![]()

(એક સોનામ્હોર જેવો એક છાંટો… ફોટો: વેબ પરથી - Micro Photography )
ગમ્યું તે ગાઈ લેવાનું વરસતું ટાણું છે વર્ષા,
કે વાદળ નામના કવિએ લખેલું ગાણું છે વર્ષા.
રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.
બરાબર એક સોનામ્હોર જેવો એક છાંટો છે,
ખજાનો એનો છલક્યો છે, વરસતું નાણું છે વર્ષા.
સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,
પિતા ઘનશ્યામદાસે દીધું મોંઘું આણું છે વર્ષા.
સવાશ્રી, સાતસો છ્યાંસી, વરસતું આભ શુકનિયાળ,
દિવસ ચોવીસ, મહિને સાત, સાલે બાણું છે વર્ષા.
-હર્ષદ ચંદારાણા
આપણને જે ગમે તે ગાઈ લેવાનું ટાણું એટલે જ વરસાદની મોસમ…! પિતા ઘનશ્યામદાસે પરણતી પુત્રી ધરતીનું આણું વાળવા માટે દીધેલું મોંઘેરું નાણું એટલે વર્ષા — કવિની આ કલ્પના તો સાચે જ આપણને તરબતર કરી જાય છે. વર્ષાને ટાણું, ગાણું, ઉખાણું, નાણું અને આણું (વળી સાલેય બાણું) ની મજાની ઉપમા આપવા માટે કવિએ પસંદ કરેલા કાફિયાઓ પણ કાબિલેદાદ છે.








વરસાદના છાંટા તો કંઈ ખૂ….બ લંબાઈ રહ્યા છે ને કાંઈ!!
મજાની ગઝલ… અગાઉ લયસ્તરો પર માણી હતી, કાલે જ વેબમહેફિલ પર એનું રી-વિઝન કર્યું ને આજે વળી અહીં…. કેટલીક કૃતિઓ વારંવાર માણીએ તોય મજા જ પડે છે…
અરે… વિવેકભાઈ, એટલાં વરસાદી ગીત-ગઝલો છે કે મને તો થાય છે ચોમાસું બારમાસું જ હોવું જોઈએ.
ઊર્મિ … સરસ ગઝલ !!
હર્ષદભાઈની આ ગઝલ વેબમેહ્ફીલ પર પણ વરસી અને અહીં પણ!
વર્ષા સર્વત્ર હોય તો જ મજા આવે ને?!!
સુધીર પટેલ.
આખા જૂલાઈ મહિનાની મારી બધી ચોમાસું-સ્પેશ્યલ પોસ્ટ આગોતરી જ મૂકાઈ થઈ ગઈ છે. એમાં મારી ને પિંકીની પસંદગી કોકવાર સરખી જ નીકળે તો મૈં ક્યા કરું, યાર?… આજકાલ મારા ટેણીયાનું વેકેશન હોઈ મને બધા બ્લોગ જોવાનો સમય પણ એટલો નથી મળતો કે જોઈને પોસ્ટ બદલી નાંખું… અને હા, ફરીવાર પણ જો એવું થાય તો તમારે બધાએ એને ફરી માણવાની સજા ફરી ફરીને ભોગવવી જ પડશે હોં…!!
ખુબ મઝા આવી ગઈ.હર્ષદભાઈ એ કમાલ કરી છે.વર્ષા ગીતોની વાછંટ અહીં અમેરીકા સુધી અનુભવાય છે.
મને ભીંજવે તું ,તને વરસાદ ભિંજવે….
ઇન્દ્રવદન વ્યાસ, નિતરતા….
સજી શણગાર નવવધૂના, પરણતી પુત્રી ધરતીને,
પિતા ઘનશ્યામદાસે દીધું મોંઘું આણું છે વર્ષા.
સરસ
સપના
ઉલળશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.
અહીં મુદ્રણ દોષ તો નથીને…મને થાય છે કે “ઉલળશે” ને બદલે “ઉકલશે” હોય્..
હર્ષદભાઈ, શું કહો છો?
કદાચ “ઉલઝશે” પણ હોય.પણ એતો હિંદી શબ્દ છે..
વરસાદ અને કવિ કહે છે એ રીતે “નાણા”નો વરસાદ જગત પર થાય છે, કવિ જ ધરતી, નવવધુ, સોનમહોર, વાદળ, આભ, શુકન અને શણગારના સાથે વરસાદની મઝા કરાવી શકે છે
પલળશો નહીં ભીંજાયા વગર,તો પલળી લ્યો વાદળ વરસે છે.
એકે એક ટીપું સોનામહોર છે; ઝીલો તો લાગશે રૂના પૉલ જેવું.
બે રસ્તા છે પૈસા કમાવાના.વર્ષા-મહોરો ઝીલી બનો શ્રીમંત.
નહિતર ગોતી લ્યો શ્વસુર કોઈ ઘનશ્યામસમોને ભરી લો આણું .
કદાચ “સુલઝશે” પણ હોઈ શકે.
ઉકલશે - શબ્દ છે..!
રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા.
Wow..it’s superb line..I love it..
“રહો ના બંધ ઘરમાં, નીકળો ખુલ્લી જગા જોઈ,
ઉકલશે નહીં જ, ભીંજાયા વગર, ઉખાણું છે વર્ષા”
આજે U.S.A માં “ZEE TV” ઉપર લીટલ ચેમ્પ’ના કાર્યક્રમમાં બધા વરસાદના ગીતો આવે છે તેમાં બધા ભાગ લેનારાઓને વરસાદમાં ભીંજાતા બતાવે છે તે ટાણે આવું સરસ મસ્ત ગીત ગાવાનું મન થઈ જાય છે. ફોટાનો રંગ પણ બહુ મનમોહક છે.
નમસ્તે
જુનગધ ક્યરે પધર્સો?