ગાગરમાં સાગર

શબ્દને ઘૂંટી ઘૂંટીને ગુજરાતી કવિતાને અતિ સમૃદ્ધ અને રસાળ બનાવનાર આપણા મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીનાં આજે 100માં જન્મ દિવસે એમને હૃદયપૂર્વક અને ઊર્મિપૂર્વક શ્રદ્ધાંજલિ… મારા અને તમારા તરફથી.  આજે આપણે એમનું એક ખૂબ જ વિખ્યાત ગીત માણીએ…

girl-with-arms-open-wide-to-the-sky
(અમે ગીત ગગનનાં ગાશું રે…  ફોટો : વેબ પરથી)

સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર : સાધના સરગમ
આલ્બમ : હસ્તાક્ષર

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અમે ગીત ગગનનાં ગાશું રે, અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ પૂજન સુણી પૂછશો તમે, અરે છે આ શું?
અમે ગીત o

સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી, ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો, વરસંતી જલધારા;
અમે સૂર સરિતમાં ન્હાશું રે, અમે સૂર સરિતમાં ન્હાશું.
અમે ગીત o

પંખી માત્રને મુનિવ્રત આપો, ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર, નરતંતા પ્રભુ ચરણા;
પૂર મૂકી મોકળાં ગાશું રે, પૂર મૂકી મોકળાં ગાશુ.
અમે ગીત o

બાળક હાલરડા માગે ને, યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે, આપે કોઈ મતવાલા;
અમે દિલ દિલ ને કંઈ પાશું રે, અમે દિલ દિલ ને કંઈ પાશું.
અમે ગીત o

- ઉમાશંકર જોશી

આવતીકાલથી લયસ્તરો પર માણો, ઉમાશંકર જોશીનો જન્મ શતાબ્દી-મહોત્સવ !

મારું ગુજરાત, આપણું ગુજરાત, આગવું ગુજરાત અને હવે સ્વર્ણિમ ગુજરાત !  સૌ મિત્રોને આજે ૫૦માં સુવર્ણ ગુજરાતદિનની ભવ્ય અને દિવ્ય હાર્દિક શુભકામનાઓ… સ્વર્ણિમ ગુજરાત નિમિત્તે લેવાયેલા ગુજરાતીઓનાં સૌ સ્વર્ણિમ સંકલ્પો સફળતમ અને પરિપૂર્ણ બનો એવી હૃદયથી અભ્યર્થના.

swarnim-gujarat-logo123

આજના દિવસની તૈયારીઓ ગયા વર્ષથી ચાલુ થઈ ગઈ હતી એની સૌને જાણ હશે જ… અને આપણા વ્હાલા ગુજરાતમાં (અને ગુજરાતની બહાર વસતા ગુજરાતીઓની વચ્ચે પણ) આખું વર્ષ ‘સ્વર્ણિમ ગુજરાત’ નો આ ઉત્સવ ઉજવાશે.  મિત્રો, ૧લી જાન્યુઆરીએ આપણે દુનિયાને ખૂણે ખૂણે વસનાર દરેક ગુજરાતીનાં એ સ્વર્ણિમ સંકલ્પોનો મેઘનાદ કરતું એકદમ તાજું થનગનતું ભાગ્યેશ જહાંનું એક ગુર્જર-ગીત મેહુલ સુરતીનાં મધુર સંગીત સાથે પાર્થિવ ગોહિલનાં મધુર અવાજમાં માણેલું, યાદ છે ને?? ગુજરાત તને અભિનંદન !ન માણ્યું હોય તો આજના દિવસ નિમિત્તે એને જરૂરથી ફરી માણશો.

ગયા વર્ષે ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રચાયેલું શ્રી ઉમાશંકર જોશીનું ગુજરાત મોરી મોરી રે ગીત મૂક્યું હતું.  આ વર્ષે એ જ ગીત આપણે ફરી માણીએ, પરંતુ સંગીતબદ્ધ અને શ્રી પ્રફુલ્લ દવેનાં કર્ણપ્રિય અવાજમાં… એક વાર ગાઈને કેમ કરી ભૂલવું ? એ તો વારંવાર સાંભળવું ગમે એવું સ-રસ ગુર્જર-ગીત !

