ગુજરાતી ગઝલને પરંપરાની ચુંગલમાંથી છોડાવનાર અને એના મુખ્ય સ્તંભોમાંના એક આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી આજે સવારે હેકનસેક હોસ્પીટલમાં નિધન થયું છે… એમનાં જન્નતનસીન થવાથી આજે ગુજરાતી ગઝલ જાણે અનાથ થઈ ગઈ હોય એમ લાગે છે… ભગવાન એમનાં આત્માને શાંતિ બક્ષે અને એમનાં પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પાર્થના…!
For local residents whom wants to attend the viewing, it is scheduled for tomorrow (Friday, November 7 2008) from 9AM to 12PM, at Masjid-Al-Islah (Mosque), 320 Fabry Terrace, Teaneck, NJ- 07666… click here for more info !!
(મારા કેમેરામાં કેદ એક આદિલ-સ્મિત… સપ્ટેમ્બર 2007)
ગુજરાતી સાહિત્ય જગતનાં કોઈપણ ગઝલકાર કે કવિ તરીકે મારી સૌ પ્રથમ મુલાકાત આદરણીય શ્રી આદિલભાઈ સાથે જ થઈ હતી. આદિલભાઈ સાથેની મારી પહેલી અવિસ્મરીણય મુલાકાત (સપ્ટેમ્બર 2007) હજીયે મને યાદ છે, જ્યારે એમણે માત્ર ‘ઊર્મિસાગર’ નામ સાંભળતા જ જાણે બહુ જૂની ઓળખાણ હોય એમ મને ઓળખી કાઢીને મને સુખદ આશ્ચર્ય આપ્યું હતું. એ પહેલાં એમનાં 71માં જન્મદિવસની પોસ્ટ નિમિત્તે માત્ર એકવાર એમની સાથે ઈમેલથી વાતચીત થઈ હતી. અને હવે તો છેલ્લી મુલાકાત પણ અવિસ્મરણીય બની રહેશે… 7મી સપ્ટેમ્બર 2008 નાં રોજ ગુજરાતી લિટરરી એકેડમી નાં છઠ્ઠા સંમેલન દરમ્યાન મારા પ્રેમપત્ર ગઝલનાં પઠન વખતે મને સૌથી વધુ દાદ અને પ્રોત્સાહન આપનાર સામે જ પ્રથમ ખુરશી પર બેઠેલા આદરણીય શ્રી આદિલભાઈ જ હતા… એમણે મારી ગઝલનાં ઘણા શેરોને ‘દોબારા… દોબારા’ કહીને મારી પાસે ફરી ફરી બોલાવ્યા હતા… એ સુખદ સ્મૃતિ મારા અંતરમાં કાયમ અકબંધ રહેશે. ત્યારે ક્યાં ખબર હતી કે એમનાં સાંનિધ્યની મારી એ આખરી મુલાકાત બની જશે?! તે દિવસે એમણે કરેલા ‘ગઝલગ્રાફ’ પુસ્તકનાં વિમોચન વખતે મારા વિડીઓ કેમેરામાં મેં કેદ કરેલી થોડી યાદગાર ક્ષણો... મારે માટે એમની આખરી સ્મૃતિ !
[youtube]http://www.youtube.com/watch?v=5tg_UDTWJDA[/youtube]
આદરણીય શ્રી આદિલ સાહેબને એમનાં જ આદિલીયત ભર્યા થોડા અશઆર દ્વારા ગઝલભરી શ્રધ્ધાંજલિ અર્પીએ…!
જી હા આદિલ તો તખલ્લુસ માત્ર છે,
નામ ધંધો ધર્મ ને જાતિ ગઝલ.
જેની સભાને ત્યાગીને તું નીકળી ગયો,
કાબાનાં બારણામાં એ કાફર તને મળે.
વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
પરીચિતોને ધરાઈને જોઈ લેવા દો,
આ હસતા ચહેરા આ મીઠી નજર મળે ન મળે.
