ગાગરમાં સાગર

આજે સોનલ-કવિશ્રી રમેશ પારેખની પુણ્યતિથિએ આપણા બધા તરફથી એમને એમનાં શબ્દો જ વડે શ્રધ્ધાંજલી..!

ર.પા.નાં સોનલ-કાવ્યો માણીને મનમાં ઉઠતા સહજ પ્રશ્ન ‘સોનલ કોણ છે?’ નો જવાબ જાણવા આ લેખ જરૂરથી વાંચશો :  સોનલ 1 અને  સોનલ 2

1968ની સાલમાં લખાયેલું ‘તમને ફૂલ દીધાનું મને યાદ’ કાવ્ય રમેશ પારેખનાં ઘણા શ્રેષ્ઠ કાવ્યોમાંનું એક છે, જેનું ર.પા.એ અગિયાર વર્ષ બાદ ગીતમાં રૂપાંતર કર્યું હતું.

tt0131702

(તમને ફૂલ દીધાનું યાદ… ફોટો: નેટ પરથી)

સ્વર : અનિલ ધોળકિયા, સોનલ રાવલ
સંગીત : અનિલ ધોળકિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ
સળવળ વહેતી કેડસમાણી લીલોતરીમાં તરતા ખેતરશેઢે, સોનલ…
તમને ફૂલ દીધાનું યાદ…

અમે તમારી ટગરફૂલ-શી આંખે ઝૂલ્યા ટગરટગર તે યાદ
અમારી બરછટ બરછટ હથેળીઓને તમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
તમારી નાજુક નાજુક હથેળીઓને અમે ટેરવાં ભરી કેટલીવાર પીધાનું યાદ
તમને ફૂલ દીધાનું યાદ…

અડખેપડખેનાં ખેતરમાં ચાસ પાડતાં હળ મારી આંખોમાં તરતાં
એકલદોકલ કોઈ ઉછળતું સસલું દોડી જતાં ઝાંખરાં પરથી પર્ણો ખરતાં
તરે પવનના લયમાં સમડી તેના છાયા છૂટાછવાયા ફાળ ઘાસમાં ભરતા
તમને ફૂલ દીધાનું યાદ…

ડાળ ઉપર ટાંગેલી ઠીબનું નાનું સરખું બપોર ઊડી એકસામટું પાંખ વીંઝતું હવા જેવડું થાય
ડાળ ઉપર ટાંગેલી ઠીબમાં સવાર પીતું નીલરંગનું પંખી જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ
ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ

* * *

( કાવ્યનું રૂપાંતર ગીતમાં )

ધીમે ધીમે ઢાળ ઊતરતી ટેકરીઓની સાખે
તમને ફૂલ દીધાનું યાદ

કેડસમાણી લીલોતરીમાં ખૂલ્લાં ખેતર તરતાં
સોનલ, તમને ફૂલ દીધાના અવસરથી નીતરતાં
તમે અમારી હથેળીઓ ભેંકાર કેટલીવાર
ટેરવાં ભરી પીધાનું યાદ

ખેતરમાં આ અડખપડખનાં હળ આંખોમાં ફરતાં
એકલદોકલ સસલું દોડી જતું, પાંદડાં ખરતાં
સમળી ના પડછાયા છૂટી ફાળ ઘાસમાં ભરતા
અમે તમારી ટગરફૂલ-શી ટગરટગરતી આંખે
જિયલ ઝૂલા ઝૂલ્યા નું યાદ

ડાળ ઉપર એક ઠીબ, ઠીબથી બપોર ફંગોળાય
પાંખ વીંઝતું પાંખ વીંઝતું હવા જેવડું થાય
સવારપંખીનો પડછાયો ઠીબ વિશે તરડાય
ઠીબમાં ઝૂકી સવાર પીતું નીલરંગનું પંખી-
જોઈ ઝાડ ભૂલ્યાનું યાદ

- રમેશ પારેખ

(સાભાર ટહુકો.કૉમ પરથી)

