ડિસેમ્બર 2008માં પ્રજ્ઞાબેનનાં 3 પુસ્તકો અને એક સંગીત-આલ્બમ ‘સાતત્ય’નું સૌપ્રથમ વિમોચન થયું હતું. પરંતુ ત્યારે ‘સાતત્ય’ની સીડીનું કામ હજી પૂર્ણ ન્હોતું થયું એટલે વિતરણ કરવાનું બાકી જ રહ્યું હતું. આજે રાત્રે સુરત ખાતે ગાંધી-સ્મૃતિ ભવનમાં એ ‘સાતત્ય’નું વિતરણ થવા જઈ રહ્યું છે. અને એ બહાને સાતત્ય-વિતરણ સમારોહમાં આપણા મેહુલભાઈ અને એમનાં સાથીદારો ખૂબ જ મજાનો સંગીતનો જલસો પણ કરાવવાનાં છે. જો કે આપણે આટલે દૂરથી એને ક્યાં માણવા જવાનાં હતા… એટલે આપણા જલ્સાનો બંધોબસ્ત આ રહ્યો ! આજે આપણે ‘સાતત્ય’માંની એક ગઝલ મેહુલનાં સુમધુર સંગીત સાથે અને પાર્થિવનાં કર્ણપ્રિય સ્વરમાં માણીએ. આ ગઝલનું કમ્પોઝિશન એટલું સરસ થયું છે કે એને વારંવાર સાંભળવા માટે તમારું મન પણ જરૂર લલચાશે…! અને આ સાંભળતા સાંભળતા મને તો કવ્વાલીની પણ યાદ આવી ગઈ…
સંગીત: મેહુલ સુરતી
સ્વર: પાર્થિવ ગોહિલ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પ્રેમને વિસ્તારવાનું સહેજ પણ સહેલું નથી,
નફરતોને નાથવાનું સહેજ પણ સહેલું નથી.
દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી,
દોસ્તી નિભાવવાનું સહેજ પણ સહેલું નથી.
ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
રોતી આંખે બોલવાનું સહેજ પણ સહેલું નથી.
ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને,
જુલ્મને સહેતા જવાનું સહેજ પણ સહેલું નથી.
-પ્રજ્ઞા વશી
મને તો લાગે છે કે પ્રેમને વિસ્તારવાનું તો કદાચ થોડું સહેલુંયે છે, પરંતુ નિભાવવાનું સહેજ પણ સહેલું નથી ! (આખી ગઝલનાં શબ્દો મળતાં તરત જ હું અહીં મૂકી દઈશ.)
વિમોચન વખતે મૂકેલી ડેલીએ આવે તો રચના પણ ફરીથી માણવા જેવી છે…!









wt a great words …………
Bahuj satsu tche ” sahej panne sahelun nathi ”
Oumibaye amoné tamo na sambravo amoné yaad kariné tei pann sahelou nathi.
Hamecha kush raho.
Cassamaly ( France )
શબ્દો અને સ્વરનો સન્ગાથ અર્થસભર બનાવી ગઝલને વધુ ઉઘાડ આપે છે,ઘણી વસ્તુ સહેલી નથી એની રજુઆત કરવી પણ સહેલી નથી એ જાણ્યુ અને કવિયત્રિએ આપણ્ને સહજ શબ્દોમા કહી ગાયકના અવાજ સાથે શ્રી મેહુલભાઈનુ સન્ગીત ખુબ આનદ થયો, શ્રી ઉર્મિબેન તમારો આભાર અને શ્રીમતી પ્રજ્ઞાબેનને અભિનદન, વિશેષ આનન્દ અમારા સુરતના અને સન્ગિતકાર શ્રી મેહુલભાઈને પણ અભિનદન, એ પણ સુરતના એટલે ગાન્ધીસ્મ્રુતીમા બેઠા હોઈએ એવો આનદ અત્રે કેનેડામા અનુભવ્યો……………..