રડી લો સંબંધોને વિંટળાઈ અહીં,
અહીં કોઈને કોઈની કબર મળે ન મળે.
આખ્ખું યે બ્રહ્માંડ તો એની ઈચ્છાનું એક ટપકું છે,
થાય તને પણ જો ઈચ્છા તો ટપકાને ઓળંગી જા.
જ્યાં બીજું કોઈ નથી કોઈ નથી કોઈ નથી,
ત્યાં ન હોવાનાં સહજ અણસારમાંથી થા પ્રગટ.
બીજા બધાને ઉપરવાળો સાચવી લેશે,
બની શકે તો તમે એક જણને સાચવજો.
હું ઊંઘી જાઉં તો પાછો જગાડજો જલ્દી,
કહું છું ક્યારનો તમને જગાડી જી સાહેબ.
દિલમાં કોઈની યાદનાં પગલાં રહી ગયા
ઝાકળ ઉડી ગયું અને ડાઘાં રહી ગયા.
આભાર માનવો છે હવે દોસ્તો મળે તો
મારા પતનમાં એમનો સહકાર પણ હતો.
કાલે પાછા ચાલ્યા જઈશું, નક્કી કાલે પાછા,
કાલે કાલે કરતાં કરતાં જર્સીમાં વર્ષો કાઢ્યા.
રહી ગઈ યાદ અમથી ડાયરાની
કસુંબો એકલો ઘોળ્યા કરું છું.
ગમે ત્યારે એ ઉડી જાય આદિલ
જે પંખી એક પાંખાળું છે અંદર.
ફીણનાં ગોટેગોટા અશ્વનાં મોઢામાં
આગળ ઈચ્છાઓ છે, મૃત્યુ પાછળ છે.
સાથે જીવેલા વરસ ભૂલી ગયા
આંખ મીંચાઈ ને બસ ભૂલી ગયા.
શરીર છોડીને નીકળ બહાર પડછાયા
પડી ગઈ છે હવે તો સવાર પડછાયા.
તું તારા માટે અલગ સ્થાન રાખજે શોધી
અહીં અલગ છે બધાનાં મઝાર પડછાયા.
માટીનાં પિંડને મળ્યો આકાર
અંતે માટીમાં જઈ મરે માટી.
બીજા ઈલ્કાબો મળે કે ના મળે
એ તો ગુજરાતી ગઝલનો દાસ છે.
એ આવીને થીજી ગઈ આંખમાં
જીવનની કે મૃત્યુની પળ તો જુઓ.
હતો કાલ સુધી જે માથા પર
એ સૂરજને ચરણોમાં ઢળતો જુઓ.
તું બેઠો બેઠો જન્મનાં વર્ષો ગણ્યા કરે,
ને મૃત્યુ તારા નામની ચાદર વણ્યા કરે.
આદિલને એક હૂંફ રહી આખી જિંદગી
ભીતર ગઝલનું રાતદિવસ તાપણું હતું.
આપ તો શબ્દાતીત થઈને પાછા ક્યાં સંતાઈ ગયા
એની ગુજરાતી ગઝલોમાં આદિલ ક્યારનો શોધે છે.
જ્યારે કવિતા લખવાનું ઈશ્વરને મન થયું,
ત્યારે હું એના કાવ્યનાં અક્ષર બની ગયો.
લો માર્ગદર્શક થઈ ગયા
રસ્તો ભૂલેલા માણસો.
નિરાંત એવી અનુભવું છું ગઝલનાં ઘરમાં,
કે શ્વાસ મુક્તિનાં લઈ શકું છું ગઝલનાં ઘરમાં.
હવે એનો અફસોસ ન કર આદિલ
થવાનું હતું તે ખચિત થઈ ગયું.
આદિલને મળવું હો તો મુશ્કિલ નથી કે એ
જર્સીમાં જો ન હોય તો સરખેજ હોય છે.
ક્યારે પાકશે આદિલ કોઈ ન જાણે એ
માણસ તો બિન મોસમનું કાચું ફળ છે.
દુ:ખ પડે છે તેનો આદિલ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.
