ગાગરમાં સાગર

સંગીત


સંગીત શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

(સંગાથે સુખ શોધીએ, રચીએ એક હુંફાળો માળો) -તુષાર શુક્લ
(સહેજ પણ સહેલું નથી) -પ્રજ્ઞા વશી
અમર ભટ્ટ દ્વારા 'શબ્દનો સ્વરાભિષેક'... મારી સીટ પરથી !
અવસાન સંદેશ - કવિ નર્મદ
અશ્રુ ચાલ્યા જાય છે … - શયદા
આ સુરત છે -મુકુલ ચોક્સી
આંખ્યુંના આંજણમાં -સુરેશ દલાલ
આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો...
ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ -ભાગ્યેશ જહાં
ઊડે રે પતંગ ગુજરાતનો -રઈશ મનીઆર
ઊભી મંઝીલો -હીના મોદી
એક કાચી સોપારીનો કટકો રે - વિનોદ જોશી
એક સપનું મા-બાપનું -ડૉ.નિલેશ રાણા
એકવાર યમુનામાં -માધવ રામાનુજ
એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે -મહેશ દવે
કુંજમાં વ્હાયે વ્હાલો વાંસળી રે લોલ -રિષભ મહેતા
કેવા રે મળેલા મનનાં મેળ (શ્રી ક્ષેમુદાદાને શ્રદ્ધાંજલી) -બાલમુકુન્દ દવે
કોકવાર આવતા ને -મહેશ શાહ
ક્યાંક સપનામાં વાંસળી વાગી રે લોલ -રિષભ મહેતા
ગામ છે સૌથી ન્યારું અમારું બારડોલી... -યુનુસ પરમાર
ગીતાંજલિ-૭ : પોયણીએ ઊંચું જોયું રે આકાશમાં -રાજેન્દ્ર શાહ
ગુજરાત, તને અભિનંદન ! (૨૦૧૦ની શુભેચ્છાઓ) -ભાગ્યેશ જહાં
ગુરુચરણોની હું રજકણ છું -કાંતિ અશોક
ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં - રમેશ પારેખ
ગોરી અને પ્રિતમ (ઓડિયો) -ડૉ.દિનેશ શાહ
ગોરી મોરી -ઉમાશંકર જોષી
ગૌરવ-કથા ગુજરાતની -'શૂન્ય' પાલનપુરી
ચારણ કન્યા (ઓડિયો) - ઝવેરચંદ મેઘાણી
ચાલ સખી, પાંદડીમાં -ધ્રુવ ભટ્ટ
છૂટ છે તને - વિવેક મનહર ટેલર
જમુના ને કાંઠે કા'નો વાંસળી વગાડતો...
જય જય ગરવી ગુજરાત -કવિ નર્મદ
ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ -તુષાર શુક્લ
ડેલીએ આવે તો -પ્રજ્ઞા વશી
તમારા સમ ! -મુકુલ ચોક્સી
તાજું સુમન -ગની દહીંવાલા
તાપીસ્તોત્ર અને દુર્લભ ગુજરાતી તળપદા લોકગીતો
તારા બગીચામાં રહેતી ગઈ -પન્ના નાયક
તારા વિના કશે મન લાગતું નથી -મુકુલ ચોક્સી
તારા વિના શ્યામ મને એકલડું લાગે...
તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે -અવિનાશ વ્યાસ
તારી હથેળીને -તુષાર શુકલ
તો પપ્પા, હવે ફોન મૂકું ? –મનોહર ત્રિવેદી
દાંડીયાનો દરબાર સજ્યો રાણી -રિષભ મહેતા
દિવસો જુદાઈના જાય છે -ગની દહીંવાલા
દૂરતા કોઈ વખત મોંઘી પડી -જવાહર બક્ષી
ધીરે ધીરે લખ્યું -ડૉ. રઈશ મનીઆર
ન તો કંપ છે ધરાનો -ગની દહીંવાલા
નવરાત્રિ 2008 નાં ગરબા-રાસની રમઝટ એકીસાથે સાંભળો...