શ્રી નારાયણ દેસાઈની ત્રીજા દિવસની કથાનાં સાગરમાંથી કાગળ ઉપર સંગ્રહેલી થોડી અસ્તવ્યસ્ત બુંદો :

  • ગાંધીજીને પૂછવામાં આવતો એક પ્રશ્ન: વિકટનાં સમયે શું ટકાવે છે? ગાંધીજીનો જવાબ : હિન્દુસ્તાની લોકો વિશેની મારી શ્રદ્ધા.
  • ગુજરાતીઓ તિરસ્કારને સેવે છે.
  • હિન્દ સ્વરાજ વિશે… સ્વરાજ એટલે સ્વનું રાજ નહીં, સ્વ ઉપરનું રાજ. (Not ruled of self, but ruled over self.)
  • સાબરમતિ આશ્રમ - હિમાલય અને બંગાળ ભેગા થયા એટલે… શાંતિમય ક્રાંતિ.
    • આશ્રમ ત્રણ યજ્ઞને લઈ ચાલતો: 1) સામૂહિક સફાઈ યજ્ઞ - ક્રાંતિની ગાંધીની કલ્પનાનો સંકેત 2) સામૂહિક સૂતર યજ્ઞ - આર્થિક ક્રાંતિની ગાંધીની કલ્પનાનો સંકેત 3) સામૂહિક પ્રાર્થના યજ્ઞ - આધ્યાત્મિક ક્રાંતિની ગાંધીની કલ્પનાનો સંકેત
    • નારાયણ દેસાઈની આશ્રમનાં દિવસોની સ્મૃતિ :
      • બાલ્યાવસ્થા અને કુમારાવસ્થાના વર્ષો આશ્રમમાં ગયેલા… બધું મળીને ઉમંગનાં દિવસો.
      • માંદાને જોવા ગાંધીજી પોતે જતા એટલે માંદા માણસ પોતાની માંદગી લાંબી ચાલે એવું માનતા…
      • હર્ષોલ્લાસનાં દિવસો એ આધ્યાત્મિક પ્રાર્થના કરતાં પણ વધુ પ્રભાવી હતા.
    • શ્રીધરાણીએ એમનાં ‘My America, My India’ પુસ્તકમાં આશ્રમમાંથી ગાંધીજીની અડધી રાતની ગિરફતારીનું વર્ણન કર્યુ છે…
    • ગામડે ગામડે લોકગીત ગવાતા… “દાંતણ કરતા જાવા રે ગાંધીજી, સ્વરાજ લઈ વ્હેલા આવજો રે…”
  • 15મી ઑગષ્ટ 1942ની સવારે (ત્યારે ગાંધીજી, કસ્તુરબા અને મહાદેવભાઈ આગાખાન મહેલમાં કેદ હતા)… મહાદેવભાઈ દેસાઈનાં મૃત્યુ પહેલાં કસ્તુરબાએ એમને કહેલું કે “હું પણ આ મંદિરમાંથી બહાર જવાની નથી… સ્વરાજ કદાચ વહેલું આવશે.” અને 15મી ઑગષ્ટ 1947નાં રોજ સ્વરાજ મળેલું. કસ્તુરબા પણ ત્યાં જ મૃત્યુ પામેલા…
  • કસ્તુરબાની મૃત્યુ પહેલાની માંદગી વખતે એમનાં પુત્રો રામદાસ અને દેવદાસને મળવાની મંજૂરી હોવાથી એમને મળવા દીધેલાં, પરંતુ પુત્ર રામલાલની મળવાની મંજૂરી લીધી ન હોવાથી એમને મળવા દીધા ન્હોતા… નારાયણ દેસાઈ - “હરીલાલ બળવાખોર હતા, પરંતુ પિતા-પુત્ર વચ્ચેનો સ્નેહ મેં જોયો છે.”
  • ગાંધીજીનાં મૃત્યુ પહેલાનાં ત્રણ યજ્ઞો : નોઆખલીની યાત્રા, કલકત્તા અને દિલ્હીનાં ઉપવાસ… દેશમાં શાંતિ માટે.
  • 8-9 ફેબ્રુઆરી 1948નાં રોજ ગાંધીજીનાં કરાંચી જવાના કાર્યક્રમો બન્યા હતા. ઝીણાએ એમની સાથે રહી હિંદુ-મુસ્લીમ એકતા પર કામ કરવાનું નક્કી હતું.

