September 8, 2008 at 9:00 am | મુક્તક, શેખાદમ આબુવાલા
- Posted by ઊર્મિ |

(ક્યાં સુધી પંપાળશે તકદીરને ?)
સંકલ્પ વિના એ શક્ય નથી
તું રોક નયનના આંસુ મથી
તું હાથની મુઠ્ઠી વાળી જો
રેખાઓ બધી બદલાઈ જશે !
*
ખાળ તારી આંખડીના નીરને
સંકટોમાં આ ન છાજે વીરને;
એને ઠોકર મારીને રસ્તે લગાવ,
ક્યાં સુધી પંપાળશે તકદીરને ?
-શેખાદમ આબુવાલા
કવિએ આ બે નાનકડા મુક્તકોમાં જાણે દુનિયાભરની ખુમારી મૂકી દીધી હોય એમ નથી લાગતું?!!!
October 2, 2007 at 12:31 pm | કીર્તિકુમાર પંડ્યા, મુક્તક, લઘુકાવ્ય, શેખાદમ આબુવાલા, શેર, હસમુખ ગાંધી, હસમુખ પાઠક
- Posted by ઊર્મિ |
આજે ગાંધીબાપુનાં જન્મદિવસ નિમિત્તે એમનાં વિશેની મને ગમતી થોડી રચનાઓ માણીએ…
કેવો તું કિંમતી હતો સસ્તો બની ગયો,
બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો.
ગાંધી તને ખબર છે કે તારું થયું છે શું?
ખુરશી સુધી જવાનો તું રસ્તો બની ગયો.
-શેખાદમ આબુવાલા
આટલાં ફૂલો નીચે ને આટલો લાંબો સમય
ગાંધી કદી સૂતા નથી -
- હસમુખ પાઠક
આ દેશમાં
ગાંધી-હૃદય-આરપાર
કોણ ગયું છે ?
સિવાય :
ત્રણ ગોળીઓ.
- કીર્તિકુમાર પંડ્યા
વીસમા શતકે કાંધે લીધી સૌ માંધાતાની લાશ,
પણ હૃદયે કેવળ ધર્યો નર્યો એક માણસ મોહનદાસ.
- હસમુખ ગાંધી
* * *