નવરાત્રિ 2009 નાં ગરબા-રાસની રમઝટ એકીસાથે સાંભળો…
ના તને ખબર પડી -તુષાર શુક્લ
નાની મારી આંખ
પાંદડી વાયરાને વળગી શું કામ? ('વિદેશિની' સંગીત-આલ્બમ) -પન્ના નાયક
પાગલ થઈ ગઈ -પન્ના નાયક
પ્રિય પપ્પા, હવે તો તમારા વગર… - મુકુલ ચોક્સી
પ્રીત : પ્રીત્યું તો શ્રાવણની સાંજ, મોરી સૈયર – વજુભાઈ ટાંક
પ્રેમ એટલે કે -મુકુલ ચોક્સી
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ -મેઘબિંદુ
બે હુરતી હઝલો (કાવ્યપઠન વિડીયો/સ્વરબદ્ધ) -ડૉ.રઈશ મનીઆર
ભણવાની ઋતુ આવી -મુકુલ ચોક્સી
મણિયારો તે હલુ હલુ...
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો - અવિનાશ વ્યાસ
મારા વિદ્યાર્થીઓને -ડૉ. દિનેશ ઓ. શાહ
મારા હૃદયની વાત તને કહી રહ્યો છું આજ -મનોજ મુની
મારી આંખમાં તું -રમેશ પારેખ
મારી ગાગરડીમાં ગંગા જમુના રે -અવિનાશ વ્યાસ
મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે - તુષાર શુક્લ
માળામાં ફરક્યું વેરાન ! -માધવ રામાનુજ
મૂઆ મુરલીનાં સૂર ફરી વાગ્યા -રિષભ મહેતા
મેહુલીયો આયો -કિરણ ચૌહાણ
રમતાં રમતાં લડી પડે ભૈ માણસ છે -જયન્ત પાઠક
રામ મઢી રે મારી રામ મઢી -ઉમાશંકર જોશી
રે'શું અમેયે ગુમાનમાં -રમેશ પારેખ
લાઈન લગાવો -મુકુલ ચોક્સી
લે બોલ હવે તું -રમેશ પારેખ
લ્યો, અમે તો આ ચાલ્યા -તુષાર શુક્લ
વર્ષાકાવ્ય ૦૫ : વાદળી વરસીને ચાલી ગઈ -રમણભાઈ પટેલ
વર્ષાકાવ્ય ૨૭ : જળ પ્રપાત હે વહો નિરંતર -ભાગ્યેશ જ્હાં
વર્ષાકાવ્ય ૨૯ : (અને છેલ્લો વરસાદ એવું કાંઈ નહીં) -ભગવતીકુમાર શર્મા
વર્ષાગીત ૨૮ : સાવ અચાનક મૂશળધારે -તુષાર શુક્લ
વર્ષાગીત ૩૦ : શ્રાવણનાં મેળામાં -ધનજીભાઈ પટેલ
વસંતોત્સવ ૧૦ : ઘેલી વસંત આવી રે… - નીનુ મઝુમદાર
વસંતોત્સવ ૧૫ : લાગણીવશ હૃદય ! -ગની દહીંવાળા
વસંતોત્સવ ૪ : વનમાં વ્હાલમ વાગે, વાગે વસંતના રે ઢોલ -કવિ?
વ્હાલબાવરીનું ગીત -રમેશ પારેખ
વ્હાલમની વાંસળી વાગી...
શૂન્યતામાં પાનખર - આદિલ મન્સૂરી
સખી, મારી આંખોમાં ખૂંચે ઉજાગરો -મણિલાલ દેસાઈ
સહી નથી -જલન માતરી
સાથીયા પુરાવો દ્વારે
સૈયર તારા -માધવ રામાનુજ
સોયમાં દોરો -ડૉ.નિલેશ રાણા
સોલી-નિશા કાપડિયા દ્વારા 'ગમતાનો કરીએ ગુલાલ'... મારી સીટ પરથી!
સોળે શણગાર સજી નિસર્યા માં અંબિકા - તુષાર શુક્લ
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની...
હે તને જાતા જોઈ પનઘટની વાટે -અવિનાશ વ્યાસ
હે રંગલો, જામ્યો કાળન્દરીને ઘાટ... - અવિનાશ વ્યાસ
હે સર્જનહારા... - કેશવ રાઠોડ
હો પૂનમની પ્યારી પ્યારી રાત...



