પરબનાં પીધાં મેં પાણી
માડી, તારી પરબનાં પીધા મેં પાણી…
ધખધખતા વૈશાખી આકાશ નીચે
કંતાયેલી કાયા તોય પાણી સીંચે
તરસ્યો મુસાફર ને પગ: કાંટા નીચે
એના થંભે પગલાં સૂણી મીઠી વાણી
પરબનાં પીધાં મેં પાણી…
ઊંડો કૂવો ને ગાગર નાની
ભીતરથી સાંભળું હું વાતો છાની
જાણે રણમાં વહે છે સરવાણી!
પરબનાં પીધાં મેં પાણી…
ખાલી ખોબો મારો છલકી ઊઠ્યો
હૈયાનો બાગ એમ મલકી ઊઠયો
વહેતો પવન કરે જળની લ્હાણી!
પરબનાં પીધાં મેં પાણી…
ગંગા મળી કે મને યમુના મળી
માતાની જાણે કોઇ રમણા મળી
મેં તો અમૃત પીધા છે નથી પીધા પાણી
પરબનાં પીધાં મેં પાણી…
જીવનનો રસ્તો છે કોરો કોરો
અમે પીધી પરબ અને ખાધો પોરો
એક નાનકડી વાત થઇ ગઇ કહાણી!
પરબનાં પીધાં મેં પાણી…
-ડૉ.દિનેશ શાહ
(પ્રેરણાની પરબ સમાન સ્વ.માધુરીબેન દેસાઇની સ્મૃતિમાં…)
* * *
એકદમ સહેલું અને સરળ લાગતું આ ગીત વાંચતાની સાથે જ જાણે આત્મસાત થઇ જાય છે અને સહેજે મનમાં કેવું સંગીત પણ રેલાવી જાય છે! ગેઇંસ્વીલ, ફ્લોરીડામાં રહેતા યુનિવર્સિટી ઓફ ફ્લોરીડામાં સાયન્સનાં પ્રોફેસર તરીકે શિક્ષણ આપતાં શ્રી દિનેશભાઇ શાહ માટે આ ગીત અને ગીતની સંવેદનાઓ એમના જીવન સાથે કેટલી જીણવટથી વણાયેલી છે એ જાણવા એમની જીવનઝાંખી જરૂર વાંચશો.
*
*






[...] શિક્ષણ, વિજ્ઞાન — ઊર્મિસાગર @ 1:00 am “પરબનાં પીધાં મેં પાણી, માડી તારી પરબનાં પીધા મેં પાણી…” [...]
[...] નો સાગર પર વાંચો પરબનાં પાણી -ડૉ.દિનેશ શાહ No Comments so far Leave a comment RSS feed for comments on this post. TrackBack URI [...]
સુંદર રચના… સરળ અને સોંસરવી ઉતરી જાય એવી… અભિનંદન…