જ્યારે ગાંધીકથાસાગરની બુંદોને કાગળ પર ઉતારતી નહોતી ત્યારે એને વિડિયો કેમેરામાં કેદ કરતી હતી… તો આ રહી એ કથાનાં છેલ્લા દિવસની મારા વિડિયો કેમેરામાં કેદ થયેલી થોડી ઝાંખી…

નમ્ર ચેતવણી : આ વિડિયો ક્લિપ દોઢેક કલાક લાંબી હોવાથી ચાનાં બે-ચાર કપ  (અથવા આખી તપેલી જ) લઈને બેસવા વિનંતી… :-)

આ ક્લિપમાં આવતા ગીતો…

- લોક જાગરણ ! પ્રચંડ લોક જાગરણ ! લોક જાગરણ કરંત ભય તણું હરણ !

- (આશ્રમ સ્થાપના) જ્યાં સાબરમતીનાં નીર વધામણી આપે, ત્યાં બાપુ આશ્રમ સ્થાપે… જ્યાં કુત્તા સામે સસલું ખડું પ્રતાપે, ત્યાં ગાંધી આશ્રમ સ્થાપે.

- જાગ નારી રે ! જાગ નારી રે ! ભારતની નારી, તિમિરને વિદારી ચેતન ચિનગારી ! જાગ નારી રે…

- (કસ્તુરબાની વિદાય પ્રસંગે) આવીને ચાલી ગઈ, રે પ્રીત મારી આવીને ચાલી ગઈ…

- (પૂર્ણાહુતિ) દુર્ભાગી એ દિન હતો, ને હતભાગી એ ઘડી… ભાનભૂલ્યા એક માનવે જે દી’ વીંધ્યા માનવ-મેરુને…

* * *

ગાંધીકથા વિશેનું મારું અંગત મંતવ્ય :

જીવનમાં બે-ચાર રામકથા કે કૃષ્ણકથા ઓછી સંભળાશે તો વાંધો નહીં, પરંતુ દરેક ગુજરાતીએ કમ સે કમ એકવાર ગાંધીકથા સાંભળવી જોઈએ જ !

ગુર્જરી ડાયજેસ્ટ રજત જયંતી મહોત્સવ

શનિવાર, ૧૯ મે, ૨૦૧૨

‘ગુર્જરી ડાયજેસ્ટ’ના પ્રકાશનને અમેરિકામાં ૨૫ વર્ષ થાય છે એ નિમિત્તે શનિવાર મે ૧૯, ૨૦૧૨ના દિને યોજાનારા રજત જયંતી ઉત્સવમાં જોડાવા આપ સહુ સાહિત્યરસિકોને ભાવભર્યું નિમંત્રણ છે.

સ્થળ : આર્કોલા ઇન્ટરમિડીએટ સ્કુલ ઓડિટોરિયમ

Arcola Intermediate School, 4000 Eagleville Road, Eagleville, PA 19403

પ્રવેશ ફી : વ્યક્તિદીઠ $૧૦ (જેમાં લન્ચ, ડિનર, ચા-નાસ્તો અને સુવેનીઅર અંકનો સમાવેશ છે)

RSVP: By April 25, 2012

(Please Email at gurjaridigest@gmail.com OR mail at: 130 Lattice Lane, Collegeville, PA 19426)

આ પ્રસંગે ચા-નાસ્તો, બપોર-સાંજનું ભોજન તથા સુવેનીઅર અંક અને બે પુસ્તકોના વિતરણની વ્યવસ્થાને અનુલક્ષી આપને ખાસ વિનંતી છે કે આપ અમને RSVPથી ઉપર જણાવેલી તારીખ પહેલા અવશ્ય જણાવશો.