આજે જયા-પાર્વતી (અલૂણાં) વ્રતનો છેલ્લો દિવસ હતો… આ વ્રત કરતી કન્યાઓ માટે આજની રાત એ જાગરણની રાત છે. અમારા કોમ્પ્લેક્ષમાં પણ એક દીકરીએ આ વ્રત રાખ્યું છે અને રાત્રે જાગવા માટે શું શું કરવું એની ઘણી ચર્ચા હસી-મજાક સાથે થઈ… ત્યારે મને આ ગીત યાદ આવ્યું.  તો આજે આ ગીત એ દીકરી અને અલૂણાં વ્રત કરતી એના જેવી બધી કન્યાઓને અર્પણ…

gormano_kanyaao

(ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને…     ફોટો: વેબ પરથી)

સંગીત : ક્ષેમુ દિવેટીયા
સ્વર :  હર્ષિદા રાવલ
ફિલ્મ : કાશીનો દિકરો

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઈ ટાક્યાં ને આભલાં ઓછાં પડ્યાં રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઈની વેલ કે જૂઈના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભારે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારે ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડાં તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઈ ઊડ્યા કરે રે લોલ

- રમેશ પારેખ

અલુણા નિમિત્તે ગોરમાનું વ્રત કરતી કન્યાનો ઉત્સાહ કદી જોયો છે ? એ જે કરે એ એને ઓછું જ પડે… ગોરમાને પૂજવા રૂના નાગલા ખૂટી પડે ને શરીરના શણગારમાં કમખાના આભલાંય એને ઓછાં જ લાગે. નેવેથી પાણીનાં રેલા દડતા હોય એમ મઘ મઘ જૂઈની વેલ માંડવે ચડી હોય અને કુંવારી કન્યા ત્રોફેલા મોર સાથે કે પછી કોઈ ચિત્તચોર સાથે મનમાં વાતો કરતી હોય એવામાં અતિથિના આવણાંની છડી પોકારતા કાગડાના બોલ પણ શરમાવી દે છે.
(આસ્વાદ : વિવેક ટેલર)

૨૧મી જૂલાઈનાં દિવસે ગુજરાતી સાહિત્યનાં ધૂરંધર શ્રી ઉમાશંકર જોષીનો જન્મદિવસ હતો અને એ જ દિવસે ગુજરાતી સંગીતનાં પાયાસમાન શ્રી અવિનાશભાઈનો પણ જન્મદિવસ હતો… તો આજે એમને યાદ કરીને આપણે માણીએ, ખૂબ જ જાણીતું અને મને ખૂબ જ ગમતું એક ગીત…

rajasthani_beauty_pi01_l-sml

(આવો તમે તો મન ટહુકે આનંદમાં… ફોટો : વેબ પરથી)

સંગીત : અવિનાશ વ્યાસ
સ્વર : સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કોકવાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણુ સારું.
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.

પૂનમનો ચાંદ જ્યા ઊગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર,
મારું એ ઉર હવે ઉછળવા ચાહે એવું બન્યું છે આજ તો અધીર;
સાગરને તીર તમે આવોને ચાંદ શા ખીલી રહો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો,
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો;
શાને સતાવો ? મારી ઉરની સિતારના તારો છેડો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.

કોકવાર આવતા ને જાતા મળો છો એમ મળતા રહો તો ઘણું સારું,
હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણું સારું.

- મહેશ શાહ

ગુરુપૂર્ણિમાની મોડી મોડી શુભેચ્છાઓ…

dharma-guru-shankaraachaarya

સંગીત : મહેશ-નરેશ કનોડિયા
સ્વર : મન્ના ડે
ફિલ્મ : તાનારીરી (૧૯૭૫)

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ગુરુચરણોની હું રજકણ છું,
ગુરુ ગોવિન્દ વિના કોઈ બીજી
ઝીલે ન છાયા એ દર્પણ છું.
ગુરુચરણોની…

ચાલુ હું તમને સથવારે,
બાંધેલી લયના અણસારે;
તાલ ચૂકી ને તૂટી પડેલું,
ગીતગંગાનું હું આભૂષણ છું.
ગુરુચરણોની…

જ્યોતિ જેવું ચલુ અંધારે,
અજવાળે અટવાવું મારે;
તેજ તિમિરને તાણે વાણે,
ગૂંચવાયેલું ચંદ્રકિરણ છું.
ગુરુચરણોની…