સંગીત : અજીત શેઠ (?)
સ્વર : પ્રફુલ્લ દવે

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

માત્ર આપણું ગુજરાત જ નહીં પરંતુ આપણો દેશ પણ સાચા અર્થમાં હંમેશા ‘સ્વર્ણિમ’ બની રહે એવી મંગલ મંગલ શુભકામનાઓ સહ ‘સ્વર્ણિમ ગુજરાત’ની અનહદ સફળતા માટે અતિમંગલમય શુભેચ્છાઓ પાઠવીએ… મા ગુર્જરીને કોટિ કોટિ વંદનસહ !  અને વિશ્વનાં ખૂણે ખૂણે પ્રસરેલી આપણી વ્હાલી ગુર્જરી અને ગુર્જરવાસીઓને આજે ગુજરાતની સુવર્ણજયંતિ નિમિત્તે ખોબલે ખોબલે અઢળક શુભેચ્છાઓ !

જય ભારત… જય ગુજરાત…!

** આજે સુવર્ણ ગુજરાત-દિન નિમિત્તે :

  • લયસ્તરો પર માણો, શ્રી ઉમાશંકર જોશીનું એક બીજું ગુર્જર-ગીત, જે એમણે  અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એના બે દિવસ પૂર્વે લખ્યું હતું - એ તે કેવો ગુજરાતી
  • ટહુકો પર માણો, શ્રી ભાગ્યેશ જહાંની એક નવ્વીનક્કોર રચના  (સંસ્કૃતમાં) - મેહુલ સુરતીના સ્વરકાંનમાં અને પાર્થિવ ગોહિલ ને ગાર્ગી વોરાનાં સ્વરમાં  - જયતુ જયતુ ગુજરાત !

——————————

First published in May 1, 2009

ભારતની સ્વતંત્રતાની ચળવળમાં મોખરે રહેનાર ગુજરાત રાજ્યની રચનાનો પણ એક અનોખો ઈતિહાસ છે.  મુંબઈ રાજ્યમાંથી ૧લી મે, ૧૯૬૦ નાં રોજ અલગ થયેલાં આપણા ગુજરાતની સ્થાપના અને એની માંગણી માટે થયેલી ‘મહાગુજરાત ચળવળ’ વિશે અત્યારે છઠ્ઠા ધોરણનાં ઈતિહાસમાં એક પ્રકરણ આવે છે… જે આપ સૌ અહીં વાંચી શકો છો.   એમાંનાં ગુજરાત રાજ્યનાં ઉદઘાટન પ્રસંગે આપણા મૂકસેવક પૂજ્ય શ્રી રવિશંકર મહારાજે આપેલા પ્રવચનનાં થોડા અંશો આજનાં પ્રસંગે આપણે ખરેખર વાંચવા અને કદી ન ભૂલવા જેવા છે.  આજે આપણે માણીએ, એ વખતે ગુજરાત રાજ્યની સ્થાપના વખતે રચાયેલું શ્રી ઉમાશંકર જોશીનું આ ગીત… જે સૌ ગુજરાતીઓ અને મા ગુર્જરીને સસ્નેહ અર્પણ…!

સૌ મિત્રોને ગુજરાત દિનની ઘણી ઘણી શુભેચ્છાઓ સહ,
જય ભારત… જય ગુજરાત…!

guj-map

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી,
ગુજરાત મોરી મોરી રે.

ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા,
ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં,
ગુજરાત મોરી મોરી રે.

આંખની અમીમીટ ઊમટે ચરોતરે,
ચોરવાડ વાડીએ છાતી શી ઊભરે !
હૈયાંનાં હીર પાઈ હેતભરી નીતરે,
ગુજરાત મોરી મોરી રે.

કોયલ ને મોરને મેઘમીઠે બોલડે,
નમણી પનિહારીને ભીને અંબોડલે,
નીરતીર સારસ શાં સુખ ડૂબ્યાં જોડલે,
ગુજરાત મોરી મોરી રે.

નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈને કેમ કરી ભૂલવી ?
ગુજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.
મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે.

- ઉમાશંકર જોશી

* ગુજરાત વિશેની માહિતી મોકલવા બદલ મિત્ર ભરત અટોસનો દિલથી આભાર…

rr20-sml
(અરધે અધૂરું મેલ મા, ‘લ્યા વાલમા…       ફોટો: વેબ પરથી)

ગાણું અધૂરું મેલ્ય મા,
.          . ‘લ્યા વાલમા,
. ગાણું અધૂરું મેલ્ય મા.

