આજકાલ ભારતમાં ચૂંટણીની હવા ફૂંકાઈ રહી છે.  આપણે સૌ ભારતીયો ગંદા રાજકારણને સુધારવાની કાયમ વાત કરતા હોઈએ છીએ. એ જ રાજકારણ અને નેતાઓને બદલવાનો મોકો દરેક નાગરીક પાસે છે જ, મતદાન !   પરંતુ જ્યારે ચૂંટણીમાં મત આપવાની વાત આવે ત્યારે સાવ નિરાશાવાદી વલણ અપનાવીએ છીએ… કે આપણા એક મતથી શું થવાનું હતું?  પરંતુ જેમ કાંકરે કાંકરે પાળ બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય, એવી રીતે એક એક મતથી જ તો આપણી લોકશાહીમાં પણ ક્રાંતિ આવી શકે છે.  અને આવા નહીં અપાયેલાં એક એક મતોની સંખ્યા કેટલી હશે એ કદી આપણે વિચાર્યું છે ખરું?  બની શકે કે એ નહીં અપાયેલા મતો જ રાજકારણનો આખો ઈતિહાસ બદલવા માટે સમર્થ હોય…!  પરંતુ જ્યાં સુધી મત આપશો નહીં ત્યાં સુધી આપણને કેમ ખબર પડશે…?!  તો દરેક નાગરીકને મત આપવા માટે ઉત્સાહિત કરવા માટે મુકુલ-મેહુલની જોડીએ સૌને મતદાન કરવાની પ્રેરણા આપવા માટે એક અભિયાન હાથ ધર્યુ છે… લાઈન લગાવો…!  તો ચાલો મિત્રો, અત્યારે આ ગીતને સાંભળવા માટે તો તમારે લાઈન લગાવવાની બિલકુલ જરૂર નથી… પરંતુ હા, એપ્રિલની 30મી તારીખે  મતદાન કરવા માટે તો તમે જરૂર લાઈન લગાવશો ને?! 

[youtube]http://www.youtube.com/watch?v=D8PQtPgSaFk [/youtube]

*

હિન્દુસ્તાનના ભાવિને ઊંચે લઈ જઈએ આવો,
ચૂંટવાની તાકાતથી રંગી નાખો સૌ ચુનાવો.
લાઈન લગાવો…

લાંબી લાંબી લાંબી લાંબી લાંબી લાઈન લગાવો,
બૂથોને છલકાવી દઈ મતદાનની ધુમ મચાવો.
લાઈન લગાવો…

એક બટન દાબીને આખે આખો દેશ બચાવો,
લોકશાહીના માથા પર મતનું એક તિલક લગાવો.
મતનું એક તિલક લગાવો…….!

* આ વિડીયો બનાવવા માટેની મહેનત કરનાર ટીમ…*

પરિકલ્પના અને શબ્દો: મુકુલ ચોકસી
સંગીત : મેહુલ સુરતી
દિગ્દર્શક : યુનુસ પરમાર
કેમેરા : નીલેશ પટેલ
એડિટર : અમિત ભગત
ગાયકો: મેહુલ, ભાવિન, આશિષ, રૂપાંગ, નૂતન, ધ્વનિ
સોંગબર્ડ ફિલ્મ ડિવિઝન,
સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ
અને
સિનિયર સિટિઝન કાઉન્સિલ ટ્રસ્ટની પ્રસ્તુતિ

*

આ ગીત સાંભળી સાંભળીને તો મને ય મત આપવા જવાનું મન થઈ ગયું… પણ મારો અમેરીકન પાસપોર્ટ જોઈને તો મને કોઈ એ લાઈનમાં ઊભાય ના રહેવા દે !  :-)