One of my favorite from સાસત્ય..! મેહુલના સંગીત પર પાર્થિવ જે શરૂઆત કરે છે એ જ દિલ ડોલાવી જાય. એકદમ મજાનું ગીત.
અને ગઝલના બધા જ શેર પણ ગમી ગયા..
અરે હા, સાસત્યનું બીજું એક ગીત - દ્રવિતા અને પાર્થિવના યુગલ સ્વરોમાં : http://tahuko.com/?p=4932
એકદમ સુંદર composition and arranging also marvelous singing. હમણા ગાન્ધીસ્મ્રુતીમા program જોવા જાઊ છૂ.
સર્વ મધુરમ મધુરમ્….શબ્દો, સન્ગીત અને અવાજ
બહુજ સ્રરસ રજુઆત, અભિનન્દન
ઘણી અઘરી વાત ને કવયત્રીએ ખુબ જ સરળતાથી આ ગઝલમાં વર્ણવી દિધી છે. ગઝલના બધા જ શેર ખુબ જ સુંદર.અને સંગીત પણ એટલું જ મજાનું.
નિતિન વડગામાની આવી જ પણ વિપરીત અર્થવાળી ગઝલનો એક શેર આપની સાથે શેર કરું.
“ચરણ પાણીમાં બોળીને નીકળવું સાવ સહેલું છે,
ઝરણને એમ ડહોળીને નીકળવું સાવ સહેલું છે.”
-નિતિન વડગામા
[...] From, http://urmisaagar.com/saagar/?p=2264 [...]
દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી,
દોસ્તી નિભાવવાનું સહેજ પણ સહેલું નથી.
બધા શબ્દો કરતાં પણ ઉપરની પંક્તિ એટલે પીઠ પાછળ છુરી ભોંકતો દોસ્ત યાદ આવે. બહુ કરુણ શબ્દો છે.
રચના બહુજ સરસ છે.
સરસ રચના. સંગીત અને સ્વર પણ સરસ.
ખુબ ખુબ સરસ!!!
ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
રોતી આંખે બોલવાનું સહેજ પણ સહેલું નથી.
શ્રિયા-મિતેશ
ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
રોતી આંખે બોલવાનું સહેજ પણ સહેલું નથી.
nice wordings .
this art has been with our guju ladies.
especially after marraige .!!!!
aa gajal vantchii ” sahej pann sahelun nathi ” Antema
hamari akkall bhi kaam karthi nathi. Kharekhar Oumibaye
tamo ek pavitre lekhak aye badu lakhi teno jawab pann api
shakta nathi.Pann jarour amoné kush rakhta rahejo shathé
tamaru dil Oumibahene shathé Gulabna phool jem rahetou rahé. Abinandan.
jacquescassamaly ( France )
સહેજ પણ સહેલુ નથી——-પ્રતિભાવના શબ્દો પણ સહેલા નથી
અભિનન્દન !!!!!!
very nice gazal…
very nice commose by mehulbhai..
pragnaben u r too good with ur words..
u creat such a wonderful words.
tame matra nani aamsti gazal rupe prem ni sundarta ane jivan ni ketlik hakkikat ne varnavi …
thanx …
best of luck for ur future…
બહુજસરસ શબ્દો,
ગીત અને સઁગીત..
સાતત્યના વિમોચનનો આખો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો…
પ્રજ્ઞાબેન અને મેહુલ સુરતીની આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન !
દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી,
દોસ્તી નિભાવવાનું સહેજ પણ સહેલું નથી.
Pragya ben just hats of U….. Excellent words, superb SAngit(MEhul bhai nu touch khabar pade che rhythem ma)
MAny MAny Congrats for “Satatya”….!
સરસ ગઝલ !!
મેહુલભાઈને અભિનંદન
સરસ રચના. સરસ સંગીત, સુંદર ગઝલ, અને ઉત્તમ કંઠ
ફાંકડુ કાવ્ય.પાર્થિવ નો સ્વર અદભુત છે.