હવાનું હલેસું સ્થગિત થઈ ગયું
ને બ્રહ્માંડ આખું વ્યથિત થઈ ગયું.
ગયાં નીર આંખોનાં ઠલવાઈ સૌ
ને હલબલતું હૈયું દ્રવિત થઈ ગયું.
તમામ ઉમ્ર મને જિંદગીએ લૂંટયો છે,
મરણના હાથમાં પહોંચી હવે સુરક્ષિત છું.
અને છેલ્લે…
એકડો ઘૂંટવાનું છોડી દે,
ચાલ આ શૂન્યમાં ભળી જઈએ.
અને આમ ગઝલને ઘૂંટતા ઘૂંટતા શૂન્યતામાં જઈને ભળી ગયેલા શ્રી આદિલસાહેબને સો સો સલામની સાથે પ્રેમભરી શ્રદ્ધાંજલિ…!!









આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..
આદિલભાઈના નિધનના સમાચાર તારી પોસ્ટ પર વાંચીને અત્યંત દુ:ખ થયું.
ગુજરાતી સાહિત્ય અને ગઝલ-વિશ્વને કદી નહિ પૂરાય એવી ખોટ પડી ગઈ છે.
ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે એવી પાર્થના.
ઊર્મિ…..!
આદિલસાહેબની સાથેના સંસ્મરણો વાગોળ્યા સિવાય હવે આપણાથી-જો કે કોઇથી-કંઈ જ થઈ શકે તેમ નથી……..
તારી જેમ મારા સ્મૃતિપટ પર પણ જુલાઈમાં અમેરિકા આવ્યો એ પહેલાં રાજકોટમાં એમને મળ્યો ત્યારના દ્રષ્યો,વાર્તાલાપ,મારો ગઝલસંગ્રહ નવેસર,એમના હાથમાં
હોય ને આદિલસાહેબ અને શોભિતભાઈ જાણે હજુ મારી સામે બેઠા હોય………..
આ બધું…. જ યાદ આવતાં હૈયું ભરાઈ આવે અને એ ડૂમો આંખથી ગાલે રેલાઈ જાય છે……
પણ શું થઈ શકે?-જે આવ્યા છે એમનું જવાનું ય નક્કી જ હોય……
કોઇ વહેલું કોઇ મોડું…….
પણ્,
કેટલીક ખાલી જગાઓ આપણે તો શું ખુદ સમય પણ નથી ભરી શકતો…..
ઈશ્વર સદગતના આત્માને પરમશાંતિ બક્ષે…….
અસ્તુ.
પરમાત્મા એમના આત્માને પરમ શાંતિ અર્પે.
ગઝલ ના મુખ્ય સ્તંભોમાંના એક આપણા વ્હાલા ગઝલકાર આદરણીય શ્રી આદિલ મન્સૂરી સાહેબનું અમેરિકામાં ન્યુજર્સી ખાતે ૭૨ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી નિધન થયું.
ભગવાન એમનાં આત્માને શાંતિ બક્ષે.
એમનાં પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પાર્થના…!
રાજેન્દ્ર અને ત્રિવેદી પરિવાર
આદિલસાહેબના આત્માને ખુદા શાઁતિ આપે. ગુજરાતિ સાહિત્યે એક ગઝલ રત્ન આજે સદાને માટે ગુમાવ્યુ છે.
દિનેશ ઓ.શાહ, ગેઇન્સવિલ, ફ્લોરિડા, યુ.એસ.એ.
‘મા’ આદિલસાહેબના આત્માને સદ્ગતી આપે એવી અભ્યર્થના.
આદિલ સાહેબના જન્નતનશિનના સમાચાર એક મિત્રે આપ્યા. ગુજરાતિ ગઝલે સ્થન્ભ ગુમાવ્યો.પ્રભુ એમના આત્માને સદગતિ આપો એજ પ્રાથ્રના
આદિલભાઈના અવસાનના સમાચાર જાણી ખેદ થયો, પ્રભુ તેમના આત્માને શાઁતી
આપે અને એમનાકુટુમ્બ ને દુઃખ સહન કરવાની અલ્લાહ શક્તી આપે.