હૈયે આયેલું પાછું ઠેલ મા,
.               . ‘લ્યા વાલમા,
.                     . હોઠે આયેલું પાછું ઠેલ મા.   ગાણું અધૂરું o

હૈયા સંગાથે ભૂંડા ખેલ મા,
.              . ‘લ્યા વાલમા,
.                 . ભોળા સંગાથે ભૂંડું ખેલ મા.  ગાણું અધૂરું o

ઓરાં બોલાવી ધકેલ મા,
.                 . ‘લ્યા વાલમા,
.                       .છાતીથી છેટાં ધકેલ મા.  ગાણું અધૂરું o

છાતીથી છેટાં મેલ મા,
. ..          . ‘લ્યા વાલમા,
હૈયા સંગાથે ભૂંડા ખેલ મા.

અરધે અધૂરું મેલ મા,
.           . ‘લ્યા વાલમા,
.હોઠે આયેલું પાછું ઠેલ મા.
.                       . ગાણું અધૂરું મેલ મા.

-ઉમાશંકર જોશી

ગાણું અધૂરું મેલવાની વાત એટલે હૈયાનાં પ્રગટેલા હેતને પાછું ધકેલવાની વાત; અને હોઠે આવેલું પાછું ઠેલવાની વાત એટલે પ્રેમનું મધુરું ગાણું અધૂરું મેલવાની વાત.  આખા ગીતમાં અલગ અલગ રીતે ગોળ ગોળ ફેરવીને કવિ આ જ વાતનું પુનરાવર્તન કરે છે… અને પોતાના ‘વાલમા’ને પ્રીતનું ગાણું અધૂરું ન રાખવા વારંવાર વિનવે છે.  અહીં ‘વાલમા’ એ કોઈ પ્રિયજન પણ હોઈ શકે અથવા પોતાનો માંહ્યલો પણ હોઈ શકે… અહીં ઉમાશંકર જોશીના જ બીજા એક ગીતની એક પંક્તિ યાદ આવે છે: કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે… કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી…

normal_springoak-18mar09-04 
(રંગીન હરિયાળી…       ફોટો: વેબ પરથી)

વસંતના આગમને
જોઉં છું તો
વનો લીલાં લીલાં થઈ રહ્યાં છે.
સરિતાનાં જળ પણ લીલાં થતાં જાય છે.
ટેકરીઓય તે લીલીછમ,
ને ખેતરો પણ થઈ ગયાં લીલાં.
નાનકડાં તમરાંને લીલો રંગ લાગ્યો.
ને શ્વેતકૂર્ચ વૃદ્ધ પણ લીલા.
લીલું લોહી
શ્રમિત વસુંધરાને તાજગી અર્પે છે,
અને પૃથ્વીમાંથી ફૂટી નીકળે છે
લીલી આશા.

-શાન મેઈ (ચીની)
અનુ.: ઉમાશંકર જોશી

શાન એક જ પ્રતીકાત્મક વસ્તુ ઉપાડી લે છે: હરિયાળી, લીલાપણું. કંઈક લીલું લીલું બધે જ વર્તાય છે, વનોમાં, વારિમાં, કીટજંતુના ડિલ પર, અરે વૃદ્ધોની સફેદ ફરફરતી દાઢીમાં, પૃથ્વીની પીઠ ઉપર અને પૃથ્વીની ભીતરેય તે. આ લીલાપણું એટલે સપ્રમાણતા. વસન્તર્‍તુમાં પ્રાણની ભરતી આવે છે. પૃથ્વીમાંથી નવા પ્રાણનો ફુવારો ઊડતો હોય એમ ‘લીલી’ આશા ઊછળી આવતી નિર્દેશીને કવિ વસન્ત એ કેવું નવસંજીવન છે તેનો ઇશારો કરે છે. આખા કાવ્યનું સંમોહન ‘લીલું’ શબ્દના પુનરાવર્તનમાં અને નાજુકાઈભર્યા કીટજંતુ, શ્વેતકૂર્ચ આદિ પર પડતા પ્રભાવના ઉલ્લેખમાં છે.

(કાવ્યાસ્વાદ: ઉમાશંકર જોશી કૃત ‘કાવ્યાનુશીલન’માંથી સાભાર)

(પોસ્ટ સૌજન્ય: લયસ્તરો)

સૌ મિત્રોને વસંતપંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને હૈયામાં પણ કાયમી વસંત આવે/રહે એવી શુભકામનાઓ.

koel
(કોકિલ, પંચમ બોલ બોલો…   ફોટો: વેબ પરથી)

સ્વર-નિયોજન: અજીત શેઠ
સ્વર: નિરુપમા શેઠ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોકિલ, પંચમ બોલ બોલો
.                કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
.                લાગ્યો જ્યાં એક વાયુઝોલો -
.                                કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
.                કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
.                આછો મકરંદ મંદ ઢોળો
.                                કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
.                કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
.                ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
.                               કે પંચમી આવી વસંતની.