ખાસ નોંધ: આ પ્રસંગે ગુર્જરી પબ્લિકેશનના બે પુસ્તકો, “આનંદયાત્રા” અને “ગુર્જરી ડાયજેસ્ટ: ચૂંટેલા સંપાદકીય” પ્રગટ થશે. ૨૦ ડોલરની કિંમતના આ બંને પુસ્તકો ગુર્જરીના આજીવન સભ્યો તથા એ દિવસે આજીવન સભ્ય થનારને વિના મૂલ્યે આપવામાં આવશે. (આ પુસ્તકો મર્યાદિત સંખ્યામાં હોવાથી વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવશે છતાં બાકી રહી ગયેલા સભ્યોને પાછળથી પોસ્ટ મારફત રવાના કરવામાં આવશે.) આજીવન ગ્રાહકોને ખાસ વિનંતી છે કે પાછળના પાના પર આપેલા બ્લોકમાં તમારો ID NO. (Starts with LM or DM) લખીને આ પત્ર સાથે લાવવો અત્યંત જરૂરી છે.

હોટેલ બુકિંગ : બહારગામથી આવેલા મહેમાનોને રાત્રિનિવાસ માટે નીચેની હોટેલોનો સંપર્ક કરવા વિનંતી.

  1. Holiday Inn Express: 1920 John Fries Highway, Quakertown, PA 18951.

Phone: 215 529 7979 (By courtesy of Dr. Ramesh Petigara, Gurjari Group Rate is $40 plus tax including free continental breakfast. (Hotel is approx. 27 miles from School Auditorium and 55 miles from Philadelphia Airport).

  1. Hampton Inn Valley Forge/Oaks: 100 Cresson Blvd., Phoenixville, PA 19460.

Phone: 610-676-0900/1-800-276-7415. Room Rate is $105 plus tax with free continental breakfast. (The hotel is located approx. 3 miles from School Auditorium and 30 miles from Philadelphia Airport).

કાર્યક્રમની આછી રૂપરેખા:

સવારે ૧૧:૧૫થી ૧૨:૪૫ રજીસ્ટ્રેશન અને અલ્પાહાર

બપોરે ૧:૦૦થી સાંજે ૯:૩૦ દરમ્યાન નીચે મુજબ કાર્યક્રમ હશે.

અધ્યક્ષશ્રી રામભાઈ ગઢવીનું પ્રવચન

દીપ પ્રાકટ્ય/પ્રાર્થના

સ્વાગત/કાર્યક્રમની રૂપરેખા : પન્ના નાયક

બીજ ભાષણ (Keynote Address) : ડો. બળવંત જાની

અતિથિવિશેષ ડો. નવીન મહેતાનુ પ્રાસંગિક પ્રવચન

‘આંનદયાત્રા’ અને “ગુર્જરી ડાયજેસ્ટ: ચૂંટેલા સંપાદકીય” પુસ્તકનું લોકાર્પણ

‘ગુજરાતી સાહિત્યમાં ગુર્જરી ડાયજેસ્ટનું પ્રદાન’ વિષે રોહિત પંડ્યાના સંચાલન હેઠળ પરિસંવાદ જેમાં ધીરુભાઈ પરીખ,

ડો. આર.પી. શાહ, પન્ના નાયક, મધુસૂદન કાપડિયા અને ડો. જયંત મહેતા ભાગ લેશે.

સ્લાઈડ શો : ‘ગુર્જરી’ના ૨૫ વર્ષ

‘અમેરિકામાં સર્જાતું ગુજરાતી સાહિત્ય તથા બ્લોગ-વિશ્વ’ વિષે હરનિશ જાનીના સંચાલન હેઠળ પરિસંવાદ જેમાં પ્રીતિ સેનગુપ્તા, ડો. નટવર ગાંધી, નવીન શાહ અને ડો. બાબુ સુથાર ભાગ લેશે.

હંસા દેસાઈ અને અમિતા દેસાઈ પરીખ ગુર્જરીના અનુભવોની વાત કરશે.

કિશોર દેસાઈ તરફથી ઋણસ્વીકાર.

