આજે આપણા વ્હાલા રાષ્ટ્રપિતાને એમનાં નિર્વાણદિને કોટિ કોટિ વંદન…!!
(રડો ન મુજ મૃત્યુને…!!)
“રડો ન મુજ મૃત્યુને ! હરખ માય આ છાતીમાં
ન રે !-ક્યમ તમેય તો હરખતાં ન હૈયા મહીં ?
વીંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી,
અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો ?
હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે ?
અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો ?
તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા
અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને
શ્વસ્યાં કરત ભૂતલે ? મરણથી છૂટ્યો સત્યને
ગળે વિષમ જે હતો કંઈક કાળ ડૂમો ! થયું
સુણો પ્રગટ સત્ય:વૈર પ્રતિ પ્રેમ,પ્રેમ ને પ્રેમ જ !
હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે.”
‘અમે ન રડીએ, પિતા,મરણ આપનું પાવન,
કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યાં જીવન.’
–ઉમાશંકર જોશી
(જુગલકાકાનાં ગાંધીદર્શન પરથી સાભાર…)
ઉમાશંકરજીની બીજી એક ખૂબ જ સુંદર કવિતા આજે લયસ્તરો પર પણ વાંચો…
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?
ટહુકા પર અવિનાશ વ્યાસની ગાંધીજી વિશેની એક અવિનાશી રચના પણ સાંભળો…
ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો









સુંદર કવિતા
મુસાફિર પાલનપુરીની એક રચના…
“જોઉં છું મલકી રહ્યા છો હોઠમાં,
ધન્ય હો બાપુ નથી કંઇ ખોટમાં.
જીવતા તો છોને ફર્યા ચાદરને લંગોટમાં,
હવે તો આવી ગયા છો પાંચસોની નોટમાં.”
સરસ !
શોકમય કવીતા છે પણ પ્રસંગને અનુરુપ ઉચીત રચના છે.
[...] ગાગરમાં સાગર પરઃ રડો ન મુજ મૃત્યુને ! –ઉમાશંકર જોશી [...]
ગાન્ધીજીની કવિતાથી એમને સ્મૃતીવન્દના……….
બહુ સરસ. ગાંધીને આ કવિતાથી સ્મૃતીવન્દના……….
બાપુ ક્યાં છો?
સુણો પ્રગટ સત્ય:વૈર પ્રતિ પ્રેમ,પ્રેમ ને પ્રેમ જ !
હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે.”
‘અમે ન રડીએ, પિતા,મરણ આપનું પાવન,
કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યાં જીવન.’