ગાગરમાં સાગર

દિવ્યા મોદી


દિવ્યા મોદી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

કોને ફળી દીવાનગી ? - દિવ્યા મોદી
દ્વીપ હરિયાળો મળે - દિવ્યા મોદી



આજે પ્રસ્તુત છે દિવ્યાબેનની એક તાજી ગઝલ…

wy-lonely-road

(કેટલો સૂનો થયો રસ્તો અહી… ફોટો: વેબ પરથી)

સાથ સાચો આપશે એ ક્યાં લગી?
જિંદગી ક્યારે થઈ મારી સગી ?

તું હવે તારા હૃદયને પૂછ કે,
કેટલાં શ્વાસોની છે પરવાનગી ?

એ શિલાલેખો ઉપર ના શોધ તું,
વાત જે કંઈ હોય બિલકુલ ખાનગી.

કેટલો સૂનો થયો રસ્તો અહી,
જ્યારથી પગલાં ગયા એને ઠગી.

સૂર્ય સાથે સાંજના શમણાં ઢળે,
કે અહી કોને ફળી દીવાનગી ?!

છોડ તું આ દંભ ને જલસા હવે,
સાંઈ ને કાયમ ગમી છે સાદગી.

- દિવ્યા મોદી

સાવ સરળ પણ ગહન ગઝલ… લગભગ બધા જ શેરો બળકટ થયા છે.

આજે દિવ્યા મોદીની એક તાજી ગઝલ…

couple-wedding-in-snow
(કે શિયાળો પણ મળે તો ખૂબ હૂંફાળો મળે… ફોટો: વેબ પરથી)

જિંદગીનો એ રીતે બસ અર્થ મર્માળો મળે,
કે શિયાળો પણ મળે તો ખૂબ હૂંફાળો મળે.

એક આખું આયખું કોરા રહી જીવી ગયા,
આંખની ભીનાશમાં એ વાતનો તાળો મળે.

કોયલોને બાગમાં જો મ્હેકતો માળો મળે,
વૃક્ષની હર ડાળ પર ટહુકાનો સરવાળો મળે.

સૂર્યને પીધા પછી બપ્પોર જ્યાં આડી પડે,
ત્યાં અચાનક વિસ્તરેલો કોઈ ગરમાળો મળે.

વ્હાલની મટકી લઈને આવનારા શખ્સને,
આ જગત આખા તરફથી કાંકરીચાળો મળે.

હાથમાં મારા, તમારી આ હથેળી લઉં અને
ધોમધખતા રણ વચાળે દ્વીપ હરિયાળો મળે.

- દિવ્યા મોદી

આમ તો વાંચતાવેંત જ ગઝલનાં બધા જ શે’રો ગમી ગયા, પરંતુ કોરા આયખાનો તાળો આંખની ભીનાશમાં મળવાવાળી વાત સાવ સોંસરવી ઉતરી ગઈ…!!  આ જ રદીફ અને કાફિયાની સાવ અલગ જ પ્રકારની વિવેક ટેલરની એક ગઝલ પણ અહીં માણવા જેવી છે…

* If you can't see Gujarati click here
* Read this blog in
हिन्दी (देवनागरी) OR English (ROMAN)