ગાગરમાં સાગર

ધવલભાઇના શબ્દોમાં આ ગઝલની પ્રસ્તાવના :

નયનભાઈને સાંભળવા એક મોટો લાહવો છે. મોટા ભાગના કવિઓ ગઝલ લખે છે અને સંભળાવે છે. જયારે નયન ગઝલ જીવે છે અને જીવી બતાડે છે. આંખ બંધ કરીને એ ઘેરા સ્વરથી ગઝલ, એવી તન્મયતાથી સંભળાવે કે જાણે એ પોતે ગઝલના વિશ્વમાં જ પહોંચી ગયા ન હોય અને સાથી શ્રોતાઓને પણ પોતાની સાથે જ લઈ જાય.

આ ગઝલના તો એટલા અર્થસ્વરૂપો છે કે રોજ એક જ શેર વાંચીને એને આખો દિવસ મમળાવો ત્યારે જ સંતોષ થાય.

સ્વર : પ્રણવ - બીના મહેતા

This text will be replaced

માણસ ઉર્ફે રેતી, ઉર્ફે દરિયો, ડૂબી જવાની ઘટના ઉર્ફે;
ઘટના એટલે લોહી, એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફે…

ખુલ્લી બારી જેવી આંખો ને આંખોમાં દિવસો ઊગે ને આથમતા;
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફે…

પગમાંથી પગલું ફૂટે ને પગલાંમાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે;
રસ્તા અથવા ફૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફે…

વજ્જરની છાતી ના પીગળે, આંસું જેવું પાંપણને કૈં અડકે તો પણ;
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફે…

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો સમણાંનાં ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફે…

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફે…

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાં ને પડછાયા હાલે ચાલે,
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફે…

વહાલસોઈ ઊર્મિ,

વર્ષગાંઠ તો દર વરસે આવે, એમાં વળી નવું શું છે ?

કંઈ જ નહીં? તો પછી  દર વરસે આવતા આ પૂર્વનિશ્ચિત દિવસની ચાતકનજરે આકંઠ પ્રતીક્ષા કેમ હોય છે ? ખેર, આપણે સહુ જાણીએ છીએ કે આ ખાસ દિવસની ખાસિયત ખાસ અને આમ મિત્રો તરફથી વરસતો બેસુમાર પ્યાર અને મબલખ શુભકામનાઓ છે. આ દિવસ આપણને યાદ કરાવે છે કે મૈત્રીના મહાસાગરમાં આપણી પાસે કેટલાં મોતીઓનો ખજાનો છે અને એથી જ આ દિવસનો સહુને ઇંતેજાર રહે છે…

તને પણ આજના આ દિવસની પ્રતીક્ષા તો હશે જ, ખરું ને ઊર્મિ ?! તું જો પ્રતીક્ષારત્ છે તો અમે પણ વરસાદરત્ છીએ…

મારા, જયશ્રી અને ધવલના પરિવાર તરફથી અને સમસ્ત ગુજરાતી નેટજગત અને વાચકો વતી તને વર્ષગાંઠની ખૂબ ખૂબ શુભકામનાઓ…

- વિવેક- જયશ્રી- ધવલ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઊર્મિઓના સાગરોમાં જેટલી બુંદો ભરી છે,
રેત કણ-કણ થઈ કિનારે જેટલી પણ વિસ્તરી છે;
પાઠવું છું શુભ ઇચ્છા એટલી દિલથી તને હું,
જેટલી બુંદો, થઈ વરસાદ આજે ઝરમરી છે !

-વિવેક (૧૮-૦૯-૨૦૦૯)

*

આ ખાસ દિવસે એક ગઝલ મારા તરફથી…

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રડી રડીને વિખેરાઈ રાત ફૂલો પર,
આ ઓસ છે કે છે મારી જ જાત ફૂલો પર.

તમે કહો છો ભલે બુંદ પણ અમે કહીશું:
તરી રહી છે સકળ કાયનાત ફૂલો પર.

પવનને કાન મરોડીને કોઈ સમજાવો,
ન ખુલ્લેઆમ કરે પક્ષપાત ફૂલો પર.

બચી ગયો છે શું એથી હસી રહ્યો છે તું ?
તૂટ્યો જો હોત તો આવું હસાત ફૂલો પર ?

