July 6, 2010 at 10:49 am | ઓડિયો, કૃષ્ણ દવે, બાળગીત
- Posted by ઊર્મિ |
આજે મારા વ્હાલા વિશાલના જન્મદિવસ પર સાંભળીએ આ મઝાનું કૃષ્ણ દવે રચિત બાળગીત..!
Happy Birthday Vishal… Wish you a lot of fun today and always..!! … હેપ્પી બર્થ ડે બેટા!
સંગીત : હરીશ ઉમરાવ

This text will be replaced
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !
May 5, 2010 at 12:32 pm | કૃષ્ણ દવે, ગીત
- Posted by જયશ્રી |

(હે વિહંગ !…. …ભરતપુર, 04-12-2006 Photo : Vivek Tailor)
હે વિહંગ ! આમ દૂર દૂર ના ઊડી જવાય,
આ સંબંધ નીડ, ડાળ, પર્ણનો, નસેનસે, ફરી, ફરી,
નહીં, નહીં, નહીં, રચાય.
હે વિહંગ….
આવરણ અગાધ ત્યજીને થયેલ સળવળાટ
યાદ કર થયેલ પાંખમાંથી સ્હેજ ફડફડાટ,
નીડ ડાળ પર્ણ મૂળમાં થયેલ ઝણઝણાટ,
ને ઊડેલ તુંય કેવું સ્વપ્ન જેમ સડસડાટ !
હે વિહંગ, અંતરંગ એ ઉમંગ, એ પ્રસંગ
એમ કેમ વિસ્મરાય ?
હે વિહંગ….
કૂંપળોય આંખમાં ભરી ભરી ફરે ઉચાટ,
ડાળ ડાળનેય આમ જોવડાવીએ ન વાટ,
પાંખ સ્હેજ ફફડતાં જ એમ થાય થરથરાટ,
આંગણેથી જેમ કે ઊડી રહ્યું ન હો વિરાટ !
હે વિહંગ, શું ન એટલું પુછાય આભનેય -
વૃક્ષથી ઊડી શકાય ?
હે વિહંગ….