-કાંતિ અશોક

વ્હાલા કવિ શ્રી તુષારભાઈને એમનાં જન્મદિવસે મારા અને તમારા તરફથી અઢળક હાર્દિક શુભેચ્છાઓ… આજે ‘હસ્તાક્ષર’ આલ્બમનું એમનું એક ગીત માણીએ.

camel-in-desert1

(તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ…  ફોટો: વેબ પરથી)

સ્વર : સૌમિલ મુન્શી
સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વરાંકન : રાસબિહારી દેસાઈ
આલ્બમ : હસ્તાક્ષર 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારી હથેળીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન;
એને રેતીની ડમરીનો ડૂમો મળે, એનો અલ્લાબેલી. 

ખજૂરીની છાયામાં વરસે છે ઝાંઝવા ને વેળુમાં તરસે છે વ્હાણ;
કૂવા થંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ.
તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ;
એને કોરીકટ માછલીની જાળો મળે, એનો અલ્લાબેલી. 

કોની હથેળીમાં કોનું છે સુખ, કોને દરિયો મળે ને કોને રેતી?
વરતારા મૌસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વ્હેતી.
તારી હથેળીને કાંઠો માનીને કોઈ લાંગરે ને ઊઠે તોફાન;
એના ઓસરતી વેળુમાં પગલાં મળે, એનો અલ્લાબેલી.

-તુષાર શુકલ

૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો ! ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો.. આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ચારણ કન્યા’!

કવિ કાગે આ ઘટનાના સાક્ષી તરીકે લખ્યું છે, ‘‘.. એ વખતે ચારણ કન્યાગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય કંઠોકંઠ રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠયું. આંખો લાલ ધ્રગેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ એમને પકડી રાખેલા.’’

(ઉપરોક્ત લખાણ  સંદેશ માં આવેલા એક ખાસ લેખમાંથી લેવામાં આવ્યું છે -  લેખક: લલિત ખંભાયતા)

આ વર્ષે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ (માર્ચ 8 ) નિમિત્તે એમને એક અનોખી શ્રદ્ધાંજલી આપવાનાં હેતુસર ૮૨ વર્ષ બાદ પહેલી વખત એક ગુજરાતી અખબાર સંદેશના પ્રતિનિધિ તરીકે પત્રકાર લલિત ખંભાયતા એમના સાથીદાર સાથે મેઘાણીની એ અમર ચારણ કન્યાના વંશજો પાસે અને એ વિખ્યાત કવિતાના ઘટનાસ્થળે માર્ચની 2જી તારીખે પહોંચેલા… એમના વંશજો સાથેની એમની એ મુલાકાતનો આ રસપ્રદ લેખ* માણવાનું જરાયે ચૂકશો નહીં.

*આ લેખ JPG ફોર્મેટમાં અહીં પણ જોઈ શકો છો !

મિત્રો, આ સાથે  જ બીજી એક મજાની વાત એ છે કે આપણી એ શૌર્યવાન ચારણકન્યા હવે સૂરીલી પણ થઈ ગઈ છે!  :-)  મતલબ કે એ પ્રખ્યાત કવિતાને હવે સ્વરબદ્ધ કરવામાં આવી છે.   અને જે કવિતા વાંચીને આપણને આજેય શૂરાતન ચડી જાય છે  એ કવિતાને વધુ શૂરીલી અને સૂરીલી બનાવી છે આપણા મેહુલનાં જાનદાર સંગીતે તેમ જ ગાર્ગી વોરા ને હરેશ મારુનાં સૂરીલા સ્વરે.  તમને આ કાવિતા સાંભળીને કેવી અનુભૂતિ થઈ, એ અહીં જરૂરથી જણાવશો…  (જો કે થોડો સમય તો વારંવાર સાંભળ્યા જ કરશો… ગેરેંટી! )

hirbaai

(ડાંગ ઉઠાવે ચારણ-કન્યા… ફોટો સૌજન્ય: સંદેશ)

આ સાથે જ બોનસ તરીકે પ્રસ્તુત છે, શ્રી બાલકૃષ્ણ દવેનાં અવાજમાં આ કવિતાનું ખૂબ શાનદાર પઠન…  (સૌજન્ય: ઝવેરચંદમેઘાણી.કૉમ)

કાવ્યપઠન : શ્રી બાલકૃષ્ણ દવે

 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સંગીત : મેહુલ સુરતી
સ્વર : હરેશ મારુ અને ગાર્ગી વોરા
ગાયકવૃંદ : રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ, મેહુલ સુરતી

 

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

 

સાવજ ગરજે

વનરાવનનો રાજ ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
માં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમંદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે

 બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે 

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓનાં જળ પણ કાંપે
સૂતાં ને જાગતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે ! 

કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
સામે ઊભું મોત ઝબૂકે

જડબાં ફાડે ! 

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ ! લસ ! કરતા જીભ ઝુલાવે

બહાદુર ઊઠે ! 

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઊઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે‘જે 

ત્રાડ પડી કે ઊભો રે‘જે !
ગીરના કુત્તા ઊભો રે‘જે !
કાયર દુત્તા ઊભો રે‘જે !
પેટભરા ! તું ઊભો રે‘જે !
ભૂખમરા ! તું ઊભો રે‘જે !
ચોર-લૂંટારા ઊતો રે‘જે !
ગા-ગોઝારા ઊભો રે‘જે !

ચારણ કન્યા 

ચૌદ વરસની ચારણ-કન્યા
ચૂંદડિયાળી ચારણ-કન્યા
શ્વેતસુંવાળી ચારણ-કન્યા
બાળી ભોળી ચારણ-કન્યા
લાલ હિંગોળી ચારણ-કન્યા
ઝાડ ચડંતી ચારણ-કન્યા
પહાડ ઘૂમંતી ચારણ-કન્યા
જોબનવંતી ચારણ-કન્યા
આગ-ઝરંતી ચારણ-કન્યા
નેસ-નિવાસી ચારણ-કન્યા
જગદમ્બા-શી ચારણ-કન્યા
ડાંગ ઉઠાવે ચારણ-કન્યા
ત્રાડ ગજાવે ચારણ-કન્યા
હાથ હિલોળી ચારણ-કન્યા
પાછળ દોડી ચારણ-કન્યા

ભયથી ભાગ્યો ! 

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

- ઝવેરચંદ મેઘાણી

આજે કવિ શ્રી આદિલ મન્સૂરીનો જન્મદિવસ… એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ એમની આ ગઝલ, ગૌરાંગ વ્યાસના અદ્ભુત સ્વરાંકન સાથે. અકિંત ત્રિવેદીએ આ ગઝલની પૂર્વભુમિકામાં કહ્યું હતું એમ - ગઝલનું વૃંદગાન બનાવવું એ ખરેખર પડકારનું કામ છે.

સ્વર : શ્રુતિ વૃંદ
સંગીત : ગૌરાંગ વ્યાસ

(photo : foodha for thought)

This text will be replaced

શૂન્યતામાં પાનખર ફરતી રહી.
પાંદડીઓ આભથી ખરતી રહી.

ને પવનનું વસ્ત્ર ભીનું થઇ ગયું,
ચાંદનીની આંખ નીતરતી રહી.

સૂર્ય સંકોચાઇને સપનું બન્યો,
કે વિરહની રાત વિસ્તરતી રહી.

મૌનની ભીનાશને માણ્યા કરી,
ઝૂલ્ફમાં બસ અંગુલી ફરતી રહી.

હું સમયની રેતમાં ડૂબી ગયો,
મૃગજળે મારી તૃષા તરતી રહી.

તેજ ઉંડાણોમાં ખળભળતું રહ્યું,
કામનાઓ આંખમાં ઠરતી રહી.

આપણો સબંધ તો અટકી ગયો,
ને સ્મૃતિની વેલ પાંગરતી રહી.

હા બધા લાચાર થઇ જોતા રહ્યા,
હાથમાંથી જિંદગી સરતી રહી.

આભાર : http://aektinka.wordpress.com/

જે ગણ્યાગાંઠ્યા ગુજરાતી ગીતો હું નાનપણથી સાંભળતી આવી છું - એમાંનું એક આ ગીત..! જેટલીવાર સાંભળું એટલીવાર નશો કરાવે..!

