.
દિનેશ ઓ.શાહ, ગેઈન્સવીલ,ફ્લોરિડા,યુ.એસ.એ.
શ્રાવણના વરસાદનું સરસ ગીત છે.
બાળાપણ મારું ક્યાં ગયું અરે કોઈ ખોળી આપોજી.
લ્યો શ્રાવણ વરસ્યો ઝરમર,કોઈ હવે ના ખોળોજી.
બહુજ સરસ કવિતાઆભિનન્દન્
રજ્યગુરુ આર્.કે
Varasaad To Nathee Padato Chhataan Kavee Nee Zeelavaanee OFFER Ghanee Ja Gamee Gayee.
Kaveetaa Vaanchataanee Saathe ja Janaai Aave Chhe Ke Koi Reedhaa Ane Manjaayelaa Kaveenee Kalam Chhe.
Good -
Only ’squar squar’ is seen.Can not read.Pl.send by separate email.
can not read. Send by email.
સરસ જાણીતું ગીત… ફરી માણવાની મજા જ મજા…. !!
સુંદર હળવું ગીત… વરસાદની મોસમ બરાબર ખીલી છે !!
આ ગીત વરસો પહેલા શ્રી પ્રવિણ જોશીના નાટક “સન્તુરન્ગીલી”મા સામ્ભળેલુ ત્યારથી બહુ ગમતુ હતુ અને આજે ફરીથી એનો આનદ લઈ શકવા માટે તમારો આભાર…………..