સૂત્રધાર રાહુલ શુકલ દ્વારા સમાપન અને આભાર દર્શન.

મનોરંજન કાર્યક્રમ.

કાર્યક્રમ સંબંધી માહિતી માટે સંપર્ક:

કાર્યક્રમ પહેલાં:

પન્ના નાયક - 215 487 7142           ડો. રમેશ પેટીગરા - 215 822 3222

અશોક વિદ્વાંસ - 609 336 7239       કિશોર દેસાઈ - 610 454 7803

કાર્યક્રમના દિવસે:

કમલેશ જાની - 610 337 9862    (Cell) 484 947 9950

ચિતુ શાહ  - 610 631 1564    (Cell) 267 259 7824

ફક્ત ગુર્જરી ડાયજેસ્ટના ગ્રાહકો માટે જરૂરી:
Your ID NO: ………..

* * *

Direction to: 4000 Eagleville Road, Eagleville, PA 19403 / Arcola Intermediate School

FROM NJ TPK (I-95) South:

NJ Tpk to PA Tpk—-Pass Exit 339 for Fort Washington & drive about 4 miles —Take Exit for

476 South —After passing through Toll Booth stay on Right and in 0.6 mile Take Exit 18 (Norristown)—-Turn Right at ramp on Ridge Pike—–7.5 miles Turn Left on Eagleville Road—-drive 1.4 mile and the Arcola School is on Left.

FROM 95N coming from Washington DC/Baltimore/Delaware:

95N—Crossing into Pennsylvania take Exit 7 (Plymouth Meeting)—Exit 16B (Valley Forge) to get on 76W — Exit 328A for 422 West towards Pottstown — 6.6 miles Take Exit for Oaks — Turn Right at Light on Egypt road —  0.2 mile Turn 2nd Left on Pinetown Rd. — 0.8 mile Turn Left on Eagleville Road — 0.7 mile the Arcola School  is on Right.

ગુજરાતી  લિટરરી  ઍકેડેમી  ઓફ  નોર્થ  અમેરિકા

અને

TV ASIA

સહર્ષ રજૂ કરે છે

શ્રી નારાયણ દેસાઈ

પ્રસ્તુત

ગાંધી-કથા

મહાત્મા ગાંધીજીના મંત્રી અને સૌથી નિકટના અંતેવાસી
શ્રી મહાદેવ દેસાઈના પુત્ર, અને ગાંધીજી
વિશેના સર્વમાન્ય નિષ્ણાંત,
શ્રી નારાયણભાઈ ગાંધીજીના જીવન અને કાર્યને વર્ણવતી
આ અત્યંત
પ્રેરક અને સંગીતમય કથા ગુજરાતીમાં રજૂ કરશે.

દિવસ-સમય

શુક્રવાર, ૬-એપ્રિલ-૨૦૧૨, સાંજે ૭થી …

શનિવાર,૭-એપ્રિલ-૨૦૧૨, બપોરે ૩થી …

રવિવાર,૮-એપ્રિલ-૨૦૧૨, બપોરે ૩થી …

સ્થળ

TV Asia Auditorium, 76 National Road, Edison, NJ – 732-650-1100

કાર્યક્રમ વિશે માહિતી

રામ ગઢવી 973-628-8269

ચન્દુ શાહ 781-983-4941 * જયેશ શાહ 973-812-0565
ગૌરાંગ મહેતા 973-633-9348 * દર્શના ઝાલા 484-380-3160
મનુ ધોકાઈ 703-731-8545  * રોહિત પંડ્યા 718-706-1715

Driving directions to TV Asia Auditorium: From NJ Turnpike, take exit 10.  Take I-287 North and take exit 2-B to Route 27 South.  Past a couple of traffic lights and take right on Talmadge road.  Go about ½ mile, then turn right on National Road. Drive about ¼ mile to the TV Asia building on your left.

