આજે કવિશ્રી ઉમાશંકર જોશીનાં જન્મદિવસે એમને ઝરમરતી મેઘાંજલિ…!

(છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ…)
શ્રાવણ હો !
. અરધી વાટે તું રેલીશ મા !
. મારી ભરી ભરી હેલ, છેડીશ મા !
. અરધી વાટે તું રેલીશ મા !
ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.
. અરધી વાટે…
આછાં છાયલ અંગનાં જોજે ના ભીંજાય,
કાચા રંગનો કંચવો રખે ને રેલ્યો જાય.
. અરધી વાટે…
શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા,
. શ્રાવણ હો !
શ્રાવણને અડધી રાતે અને અડધી વાટે નહીં રેલાવાની ઘેલી વિનંતી કરતું ઋજુ કાવ્ય… શ્રાવણને ન વરસવાનું કહીને છેલ્લે કવિ એને પોતાનાં જ નયનો સાથે સરખાવીને કવિ કબૂલ કરે છે શ્રાવણ તો મોસમ પૂરતો જ વરસીને રહી જશે પરંતુ એમનાં નયનોમાં તો બારેમાસ શ્રાવણનો નિતાર રહેવાનો જ છે. કવિ ઉમાશંકરજીનું બીજું એક વિવિધ ઋતુઓ વિશેનું એક દ્વન્દ્વ-ગીત ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ પણ ફરી ફરીને માણવા અને સાંભળવા જેવું છે.








સુંદર ભાવવાહી કાવ્ય.વર્ષાની કાવ્ય સરીતા ઘૂઘવતી લાગી.
મન ગમતો થાળ પીરસવા માટે અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
- આ બે કડીઓ તો આપણા સાહિત્યાકાશમાં ધ્રુવતારકની પેઠે અંકિત થઈ ચૂકી છે… પણ આખું કાવ્ય કદી હાથ નહોતું આવ્યું…
શેડક્ઢો ઉપાડ અને દોહરાના બધ….
આછાં છાયલ અંગનાં જોજે ના ભીંજાય,
કાચા રંગનો કંચવો રખે ને રેલ્યો જાય.
કંચવો (કમખો) જેવો વિસરાતો જતો શબ્દ ઘણે વખતે જોવા મળે એય લ્હાવો જ ગણાય.
બહુ સરસ!
કોલેજ કાળમાં સાંભળ્યુ હતુ..આજે ફરી વાંચીને આનંદ થયો
આભાર ઉર્મિ..સ્રરસ સંકલન થઇ રહ્યું છે અભિનંદન્
અને આજે કવિ શ્રી ઉમાશંકર જોષીની જન્મતિથિ..!
એકદમ મઝાનું ગીત..!
અરે વાહ, એની તો મનેય ખબર ન્હોતી… what a co-incedence!! ગુજરાતી સાહિત્ય પરિષદની લિંક એમના નામ સાથે મૂકી હતી, પરંતુ કવિશ્રીની જન્મતારીખ પર મારું ધ્યાન જ ન્હોતુ ગયું. આભાર જયશ્રી !
ઉમાને ધ્યાનમાં રાખીને જાણે શંકરે લખ્યું ન હોય.એવું બન્યું હોય!
ઉમાશંકરને જોયા હોય તો લાગે કે આ કાવ્ય તેમણે લખ્યું ન હોય.
મોટા ગજાના કવિ કેવા હોય તેતો આવું વાંચીએ ત્યારે જ સમજાય.
ભલભલા માંધાતા વિવેચકોની આવા વખતે બોલતી બંધ થઈ જાય.
સરસ ગીત, બાળપણમા કવિતા સ્વરુપે વાંચવામાં આવ્યાનુ યાદ કરાવવા બદલ આભાર અને વરસાદની મઝા કરાવો છે એટલે કેનેડામાં સારુ લાગે છે…….
અને આજે ઉમાશંકર જોશીની સાથે સાથે અવિનાશ વ્યાસનો પણ જન્મદિવસ છે.! અને નવાઇની વાત કે વર્ષ પણ એ જ. - ૨૧ જુલાઇ, ૧૯૧૧.
ટહુકો પર આજે અવિનાશ વ્યાસનું ‘અમદાવાદનો રિક્ષાવાળો’ મુક્યું છે, અને કાલે ઉમાશંકર જોશીનું ગીત.
વિવેકના થોડા શબ્દો ચોરીને અહીં ટપકાવાનું મન થાય..
‘એક જ દિવસે ગુજરાતી જગતમાં જન્મેલી અ બે ઘટનાઓ વિના આપણું સાહિત્ય સાચે જ પાંગળું બની રહ્યું હોત… એકે શબ્દને દિશા આપી અને બીજાએ સૂરને… એકે કવિતાનો આત્મા રચ્યો અને બીજાએ એને સંગીતના વાઘાં પહેરાવ્યાં….’
શબ્દ જગતના મહારથી સાહિત્યકાર શીરોમણી શ્રીઉમાશંકર્જી જોશી અને
સૂર ને સંગીત થી શણગારી હૃદયમાં ગુજરાતી કવનને રમતું કરનાર શ્રી અવિનાશ
વ્યાસ ને આપે આપેલી અંજલી માટે દિલથી અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
ઉમાશંકર જોશી કાવ્યજગતત્ના ભિષ્મપિતાની જન્મદિન ની ઉજવણી આ અનોખા વર્ષાકાવ્યથી કરી તે ઉત્તમ રીત લાગી.આ પંક્તિઓ ખુબ ગમી;
શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
. અરધી વાટે તું રેલીશ મા,
કવિ શ્રી ઉમાશંકર જોશી અને સ્વરકાર-કવિ શ્રી અવિનાશ વ્યાસ, બન્નેને એમના જન્મદિન પર હાર્દિક શ્રધ્ધાંજલી!
સુધીર પટેલ.
સરસ વરસાદી કાવ્ય
પન
[...] ઉમાશંકર જોશીનું શ્રાવણ હો ! ગીત મૂક્યું ત્યારે જયશ્રીએ યાદ [...]
આવું સરસ ગીત રચનાર શ્રી ઉમાશંકર જોશીને જન્મદિવસની શુભ કામનાઓ.