સ્વર : મુકેશ
સંગીત : ગૌરાંગ વ્યાસ

This text will be replaced

હે સર્જનહારા…
શાને સર્જી તેં, મેળાપ પછી જુદાઇ?
મેળાપ પછી જુદાઇ….

મીઠી લાગે છે મનવાને,મિલન કેરી ઘડી ઘડી..
પણ વિયોગની ક્ષણ લાગે છે,એ ક એક યુગ જેવડી,

ઘડનારો તું એક જ ને કેમ નોખી નોખી ઘડાઇ.. ?
મેળાપ પછી જુદાઇ….
હે સર્જનહારા…

હૈયા કેરા ઘાવ હજી તો નથી જરાયે રૂઝાયા..
વસંત પછી આ પાનખરના કેમ વાયરા વાયા?

રીત્યું તારી હે રખવાળા અમને ના સમઝાઇ..
મેળાપ પછી જુદાઇ….

હે સર્જનહારા…
શાને સર્જી તેં, મેળાપ પછી જુદાઇ?
મેળાપ પછી જુદાઇ…

‘શયદા’ની આ ગઝલના એક એક શેર પર આખેઆખા ગઝલસંગ્રહ કુરબાન… !! અને સાથે સોલીભાઇનો અવાજ હોય પછી તો પૂછવું જ શું ? આમ તો સોલીભાઇનું ‘પ્રેમ એટલે કે..’ આબ્લમના એક એક ગીત એવા છે ને તમે એમાંથી સૌથી ગમતું ગીત પસંદ જ ના કરી શકો… જાણે કે ગુજરાતી કાવ્ય-ગઝલ જગતમાંથી શોધી શોધીને અનમોલ મોતીઓનો ખજાનો લઇ આવ્યા છે એમાં… અને આ ગઝલ પણ એ જ માળાનું એક અમૂલ્ય મોતી છે.

સ્વર - સંગીત : સોલી કાપડિયા

This text will be replaced

હોય ગમ લાખો ભલે, એ ગમનો મુજને ગમ નથી
આપ શ્વાસે શ્વાસમાં છો એ ખુશી કંઇ કમ નથી

એક છે એની જુદાઇ એક એની યાદ છે
બેઉ બેનો છે બલા, તડપાવવામાં કમ નથી

એની ત્યાં દ્રષ્ટિ ફરી ને અહીંયા મુજ ભાવી ફર્યું
દમ વિનાની વાત છે, આ વાતમાં કંઇ દમ નથી

તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે
હું કહું છું જિંદગી ધોવાય છે