આ- દિલ ને એ દિવસ થિ મલ્યુ દર્દ દોસ્તો …….
જે દિવસ થિ જનાબ આદિલ સાહેબ નિ ગઝલો સામ્ભળવાનિ શરુઆત કર્રિ.
પ્રભુ તેમના આત્માને શાઁતી
આપે
ગુજરાતી ગઝલને નવી દિશા આપનારા આદિલ સાહેબની વિદાયના સમાચાર આઘાતજનક છે..કુદરત તેમના આત્માને શાંતિ અર્પે. આમીન.
Dear Friends of Adil Mansuri:
For more info, please visit http://www.mansuri.com and http://www.adilmansuri.com.
For those in NJ, the viewing is Friday morning in Teaneck, NJ from 8:30 to 11 am for all his gujarati friends.
We would like to thank all of his friends and fans for their sympathy and kind words. We will miss our beloved father.
The Mansuri Family
..
Adil saheb na dukhad avsan na samachar jani ne dil khub dukh thayu, jane gazal ni navi kedi chitarnaro chitrakar chalyo gayo, chhelle emene sambhavano moko imege na programme ma bhaidas holl ma malyo hato eni yad smruti pat par avvi gayi, allah temna atma ne chir shanti arpe ej ” Adil” ne aa dil ni prathna
આદિલ મન્સૂરી સાહેબનાં અવસાનથી ગુજરાતી ગઝલના એક યુગનો
અંત આવ્યો છે.
આદિલ સાહેબે ગુજરાતી ગઝલને વિનમ્રતાપૂર્વક પરંપરામાંથી નીકાળી
કવિતાના મુખ્ય પ્રવાહ સાથે જોડી.
ઊર્દુમાં જે કામ “ઝફર ઇકબાલે” કર્યું છે તે જ કામ ગુજરાતીમાં “આદિલ” સાહેબે કર્યું છે.
આદિલ સાહેબ તેમની ગઝલોથી ગઝલચાહકોના મનમાં હંમેશા જીવિત રહેશે.
તમામ ઉમ્ર જિંદગીએ લુંટ્યો છે મને,
મ્રુત્યુનાં હાથમાં પહોંચી હવે સુરક્ષિત છું.
પુજ્ય આદિલભાઈના અવસાનના સમાચાર જાણી ખુબ દુઃખ થયુ ,પ્રભુ તેમના આત્માને શાઁતી આપે અને એમના પરિવારને દિલાસો આપે. આમેન…
–લીના
આદિલભાઈનું નામ તો સાંભળ્યું હતું અને તેમની ગઝલો પણ વાંચી હતી. આ ગઝલ બહુ જ સરસ છે. ઝાકળ ઉડી ગયું અને ડાઘા રહી ગયા.
પ્રભુ તેમના આત્માને પરમ શાંતી અર્પે તેવી પ્રાર્થના.
પ્ંખીડા ને આ પીંજ્રરૂ જૂનૂ જૂનૂ લાગે બ હુ યે સ મ જા વ્યું તો ય પ્ંખી ન વુ પીંજ્રરુ માંગે……..
આદિલભાઈના નિધનના સમાચાર વાંચીને અત્યંત દુ:ખ થયું.
ભગવાન એમનાં આત્માને શાંતિ બક્ષે.એમનાં પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે એવી પાર્થના.
પ્રજ્ઞા.
[...] ઊર્મિની અંજલી [...]
i met him at chalo gujarat .the same charming smile and caring voice .we met before at all india radio ahd .i had an opportunity to interviw him .while we met in nj , he expressed his concern about documenting lit . activities . his recitation was always in his own style !
” gujaraati kavy sundari same ubhi sajal
Aadil supurde khak thay , a dil supurde gazal !”
-Tushar Shukla
“
શ્રેી આદિલજેી ને હ્રદયપૂર્વક શ્રધ્ધાઁજલેી..!!
