(આવો વરસાદ ભાઈ… ફોટો: વેબ પરથી)
આવો વરસાદ ભાઈ, આવો વરસાદ ભાઈ, તમને આદર માન છે
કાળઝાળ ઉનાળે સુક્કી આ ધરતી પર તમે મોંઘેરા મહેમાન છે
બળ બળતી ધરતીની કાળી દિશાઓ પણ ભડકે બળે છે વેરાનમાં
ત્રાહિ ત્રાહિ સહુ પંખી પશુઓ ને ખેડૂત રહે પરેશાનમાં
તમે પધારો તો ધરતીને આભનાં કણ કણમાં થાય આરામ છે
કાળઝાળ ઉનાળે સુક્કી આ ધરતી પર તમે મોંઘેરા મહેમાન છે
ઘૂંસરે બળદને ખેતરમાં ખેડૂત પણ પરસેવે કેવાં પિલાય છે
બાળકની હોડી ને મમ્મીની છતરી પણ ખૂણે પડી રિબાય છે
તડકાની સેરોના ધોધમાર મારાથી, લોકો થયા હેરાન છે
કાળઝાળ ઉનાળે સુક્કી આ ધરતી પર તમે મોંઘેરા મહેમાન છે
-પ્રજ્ઞા વશી
લગ્નપ્રસંગે જ્યારે જાન આવે ત્યારે કન્યાપક્ષવાળા તરફથી જમાઈરાજ માટે ખાસ ગાવામાં આવતા એક ખૂબ જ જાણીતા ગીતનાં રાગમાં આ ગીતને ગણગણવાની ખૂબ જ મજા આવશે… “આવો જમાઈ રાજ બેસો જમાઈરાજ તમને આદર માન છે“… જાણે કે ધરતીને પરણવા આવતાં જમાઈ વરસાદભાઈને માટેનું ગીત…

સુંદર ભાવ સાથે ભીતરના સાદને અભિવ્યક્ત કરતી રચના…
બીજો બંધ વધારે ગમ્યો.
અને ઊર્મિ!
તેં કહ્યું એ- જાણે કે ધરતીને પરણવા આવતાં જમાઈ વરસાદભાઈને માટેનું ગીત… :)-પણ ગમ્યું..
આવ રે વરસાદ …..dhartee karee …સાદ્…..padharo.padharo .મેઘ્raaj… in urdu fazl kar ya `raab` panee barsha de shukhee zamee ke vaastee…dua…[parthna]….khubsundar rachna abhinandan
વરસાદી વાતાવરણ જમાવવા બદલ આપનો આભાર, અને પ્રજ્ઞાબેન વશીને અભિનદન …………
આં સુંદર ગીત વાંચવાની ખુબ જ મજા આવી. અમે નાના હતા ત્યારે જ્યારે મુંબઈમાં ચોમાસાનો આરંભ થતો ત્યારે કંઇક આવો જ ભાવ મનમાં થતો. ખુબ ગરમી પછી પુષ્કળ વરસાદ, અને પલળતા પલળતા વર્ષાઋતુનું સ્વાગત.
ઘૂંસરે બળદને ખેતરમાં ખેડૂત પણ પરસેવે કેવાં પિલાય છે
બાળકની હોડી ને મમ્મીની છતરી પણ ખૂણે પડી રિબાય છે
તડકાની સેરોના ધોધમાર મારાથી, લોકો થયા હેરાન છે
કાળઝાળ ઉનાળે સુક્કી આ ધરતી પર તમે મોંઘેરા મહેમાન છે
ગણગણાટ મઝાનો
તેની ઓડિયો મૂકવા જેવી
બહુજ સુન્દર ગિત છે,
વરસાદભઇ તો ધર્તિનો ખોરાક છે, તેના થકિ તો સૌ જન્તુ પ્રાનિ માનવિ જિવે
છે….વાહ વરસાદભઇ વાહ્.
ચન્દ્રા
વરસાદને આવકારતું એક સુંદર ગીત !