*****

શ્રી નારાયણભાઈ દેસાઈ વધુ અહીં વાંચો

વ્હાલા વિવેકને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ… આજે એની વર્ષગાંઠ પર આપણે માણીએ, ગયા વર્ષનાં એની અમેરિકાની મુલાકાત દરમ્યાન ન્યુ જર્સીનાં એનાં GLA દ્વારા યોજાયેલા ‘શબ્દને સથવારે‘ કાર્યક્રમની એક જીવંત ઝલક… એની ગઝલનાં થોડા શેર અને મુક્તક.

*

દુશ્મન થશું તો મૌતના ફરમાન બનીશું,
ને દોસ્ત બનીશું તો દિલોજાન બનીશું.

પહોંચીશું બધા ઘરમાં અમે નેટના રસ્તે,
મા ગુર્જરીનું એમ જીવતદાન બનીશું.

*

હો લાખ પ્યારું પણ યદિ છોડો ન હાથથી,
તો વીંધે લક્ષ્ય એવું કોઈ બાણ પણ નથી.

*

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે ?
કિંમત છે એટલે કે તું ઈચ્છા અધૂરી છે.

*

શબ્દો છે શ્વાસ મારા અને કાવ્ય પ્રાણ છે,
ચારે તરફ આ લોહીમાં અક્ષરની આણ છે.

સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે શબ્દે કલમમાં પ્રયાણ છે.

*

ગયા વર્ષે આ જ કાર્યક્રમની અહીં મૂકેલી એના ગઝલ-પઠનની એક વધુ ઝલક : કમાલ નોખા છે -વિવેક મનહર ટેલર

dsc03258-lady-big.jpg

(… તોયે એની મટકી રહેતી કોરી ! ફોટોઃ વેબ પરથી)

એ સોળ વરસની છોરી,
સરવરિયેથી જલને ભરતી તોયે એની મટકી રહેતી કોરી.
એ સોળ વરસની છોરી…

ગગનભર્યા ઘનશ્યામ અષાઢી વાદળ કેરું એ તો અંજન આંજે,
મઘમઘ મ્હેક્યાં ડોલરનાં કૈં ફૂલ સરીખા ગાલે ખંજન રાખે;
જેની હલકે માયા ઢળકે એવી છાયા ઢાળે નેણ બિલોરી.
એ સોળ વરસની છોરી

મહી વલોવે રણકે સોનલ કંકણ જેના મલકે મીઠા સૂર,
ગોરાં ગોરાં ચરણે એનાં ઘૂઘરિયાળાં રૂપનાં નૂપુર;
કંઠ સુહાગે સાગરનાં મધુ મોતી રમતાં બાંધ્યાં રેશમ -દોરી.
એ સોળ વરસની છોરી…

એનાં પગલે પગલે પ્રકટે ધરતી-ધૂળમાં કંકુની શી રેલ,
એનાં શ્વાસે શ્વાસે ફૂટે ઘૂમરાતા આ વાયરામાં વેલ;
એના બિડ્યા હોઠ મહીં તો આગ ભરેલા ફાગણ ગાતો હોરી;
એ સોળ વરસની છોરી

- પ્રિયકાંત મણિયાર

સ્વર - સંગીત : નયનેશ જાની

This text will be replaced

મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ

હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો

દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ

મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય

અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.

- અંકિત ત્રિવેદી

સ્વર - સંગીત : સોલી કાપડીયા

(સુક્કી જુદાઇ……Lassen Volcanic National Park, CA - Sept 09)

This text will be replaced

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

ફાગણ ચાલે ને એનાં પગલાની ધૂળથી
નિંદર ઊડે રે સાવ કાચી
જાગીને જોયું તો ઊડે સવાલ, આ તે
ભ્રમણા હશે કે વાત સાચી,

જીવતર આખ્ખુંય જાણે પાંચ સાત છોકરાં
પરપોટા વીણતા દરિયે
સૂકી જુદાઇની ડાળ તણાં….

કેડીના ધોરિયે જંગલ ડૂબ્યાં
ને અમે કાંઠે ઊભા રહીને ગાતા
રાતા ગુલમહોરની યાદમાં ને યાદમાં
આંસુ ચણોઠી થઇ જાતાં !

