February 10, 2010 at 8:00 pm | ઓડિયો, ક્ષેમુ દિવેટીયા, ગીત, વજુભાઈ ટાંક, વસંતોત્સવ, હંસા દવે
- Posted by ઊર્મિ |

(નયણાં તો ઘૂઘવતું ગીત… ફોટો: વેબ પરથી)
સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર : હંસા દવે
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પ્રીત્યું તો શ્રાવણની સાંજ, મોરી સૈયર, પ્રીત્યું નંઈ વૈશાખી રાત.
પ્રીત્યું તો રામકલી રાગ, મોરી સૈયર, પ્રીત્યું નંઈ વે’વારી વાત.
નયણાં તો ઘૂઘવતું ગીત, મોરી સૈયર, નયણાં નંઈ મરજાદી વેણ.
નયણાં તો સાગરનો છાક, મોરી સૈયર, નયણાં નંઈ વીરડીનું વહેણ.
સમણાં તો સોનેરી આભ, મોરી સૈયર, સમણાં નંઈ રુદિયાની રાખ.
સમણાં તો જીવતરનો ફાગ, મોરી સૈયર, સમણાં નંઈ નીતરતી આંખ.
જોબન તો સુખડનાં શીત, મોરી સૈયર, જોબન નંઈ બાવળની શૂળ.
જોબન તો ડોલરની ગંધ, મોરી સૈયર, જોબન નંઈ આવળનું ફૂલ.
પરણ્યો તો પાંથીનો રંગ, મોરી સૈયર, પરણ્યો નંઈ આછકલી યાદ.
પરણ્યો તો કંકણનો સૂર, મોરી સૈયર, પરણ્યો નંઈ સોરાતો સાદ.
- વજુભાઈ ટાંક (૧૮/૦૮/૧૯૧૫ : ૩૦/૧૨/૧૯૮૦)
March 31, 2009 at 12:01 am | કર્ણિક શાહ, ગીત, ડૉ.દિનેશ શાહ, મનહર દવે, વિક્રમ વકિલ, હંસા દવે
- Posted by ઊર્મિ |
આજે પ્રસ્તુત છે શ્રી દિનેશભાઈ શાહનું એક દ્વન્દ્વગીત, એમનાં જન્મદિવસે… બે અલગ અલગ સંગીત અને અલગ અલગ સ્વરમાં… પહેલીવાર 1986માં સ્વરબદ્ધ થયું હતું. અને બીજીવાર 2008માં એમનાં આલ્બમ ‘ઓ ગોરી’ માટે ફરી સ્વરબદ્ધ કરવામાં આવ્યું હતુ.
પ્રિય દિનેશ અંકલને જન્મદિવસની મબલખ શુભકામનાઓ !

(મનનો મયૂર મારો મસ્ત બની નાચતો…)
સંગીત નિયોજક: વિક્રમ વકિલ (1986)
સ્વર: મનહર દવે, હંસા દવે
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
સંગીત અને સ્વર: કર્ણિક શાહ (2008)
આલ્બમ: ઓ ગોરી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
એ ગોરી તારા પાંપણનાં પલકારે
એ ગોરી તારા નયણાંનાં ઝબકારે
એ ગોરી તારા શમણાંનાં શણગારે
આ હૈયું મારું હેલે ચઢે…
ઓ મારું હૈયું હેલે ચઢે…
ફાગણના વાયરા મસ્ત બની ઘૂમતાં
કોયલડી કુંજતી ને ઝાડપાન ઝૂમતાં
ટમટમતા તારલા સાત તાળી રમતાં
ગગન કેરા ગોખલે સૂર્ય ચંદ્ર ઝૂલતા…
એ ગોરી તારા…
મનના મંદિરિયાના દ્વાર તે ઊઘાડી
અંતરની આરતીની જ્યોત તે જલાવી
મયુર પંખ પવન તણો પાલવ પ્રસારી
તનમનની ઊર્મિ સિતાર તેં વગાડી…
એ ગોરી તારા…
અષાઢી વાદળાં ને મેહુલિયો ગાજતો
મનનો મયૂર મારો મસ્ત બની નાચતો
શરમાતી ગોરી તારો ઘુંઘટ ઊઠાવતો
ચાંદલિયો આજ તો તુજથી શરમાતો…
એ ગોરી તારા…
(ગોરી જવાબ આપે છે)
પિયું રવિના તેજ બને ચંદ્ર કેરી ચાંદની
મેહુલિયા વાટ તારી જોતી હું તલાવડી
આસોપાલવ તું મારો વળગી હું તો વેલડી
મોરલો મીઠો તું મારો હું તો તારી ઢેલડી
ઓ પિયું તારી આંખ્યુંના અણસારે
વાલમ તારા વેણનાં રણકારે
પ્રિતમ તારા કિયા કામણગારે
આ હૈયું મારું હેલે ચઢે…
ઓ મારું હૈયું હેલે ચઢે…
-ડૉ.દિનેશ શાહ
આ સાથે જ દિનેશઅંકલનાં ઓ ગોરી સંગીત-આલ્બમની તેમ જ રમેશભાઈ અને હિમાંશુભાઈની સાથે મળીને તાજેતરમાં બહાર પડેલાં એમનાં ત્રિવેણીસંગમ સંગીત-આલ્બમ વિશેની માહિતી એમનાં નવાં બ્લોગ ત્રિવેણીસંગમ પરથી મળી રહેશે.
August 25, 2008 at 3:39 pm | ઓડિયો, કૃષ્ણગીત, ગીત, પુરુષોત્તમ ઉપાધ્યાય, મહેશ દવે, હંસા દવે
- Posted by ઊર્મિ |
સૌ મિત્રોને આજે જન્માષ્ટમીની વધાઈ…
અને આવતી કાલનાં નંદ મહોત્સવનાં ખૂબ ખૂબ વધામણાં…! જય શ્રીકૃષ્ણ !

સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય
ગાયક: હંસા દવે
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે,
એમાં ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
ભર તું બપ્પોર (?) મારી આંખો લઈ ગોકુળીયુ ગોતી તું ક્યાંય નજર ના આવે,
આખીયે જાત ધૂળ ધૂળ થઈ ગોકુળની(?) ગાયોની ખરીઓ ખરડાવે.
એકવાર પગલી તું ગોકુળમાં પાડી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
મોરપીંછ મોકલવું ક્યાંય નહીં હોય તેમ માથે મૂકીને તું હાલજે,
રાધાને દીધેલા કોલ પેલો વાંસળી વગાડવાનો આખર તો પાળજે.
એકવાર એટલી ઉદારતા બતાવી દે,
ને ગોકુળીયુ ગામ તું ડુબાડી દે;
એવી ચારેકોર ઝંખના જગાવી દે.
-મહેશ દવે