ખુદાએ જરુર કોઇ મુશાયરો યોજ્યો હશે
ને એણે પછી આ આદિલને ખોજ્યો હશે.
આદિલની ખોટ અલ્લાને પણ લાગી હશે.
ને એણે આજ આદિલને બોલાવ્યો હશે.
પરવરદિગાર,તારી મહેફિલ તો સજી હશે.
ને અહિં હર શખ્સ એની યાદમાં રોયો હશે.
આદિલ મન્સૂરી સાહેબને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ.
અલ્લાહ એમની રૂહને રાહત આપે અને શાંતિ બક્ષે એ જ બંદગી…
નટવર મહેતા
http://natvermehta.wordpress.com/
આદિલ સાહેબને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી. એમના જવાથી ગુજરાતી ગઝલ-સાહિત્યને ન પૂરી શકાય એવી
ખોટ પડી છે. એમના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના.
સુધીર પટેલ.
ઉર્મિબેન્,
આદિલ સાહેબના જવાથિ ગુજરાતિ સહિત્ય સુનુ પદશે.
ભગવાન એમના આત્માને પરમ શાન્તિ આપે.
….
આ ખાલીપો શું કદી ભરી શકાશે??
“નમસ્તે જાનીસાહેબ-મઝામાંને-તબિયત કેમ છે?”
એમનો ટ્રેડ માર્ક—હવે આ અવાજ નહિ સંભળાય.
પ્રભુ અએમના આત્માને શાન્તિ આપે.
Hello Everyone,
Here is the link to the Kabrastan, Jersey State Memorial Park, where my father is buried.
http://maps.live.com/default.aspx?v=2&FORM=LMLTSN&cp=qq8bpz8szwmd&style=b&lvl=2&tilt=-90&dir=0&alt=-1000&scene=8751419&phx=0&phy=0&phscl=1&encType=1
It is a very beautiful place, surrounded by tall trees, covered by grass and beautiful flowers.
Kauser Mansuri
My two poems, that I would like to dedicate to my father….
DEATH
Death…
Why are you here?
I am not ready yet!
I still have dreams to dream
Places to go
Things to learn
Life to live…
Still need to love
And be loved…
Just a little more…
Go away!
You are not welcome here!
I am not ready yet…
- Kauser Mansuri
- August 20, 2008
TEARS
Tears…
Tears of joy
Tears of sorrow
Tears…
Tears of triumph
Tears of defeat
Tears…
Tears of ecstasy
Tears of attempts
Tears…
Tears of Phelps
Tears of Torres
Tears…
Tears of anguish
Tears of pain
Tears…
Tears of a mother
Tears of a father
Tears…
Tears of thrill
Tears of regret
Tears…
Tears of arrival
Tears of departure
Tears…
Tears of remembrance
Tears…
The Silent tears
Tears…
My tears…
Rolling down your eyes!
-Kauser Mansuri
-August 22, 2008
ઘણા વખત પછી એક ગઝલ સ્ફુરી, આદિલજીને અંજલી …
http://kaavyasoor.wordpress.com/2008/11/08/adil_tribute/
આદિલભાઈના અવસાનના સમાચાર જાણી ખેદ થયો, પ્રભુ તેમના આત્માને શાઁતી
આપે અને એમનાકુટુમ્બ ને દુઃખ સહન કરવાની અલ્લાહ શક્તી આપે.
ગુજરાતિ સાહિત્યે એક ગઝલ રત્ન આજે સદાને માટે ગુમાવ્યુ છે.
શ્રી આદિલ મન્સુરી જેવા સર્જનહારના જવાથી ગુજરાતી સાહિત્ય અને ગઝલો નોંધારી થઈ ગઈ છે.આદિલજીને હ્રદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
અમસ્તા જ દરવાજો ખોલ્યો અમે
હતી ક્યાં ખબર કે મરણ આવશે
આદિલ મન્સૂરી
મનના વિશ્વાસ અને સુલભગુર્જરીના દ્વારે આવતા રહેજો..અમીબેન અને દક્ષેશભાઈ.