ભલા ! નડ્યા નથી શું કંટકો કદીય તને ?
ફરી ફરીને તું લાવે છે વાત ફૂલો પર….

સમયસર આવી ચડી બાગમાં તું, સારું થયું;
નકર તો શુંનું શું આજે લખાત ફૂલો પર !

-વિવેક મનહર ટેલર

આજથી શરૂ થતું આ નવલું સાલ
વિક્રમ સંવત ૨૦૬૫
તમારા માટે ખૂબ આનંદ, મસ્તી અને
સાકાર-સ્વપ્નોનાં ભંડાર લઈને આવે
એવી ઊર્મિસાગર.કૉમ તરફથી આપ સૌને
ઝગમગતી અને ધૂમધડાક્ શુભેચ્છાઓ…!!

આપ સૌને ગણેજીની સૂંઢ જેટલું લાંબુ પ્રારબ્ધ મળે,
એમનાં પેટ જેવડી વિશાળ સમૃદ્ધિ અને કિર્તિ મળે,
એમનાં કાન જેટલી વિપુલ સમજણ મળે,
એમનાં લાડુ જેવી મધમીઠી ખુશીઓ મળે
અને એમના ઉંદર જેવડી મુશ્કેલી મળે…
તેમ જ આવતું આપનું આખું વર્ષ એમનાં દિવડાંની જેમ જ
નિરંતર ઝગમગ્યા કરે એવી અમારી સહ-પરિવાર શુભકામનાઓ…!!

સાલ મુબારક પ્રિય મિત્રો…!!

મિત્રો, તમને યાદ હશે જ કે મેં આગળ નિરાલી નાયકની  થોડી પોસ્ટ મૂકી હતી… જેને બ્લડ-કેન્સર હોવાથી એને બોનમેરોની સખત જરૂરત હતી. 

નાનકડી પરીને ઉડવા કને પાંખો જોઇએ છે! - Help Save Nirali

આજે ભીની પાંપણે આપ સૌને જણાવતાં મને અત્યંત દુ:ખ થાય છે કે કે આ માસૂમ કળી નિરાલી એપ્રિલ 27નાં રોજ મુરઝાઈ ગઈ હતી…

nirali.jpg

Read the rest of this entry »

November 11, 2006 

Nirali’s cancer has relapsed.  This is really bad news as this greatly reduces her chances at life.  Monday we start RE-induction and hope that she goes back into remission.  If they are successful she will immediately go into transplant. Read the rest of this entry »

September 10, 2006 - Bone Marrow search update Read the rest of this entry »

Read Nirali’s condition’s daily update here… http://savenirali.com/nirali/Main/NiraliUpdates

Read about upcoming drives here… http://savenirali.com/nirali/Main/UpcomingDrives 

Read the rest of this entry »

નિરાલી માટે બોનમેરો મેચીંગની સંભાવના વધે એ માટે અમેરિકામાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં તારીખ 27 મી ઑગષ્ટના રોજ 2 pm થી 7 pm દરમિયાન બોનમેરો ડોનેશન ડ્રાઈવ્સ સમર ( South Asian Marrow Association of Recruiters (SAMAR) ) રાખવામાં આવેલ છે તો આ સેવાના કામમાં સહભાગી થવા ખાસ વિનંતી છે.

Thank you Dr. Dilip Patel for sharing this info…

* * * * * * * * *

nirali111.jpg

-: Nirali Naik :-
A Leukemia patient and is in desperate need of a bone-marrow!! 

*

તારા જ મંદિરના દિપકની એક નાનકડી જ્યોતિ છું હું,
પ્રભુ! તારી કૃપાના તેલથી મને કાયમ સળગતી રાખ તું!

તારા જ આંગણાના છોડની એક નાનકડી કળી છું હું,
પ્રભુ! તારા હેતના પવનથી મને કાયમ મહેંકતી રાખ તું!

તારા જ અંતરના આકાશનું એક નાનકડું પંખી છું હું,
પ્રભુ! તારી અમીદ્રષ્ટિથી મને કાયમ ચહેકતી રાખ તું!
 

“ઊર્મિસાગર”

Read the rest of this entry »

* If you can't see Gujarati click here
* Read this blog in
हिन्दी (देवनागरी) OR English (ROMAN)