કોણ જાણે કેમ હવે ઝાઝું જીરવાય નૈ,
મરવા દીયે તો કોઇ મરીયે !

સૂકી જુદાઇની ડાળ તણાં ફૂલ અમે
છાના ઊગીને છાના ખરીએ
તમો આવો તો બે’ક વાત કરીએ…

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

TV Asia નાં સહયોગથી

રજૂ કરે છે…

અભિનય-સમ્રાટ

શ્રી ઉપેન્દ્ર ત્રિવેદી

સાથે એક સાંજ…

અનેક અવિસ્મરણીય નાટકો અને ચલચિત્રોના દિગ્દર્શક અને અદાકાર

શ્રી ઉપેન્દ્રભાઈએ ગુજરાતી સાહિત્યના કંઈ કેટલાય પાત્રોને

રંગભૂમિ અને રૂપેરી પરદા પર સજીવન કર્યા છે.

સાહિત્યની અસામાન્ય સમજ ધરાવનાર અને અસ્ખલિત વહેતી વાણીના માલિક આ કલાકાર

આ કાર્યક્રમમાં એમના જીવન અને કાર્ય વિશે વાર્તાલાપ આપશે.

દિવસ : શનિવાર, ૧ ઑક્ટોબર ૨૦૧૧

સમય : બપોરે બરાબર ૩:૦૦ થી 6:00 વાગ્યા સુધી

સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ

કાર્યક્રમ વિશે માહિતી

રામ ગઢવી ૯૭૩-૬૨૮-૮૨૬૯
રોહિત પંડ્યા ૭૧૮-૭૦૬-૧૭૧૫

Driving Directions to TV Asia Auditorium, 76 National Road, Edison, NJ (Ph 732-650-1100)

· NJ Turnpike to exit 10

· Take I-287 North

· Exit 2-B to Rte. 27 South

· Past a couple of traffic lights, right on Talmadge Road

· Go about ½ mile, turn right on National Road

· About ¼ mile to TV Asia building on your left

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા

રજૂ કરે છે

સર્જકો સાથે સાંજ

અમેરિકામાં વસીને લખતા ગુજરાતી સર્જકોને પ્રોત્સાહન આપવા

ઍકેડેમી ફરી એક વાર આ કાર્યક્રમ યોજી રહી છે.

આ કાર્યક્રમમાં

પન્ના નાયક, ચંદ્રકાંત શાહ (બોસ્ટન), અશોક વિદ્વાંસ, ચંદ્રકાંત દેસાઈ

અને બીજા સર્જકો પોતાની કૃતિઓ રજૂ કરશે.

દિવસ : રવિવાર, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૧

સમય : બપોરે બરાબર ૩:૦૦ વાગે

સ્થળ : TV Asia Auditorium, 76 National Road, Edison, NJ

સંચાલન : હરનિશ જાની

તાજી સ્વરચિત કૃતિ રજૂ કરવા ઇચ્છતા સર્જકે સંચાલકનો નીચે મુજબ સંપર્ક કરવોઃ

ફોનઃ ૬૦૯-૫૮૫-૦૮૬૧ (ઘર) ૬૦૯-૫૭૭-૭૧૦૨ (સેલ)

ઈ-મેઇલ : harnish5@yahoo.com

કાર્યક્રમ વિશે માહિતી

રામ ગઢવી ૯૭૩-૬૨૮-૮૨૬૯ |  રોહિત પંડ્યા ૭૧૮-૭૦૬-૧૭૧૫

Driving Directions to TV Asia Auditorium, 76 National Road, Edison, NJ (Ph 732-650-1100)

· NJ Turnpike to exit 10

· Take I-287 North

· Exit 2-B to Rte. 27 South

· Past a couple of traffic lights, right on Talmadge Road

· Go about ½ mile, turn right on National Road

· About ¼ mile to TV Asia building on your left

* If you can't see Gujarati click here
* Read this blog in
हिन्दी (देवनागरी) OR English (ROMAN)