-ઉમાશંકર જોશી

(સૌજન્ય: લયસ્તરો)

મનહૃદયની ચેતના વસંતરૂપે ફરી નૂતન બનીને આવે ત્યારે એનાં ઓવારણા લેવાની વાત જ કેવી રોમાંચક લાગે !

આજે કવિશ્રી ઉમાશંકર જોશીનાં જન્મદિવસે એમને ઝરમરતી મેઘાંજલિ…!

20
(છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ…)

શ્રાવણ હો !
.             અરધી વાટે તું રેલીશ મા !
.             મારી ભરી ભરી હેલ, છેડીશ મા !
.                                   અરધી વાટે તું રેલીશ મા !

ઝોલાં લે ઘન ગગનમાં, સરવર ઊછળે છોળ;
છાલક જરી તુજ લાગતાં હૈયું લે હિલ્લોળ.
.                                                  અરધી વાટે…

આછાં  છાયલ  અંગનાં  જોજે  ના  ભીંજાય,
કાચા  રંગનો  કંચવો  રખે  ને  રેલ્યો  જાય.
.                                                  અરધી વાટે…

શ્રાવણ ! તારાં સરવડાં, મોરી અખિયન-ધાર;
તું વરસીને રહી જશે, એના બારો માસ નિતાર.
.                                  અરધી વાટે તું રેલીશ મા,
.                                                                     શ્રાવણ હો !

-ઉમાશંકર જોશી

શ્રાવણને અડધી રાતે અને અડધી વાટે નહીં રેલાવાની ઘેલી વિનંતી કરતું ઋજુ કાવ્ય… શ્રાવણને ન વરસવાનું કહીને છેલ્લે કવિ એને પોતાનાં જ નયનો સાથે સરખાવીને કવિ કબૂલ કરે છે શ્રાવણ તો મોસમ પૂરતો જ વરસીને રહી જશે પરંતુ એમનાં નયનોમાં તો બારેમાસ શ્રાવણનો નિતાર રહેવાનો જ છે.  કવિ ઉમાશંકરજીનું બીજું એક વિવિધ ઋતુઓ વિશેનું એક દ્વન્દ્વ-ગીત ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ પણ ફરી ફરીને માણવા અને સાંભળવા જેવું છે.

સૌ મિત્રોને રામનવમીની શુભેચ્છાઓ…!

lord_rama_qc96_l-sml

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રામમઢી રે મારી રામમઢી,
ગંગા ને કાંઠે રામમઢી;
રામમઢી રે મારી રામમઢી,
જમુના ને કાંઠે રામમઢી.

કોઈ સંતન આવે મંગલ ગાવે,
અલખ ધૂનરસ રંગ લગાવે;
આવે કોઈ અવધૂત ચઢી,
રામમઢી રે મારી રામમઢી…

રસભર હૈયાની ડોલે નૈયા,
પીયુ પીયુ બોલે પ્રાણ પપૈયા;
ચેતનની વરસંત ઝડી,
રામમઢી રે મારી રામમઢી…

-ઉમાશંકર જોશી

આજે આપણા વ્હાલા રાષ્ટ્રપિતાને એમનાં નિર્વાણદિને કોટિ કોટિ વંદન…!!

(રડો ન મુજ મૃત્યુને…!!)

“રડો ન મુજ મૃત્યુને ! હરખ માય આ છાતીમાં
ન રે !-ક્યમ તમેય તો હરખતાં ન હૈયા મહીં ?
વીંધાયું ઉર તેથી કેવળ શું રક્તધારા છૂટી,
અને નહિ શું પ્રેમધાર ઊછળી અરે કે રડો ?
હતું શું બલિદાન આ મુજ પવિત્ર પૂરું ન કે ?
અધૂરપ દીઠી શું કૈં મુજ અક્ષમ્ય તેથી રડો ?

