આજે અમારા બે વ્હાલા મિત્રોનાં લગ્ન થવા જઈ રહ્યા છે… ત્યારે આપણે આ આનંદમંગલ પ્રસંગે અંતરથી એમને ખૂબ ખૂબ શુભ શુભ શુભકામનાઓ મોકલીએ… અને આજે ફટાણાંની સંગીતમય ભેળપુરી ખાઈએ/માણીએ…!
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
મારે આંગણીયે તલાવડી છબછબીયા પાણી,
હે એમાં તે અણવર લપસ્યો રે એની કેડ લચકાણી.
હે વેવાઈને માંડવે વેવલી રે એની આંખ છે કાણી,
નદીએ ના’વા ગઈતી રે એને દેડકે તાણી,
દોડજો છોકરા દોડજો રે એની કેડ લચકાણી,
ગોળને બદલે ખોળ દ્યો રે એની કેડ લચકાણી,
અણવીતરી તો એવી એની અવળી વાણી…
એણે ચોરીને ચિભડું ખાધું રે,
એણે ચોરીને ચુરમું ખાધું રે,
એણે ચોરીને ચટણી ચાખી રે,
એ તો ખાઉં ખાઉં કરતી ફરતી રે જાણે ભેંસની ભાણી,
મારે આંગણીયે તલાવડી છબછબીયા પાણી.
ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું,
એના હાથ હડિંબા(?) જેવા,
એના પગ ઘડિંબા(?) જેવા,
એનું માથું બુજારા જેવું રે હું તો લાજી મરું.
હે ઓલી વેવલીને માંડવેથી કાઢો રે હું તો લાજી મરું,
હો એનું નાક નળીયા જેવું, એનો ફાંદો ફળીયા જેવો,
ઓલી કાળીનો કાંકરો કાઢો રે હું તો લાજી મરું.
ઓલ્યા અણવરને જાનમાંથી કાઢો રે હું તો લાજી મરું…
ઓલી વેવલીને માંડવેથી કાઢો રે હું તો લાજી મરું…
તું થોડું થોડું જમજે રે કે અણવર અધરાયો,
તારા પેટડાંમાં દુ:ખશે રે કે અણવર અધરાયો.
એક આંકડાની ડાળ, એક લીંબડાની ડાળ,
માંયે લસણ કળી, માંયે તેલ પડી,
માંયે મરચું મેલો રે કે અણવર અધરાયો.
તને રાંધતા આવડે નહી કે વેવલી વંઠેલી,
તુ તો શીરામા નાખે દહીં કે વેવલી વંઠેલી,
એ પુરણપોળી કરી છાશમાં બોળી,
તું તો મીઠે મોળી, વળી થાય છે ભોળી,
એ તને વેચે તો મળે ન પઈ કે વેવલી વંઠેલી.
તું થોડું જમજે રે કે અણવર અધરાયો…
તને રાંધતા આવડે નહી કે વેવલી વંઠેલી…
તું થોડું જમજે રે કે અણવર અધરાયો…
તને રાંધતા આવડે નહી કે વેવલી વંઠેલી…
કે અણવર અધરાયો…
કે વેવલી વંઠેલી…
કે અણવર અધરાયો…
કે વેવલી વંઠેલી…
*
હવે કાલે વરરાજા અને વરરાણીને તમારી સમક્ષ પેશ કરીશું… ત્યાં સુધી stay tune…!!
ઓડિયો ફાઈલ માટે નીરજ શાહનો આભાર…
(લયસ્તરો પરની સપ્તપદી વિશેષ ઉજવણીનાં ભાગરૂપે)