યાદ તારી ઉરમાં માતી નથી
એટલે તો આંખથી છલકાય છે

આપના દર્શનની ખૂબી શું કહું,
દિલના દસ કોઠામાં દીવા થાય છે

હાથ મારો છોડી એ જાતા નથી
બેઉ દુનિયા હાથમાંથી જાય છે

અર્થની ચર્ચા મહીં શયદા બધો
જિંદગીનો અર્થ માર્યો જાય છે

ગઈકાલે દિનેશ અંકલનો જન્મદિવસ હતો… અને ગઈકાલે જ આ પોસ્ટ ખાસ એમનાં હાલનાં એક સહકાર્યકર મનીષભાઈ ઠક્કરની ફરમાઈશ પર મૂકવાની હતી જે કોઈક કારણોસર રહી ગઈ હતી.  અમેરિકામાં વર્ષોનાં વસવાટ દરમ્યાન ફ્લોરિડાની યુનિવર્સિટીમાં વિજ્ઞાન ભણાવતા એક ગુજરાતી શિક્ષક એટલે કે ડૉ. દિનેશભાઈ શાહે દુનિયાભરમાંથી ભણવા આવેલા કંઈ કેટલાયે વિદ્યાર્થીઓનાં ભણતરમાં અને એમનાં જીવન-ઘડતરમાં આગવો ફાળો આપ્યો છે; અને ૭૨ વર્ષની ઉમ્મરે રિટાયર્ડ થયા બાદ પણ એમણે રિટાયર્ડ થવાનું તો ટાળ્યું જ છે.  ગુજરાતમાં જે ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીમાં ટાટા-નેનોનો પ્રોજેક્ટ ચાલુ થઈ શક્યો છે એનું વિશેષ શ્રેય પણ એમનાં ફાળે જ જાય છે.  આ પ્રોજેક્ટનો પાયો નાંખીને આજે પણ તેઓ ત્યાં માનદ સેવાઓ આપે છે.  વિદ્યા, વિદ્યાર્થી અને વિદ્યાલયો માટે પોતાનું જીવન ખર્ચી નાંખનાર દિનેશ અંકલે આ ગીત પોતાના વિદ્યાર્થીઓ માટે લખ્યું છે.  પોતાના વિદ્યાર્થીઓ માટે ઊંડી લાગણી દર્શાવીને એમણે પોતાના જીવનકળનાં બધા વિદ્યાર્થીઓને જ અર્પણ કર્યું છે.  કદાચ એમના કોઈ શિક્ષક જો આજે આ ગીત વાંચે/સાંભળે તો તેઓ પણ જરૂર કહી ઊઠે કે એમને પણ રેતીમાંથી એક રતન મળ્યું હતું…!  આ ગીત ગયા વર્ષે થયેલા એમનાં એક કાર્યક્રમમાં શ્રેષ્ઠ ગાયક વિજય પ્રકાશનાં કંઠે ગવાયું હતું (જેમણે Slum Dog Millionair નું ઓસ્કાર વિજેતા ગીત જય હો ગાયું છે).  એ જ કાર્યક્રમની આ એક વિડિયો ક્લિપ છે.  તો મુકેશભાઈ જોષીની સુંદર પ્રસ્તાવના સાથે આ ગીતને વિજયભાઈનાં અદભૂત અવાજમાં સાંભળીએ…

પ્રિય દિનેશ અંકલને જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ… તમારા જેવા જ વિદ્યાર્થી દરેક શિક્ષકોને મળે અને તમારા જેવા જ શિક્ષકો દરેક વિદ્યાર્થીને પણ મળે એવી શુભકામનાઓ !

સ્વરકાર : ઉદય મઝુમદાર
સ્વર : વિજય પ્રકાશ

ખોળ્યાં મેં અવનિ આભ ઘણાં,
કીધાં મેં સાગર પાર ઘણાં;
ધીખતાં રણ આ કોણે ઘડ્યાં,
મને રેતીમાંથી રતન જડ્યાં.

આ મેઘધનુષના રંગ સમા,
ચમક્યા હીરા માણેક ઘણાં;
મોંઘેરા એ છો ન સોને મઢ્યાં,
મને રેતીમાંથી રતન જડ્યાં.

દેશ વિદેશ કે પંથ તણાં,
એને ભેદ નથી કોઈ ધરમ તણાં;
હીરા તો કઠિન આ વજ્ર સમા,
મને રેતીમાંથી રતન જડ્યાં.

ઝબક્યાં હીરા અંધાર ઘણાં,
એક દીપક પણ પ્રતિબિંબ ઘણાં;
એક જ્યોતમાં લાખ દીવા મેં દીઠાં,
મને રેતીમાંથી રતન જડ્યાં.

- ડૉ. દિનેશ ઓ. શાહ

મને ખૂબ જ ગમતી વિવેકની થોડી ગઝલોમાંની જ એક સૂરીલી ગઝલ આજે માણીએ, એના જ જન્મદિવસે.  ગયા વર્ષે આ જ ગઝલ વિવેકનાં બ્લોગ પર સરપ્રાઈઝ પોસ્ટરૂપે મૂકી હતી… યાદ છે મિત્રો?  આજે એ જ ગઝલ આપણે અહીં ફરી સાંભળીએ અને માણીએ.

વ્હાલા વિવેકને જન્મદિવસની અઢળક હાર્દિક શુભેચ્છાઓ… બોલે તો, એકદમ દિલસે!  :-)

vai

(વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે…    ફોટો: વિવેક )

સંગીત : મેહુલ સુરતી
સ્વર : અમન લેખડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને,
તારી શરતથી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજીથી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મમાં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસમાં થઈ શબ્દની હવા,
આશ્રિતને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

- વિવેક મનહર ટેલર

અને હા…. કવિમિત્ર વિવેક કાણે ‘સહજ’ને પણ આજે એમના જન્મદિવસે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ.

* If you can't see Gujarati click here
* Read this blog in
हिन्दी (देवनागरी) OR English (ROMAN)