July 29, 2007 at 11:21 am | દુહા, સંત કબીર
- Posted by ઊર્મિ |
સૌ મિત્રોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ સહ…
ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ,
ભ્રાંતિકી પહાડી, નદિયાં બિચ મેં અહંકારકી લાટ,
કામ ક્રોધ દો પર્વત ઠાઢે, લોભ ચોર સંગાથ … ગુરુ બિન
મદ મત્સરકા મેહ બરસત, માયા પવન બહે દાટ,
કહત કબીર સુનો ભઇ સાધો, ક્યોં તરના યહ ઘાટ … ગુરુ બિન
* * *
(સૌજન્ય: સ્વર્ગારોહણ)
આ આખું પદ અહીં ટહુકા પર સાંભળો…
*
December 15, 2006 at 5:16 am | દુહા, મુક્તક
- Posted by ઊર્મિ |
એક વખત ધોમધખતા ઉનાળામાં પાણીના એક ખાબોચિયા પાસે એક હરણ અને એક હરણીના નિશ્ચેત દેહો પડ્યા હતા. આ દૃશ્ય જંગલમાં ફરી રહેલી બે સખીઓએ જોયું ત્યારે એક સખી બીજી સખીને પૂછે છે:
ખડા ન દીખે પારધી,
લગા ન દીખે બાણ;
મેં પૂછું તોંસે હે સખી,
કિસ બિધ તજે હૈ પ્રાણ.
Read the rest of this entry »
November 20, 2006 at 6:35 pm | દુહા
- Posted by ઊર્મિ |
પ્રીત નિભાવવી કેટલી મુશ્કેલ છે અને તેને નિભાવતાં નિભાવતાં કેવી કેવી અગ્નિપરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે એનું ખૂબ જ સુંદર બ્યાન એક પ્રાચીન દુહામાં આપવામાં આવ્યું છે.
નેહ નિભાવન હય કઠન,
સબસે નીભવત નાહ,
ચઢવો મોમ તુરંગ પે,
ચલવો પાવક માંહ.
કવિ કહે છે કે પ્રીત નિભાવવી એટલી કઠિન છે કે એ બધાથી નિભાવી શકાતી નથી. આ કામ મુશ્કેલ છે કારણકે એ મીણના ઘોડા પર બેસીને અગ્નિ પર ચાલવાનું હોય છે. જે વ્યક્તિ મનરૂપી મીણના ઘોડાને પિગળાવ્યા વગર અંગારા પર પગ માંડવાની હિંમત કરી શકે તે જ સ્નેહને નિભાવી જાણે છે. (દુહાનો રસાસ્વાદ… શ્રી રમેશ પુરોહિત… ‘ગુફ્તગૂ’માંથી)
આ દુહાના રચયિતા કોણ છે એની કોઇને ખબર હોય તો જણાવશો.
* * *