તમે શું હરખાત જો ભય ધરી ભજી ભીરુતા
અવાક અસહાય હું હૃદયમાં રૂંધી સત્યને
શ્વસ્યાં કરત ભૂતલે ? મરણથી છૂટ્યો સત્યને
ગળે વિષમ જે હતો કંઈક કાળ ડૂમો ! થયું
સુણો પ્રગટ સત્ય:વૈર પ્રતિ પ્રેમ,પ્રેમ ને પ્રેમ જ !
હસે ઈસુ, હસે જુઓ સુક્રતુ, સૌમ્ય સંતો હસે.”

‘અમે ન રડીએ, પિતા,મરણ આપનું પાવન,
કલંકમય દૈન્યનું નિજ રડી રહ્યાં જીવન.’

–ઉમાશંકર જોશી

(જુગલકાકાનાં ગાંધીદર્શન પરથી સાભાર…)

ઉમાશંકરજીની બીજી એક ખૂબ જ સુંદર કવિતા આજે લયસ્તરો પર પણ વાંચો…
ગાંધીને પગલે પગલે તું ચાલીશ ને ગુજરાત ?

ટહુકા પર અવિનાશ વ્યાસની ગાંધીજી વિશેની એક અવિનાશી રચના પણ સાંભળો…
ઝૂકી પડ્યો ઊંચો હિમાલય, લજ્જાથી શરમાઇ ગયો

સૌ મિત્રોને ફાગણ અને હોળીનાં હાર્દિક વધામણાં…
ધૂળેટી સ્પેશ્યલ માટે કાલે અહીં ફરી પધારવા વિનંતી…!  :-)

kesuda-on-tree-sml.jpg kesuda-on-tree-close-up.jpg
Full photo                  cropped
(કેસૂડાં…   ઉપરનાં ફોટા: હરનીશભાઈ જાની)

kesuda2-sml.jpg

(વ્હાલા મોરા, ફાગણ પાછો લાવ…   કેસૂડાં…   ફોટોઃ ખબર નથી!)

આલ્બમઃ હસ્તાક્ષર
સંગીતઃ ભાઈલાલભાઈ શાહ
સ્વરઃ સૌમિલ મુનશી, દિપાલી સૌમૈયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

ગોરી મોરી,હૈયાં ઢળી ઢળી જાય કે ઝૂલશો ક્યાં લગી રે લોલ;
વ્હાલા મોરા,ઝૂલ્યો મેલ્યો ન જાય કે ઝૂલશું જિંદગી રે લોલ.

ગોરી મોરી,ચૈતર ચાલ્યો જાય કે વૈશાખ વહી જશે રે લોલ;
વ્હાલા મોરા, આ શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

ગોરી વ્હાલે મેલી આંબલીયાની ડાળ કે ચાલ્યાં ચાકરી રે લોલ;
લાગી ઊઠી વૈશાખ-જેઠની ઝાળ કે વેળા આકરી રે લોલ.

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય, ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા મોરા ફાગણ પાછો લાવ કે ચૈતર ક્યાં મૂક્યો રે લોલ.

આભમાં ફરકે શ્રાવણવીજ, ગોરીની રૂઠી, આંખડી રે લોલ;
વ્હાલા મોરા,બીજની ન કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.

-ઉમાશંકર જોષી

હસ્તાક્ષર આલ્બમનું આ ગીત છેલ્લા બે દિવસથી મારા મગજમાં એવું સ્ટક થઈ ગયું છે કે મારી સીડી આ ગીતની આગળ વાગી જ નથી શકતી… એટલે થયું કે લાવ, તમારા મગજમાં પણ જરા આનું મધુરું સંગીત ભરી દઉં… :-)

dulhan.jpg
(કોઈ જોડે કોઈ તોડે પ્રીતડી…)

સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે

કોઈ ગુમાને ઉરઅરમાને અમથું મુખડું મોડે,
કો આંખને અધઅણસારે ઉલટથી સામું દોડે… પ્રીતડી…

કો એક ગભરુ પ્રણયભીરું ખસી ચાલે થોડે થોડે,
કોઈ ઉમંગી રસરંગી ધસી આવે કોડે કોડે… પ્રીતડી… 

કોઈ અભાગી અધરે લાગી હૃદય કટોરી ફોડે,
કો રસીયા હૈયા ખાતર થઈ મૂકે જીવતર હોડે… પ્રીતડી…

કોઈ જોડે કોઈ તોડે
પ્રીતડી કોઈ જોડે કોઈ તોડે…

-ઉમાશંકર જોશી

* If you can't see Gujarati click here
* Read this blog in
हिन्दी (देवनागरी) OR English (ROMAN)