ડો.હિતેશના પ્રણામ..
What is said by Natver Mehta about Adil Mansoori is correct and I join with him in SARDHANJLI to Gujrati Adil Mansoori
હું ઘણા વરસો થી ન્યુ જર્સી મા રહુ છું અને આદિલ સાહેબ ના ઘર થી ઘણો નજીક રહુ છુ. છતાં એમની વ્યસ્તતા ને લીધે એમને અહીયા મળી ના શક્યો. પણ જુલાઈ ૨૦૦૮ માં હું અમદાવાદ મા રાત્રે ૨ વાગ્યે માણેકચોક મા કુલ્ફિ ખાતો હતો અને સામેથી આદીલ સાહેબ અને એમના પત્નીશ્રી આવતા દેખાયા..હું એમને જઈ ને મળ્યો તો એ ખુબ ખુશ થઈ ગયા અને મેં જયારે અમેરીકા ની વાત કરી ત્યારે મને કહે કે આપણે બન્ને ને આપણા વતન માં મળવા નું લખ્યુ હશે……
એમણે જાતે ગાયેલી થોડી રચનાઓ મે મારા બ્લોગ પર મુકી છે…કોઈ ને ઇચ્છા હોય http://www.rajanimacwan.com ઉપર જઈ ન મારા ipod થી સાંભળવા વીનંતી..
રાજ મેકવાન
આદિલ મન્સુરિ સાહેબ ને ભાવભીની શ્રધ્ધાંજલિ….may his soul rest in peace
Walid ke Intekal per… (walid = father)
Woh soye hue hai chain ki nind
Akhari bar bund hui akaho mae
Trashe huae hai khawab… aane wale kal ke
Jis mae hai adhuari khwahishe
Aapane watan ki mitti mae mil jane ki
Piche rahi gai paanch jigar ke tukade
Sub se aziz shayari aur dher sare chahne wale
Aaj Adil ka dil beshumar dard ko seah na sakene se
Toot kar chanachoor ho guya
Aaur chod di unhone ye katoon bahari dunya
Wapas laut cuke hai wo apne rub ke pas
Aaur apne waliden ki aagush mae
Hamesha ke liye
Jahan na satayega un ko
Ye dunyadari ka gum
Whoh to bus aazad ho chukke hai
Jismani janjir ko tod ker…….
Innalillahi wa inna ilaihi raji’un
*********************
Dunya jese janab Adil Mansuri ke naam se janati hai
Woh mere walid thea
Hum bade fakhra ke saath keh sakte hai ki ji ha woh mere walid thea
Aap laug ne shayad khoya hai eak honhar shayar ya eak aziz dost
Lakin hum to yatim ho chuke hai
Unki mithi si muskan ke
Aur unke woh payar bhare saye ke
Jo hamare sar se hamesha ke liye Uath chuka hai
Woh eas dunya ke subse aamir baap thea
Jinhone hame sikahya kuhadari se jindgi jine ka tarika
Diya dhear sara payar
Aur unka bahot hi umda khoon
Jiske hum hamesha ke lie shukra gujar hai
- Kauser Mansuri
Dear All,
Here are some links of Adil Mansuri on Youtube.
Enjoy!!!
His recent interview in Baroda,India on July08:
Part 1:
http://www.youtube.com/…BNMzb0I&feature=related
Part 2 (His poem on his own death is included here):
http://www.youtube.com/watch?v=oBvNyAlMUdA
Book Inauguration:
http://www.youtube.com/…UDTWJDA&feature=related
Gazal ‘Nadi ni ret ma ramtu nagar’ sung by Purushottam Upathyay:
http://www.youtube.com/…KwyUD2w&feature=related
Gazal ‘jyare pranay ni jagma’ sung by Manhar Udhas:
http://www.youtube.com/watch?v=iYPGYKvZsTo
If the links don’t work, please copy paste in the browser.
Also, if you have any video of him from any poetry readings, please contact me. Thanks!
Regards,
Tasneem Mansuri