બે અઠવાડિયાથી આ ઊર્મિની ગાગરમાં આવેલી ભરતી ને કારણે વરસતા વરસાદમાં તો તમે બરાબર ભીંજાયા જ હશો, તો મને થયું કે ચલો એકાદ ઝાપટું મારા તરફથી પણ…!!
અને સાચ્ચું કહું તો આ વર્ષાકાવ્ય સ્પેશિયલ શરૂ થયું ત્યારનું મને થતું જ હતું કે રમેશ પારેખનું વરસાદ ભીંજવે.. આજે આવશે.. કાલે આવશે… પણ લાગે છે બેના એ કોઇક સ્પેશિયલ દિવસ માટે સાચવી રાખ્યું હશે..! પણ હવે મારી ધીરજ ના રહી એટલે હું જાતે જ આ ગીત લઇ આવી તમારા માટે
રમેશ પારેખના ધોધમાર શબ્દો, અને સાથે એમનો જ દમદાર અવાજ..! કવિના પોતાના અવાજમાં પઠનનો જાદુ જ કંઇ ઓર હોય છે. સાંભળો મારું આ ખૂબ જ ગમતું વર્ષાકાવ્ય, મારા અત્યંત પ્રિય કવિના પોતાના અવાજમાં.
કાવ્યપઠન : રમેશ પારેખ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
અને હવે આવા મઝાના વર્ષાકાવ્યને ક્ષેમુદાદાના સ્વરાંકનમાં, નાદબ્રહ્મવૃંદનો સ્વર મળે ત્યારે? આ ગીત વારંવાર સાંભળ્યા જ કરશો, એની ૧૦૦% ખાત્રી મારા તરફથી..!! વાદળના ગડગડાટ સાથે શરૂ થતું ગીત ગમે એવા મોસમમાં તમને પલાળી દેશે.
અને આ પંક્તિ સાથે કોઇની યાદ ન આવે તો મને કહેજો.!
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
સ્વર : નાદબ્રહ્મવૃંદ
સંગીત : ક્ષેમુ દીવેટિયા
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
-રમેશ પારેખ









Lovely - And - Fantastik Indeed.
Bahu Mazo Ane Anad Avyo.
મસ્ત વરસાદી ગીત,મજા અવી ગઈ…
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
-ઘણાના જીવન અનુભૂતિ
અમારી આ ઘડીની…..
મારા મનપસંદ ગીતો પૈકીનું એક. ખૂબ સરસ.
શબ્દો અને સંગીત બન્ને અહીં જાણે એક-મેકમાં ઓતપ્રોત થઇ જા છે
Just superb!
માથાબોળ ભિંજાયો.હવે હળુ હળુ નીતરી રહ્યો છું…આફ્રીન.
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
આ એક જ પંક્તિ મારી પાસે હતી અને આજે આખું વરસાદથી ભીંજાયેલું વરસાદમાં લથબથ થયેલું આખું ગીત મળિ જ ગ્યું.
ખુબ જ સુંદર ગીત.
About the rain : very beautiful and nice poésie writting:
Gharma betha sharirné passino binjvé
Bahar nikariyé to varsaad binjvé !!!!
Abinandane
CASSAMALY ( FRANCE )
“અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે”
સરસ વરસાદી-પ્રણય કાવ્ય છે.
ર.પા.નું ગીત પછી પૂછવું જ શું?
સુધીર પટેલ.
વરસાદી ગીત.
સપના
મસ્ત વરસાદી ગીત્ત્
ર.પા.ના પોતાના અવાજમાં આ રચના સાંભળવા મળે એટલે જાણે સોનામાં સુગંધ ભળી… દિવસ સુધરી ગયો !!!
ર્/પા નિ સ્વમુખે ગવાયેલિ .. વાહ પુલકિત થયો સાવ ભીજાયો…
રમેશ પારેખના અવાજમા ગીત લઈ આવવા માટે તમને અભિનદન, કારણ કે કવિશ્રી તો હવે નથી બાકી આપણને ” ઘણા વરસાદમા ભિન્જવતે!!!!!!!!!!!!”
AN EXCELLENT PRODUCTION– A RARE COMMINATION OF THE TRINITY(TRIVENI SANGAM–OF POET-MUSIC DIRECTOR-AND SINGERS)—-SUPERB
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
It’s very beautiful poem. varsha Kavya..and great singing and music by Naad brahm Vrund.Felt like it’s raining every where.(in home and out side in US).Bahu Damdaar words and equally good composition and singing..Varsad ni majha levi hoy to matra sambhalvu j bas chhe..You get all feelings automatically..Thanks for uploading it..
repeatedly you go on listening this beautiful creation —you are thrilled anchanted and drenched in extacy
મેખ દાદા જ્યરે વર્દાન લૈ ને જ્યરે તુટિ પદે ત્યાર નિ મજા અને પળ્
જિન્દગિનિ અમોલ હોય છે
ચન્દ્રા